Page #1
--------------------------------------------------------------------------
________________
સોલંકી રાજવીઓનો ત્યાગધર્મ
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ
ગુજરાતમાં રાજ્ય ચલાવી ગયેલા સોલંકી વંશના રાજવીઓનો સમય ગુજરાત માટે સર્વ પ્રકારના વિકાસ તથા આબાદીનો સમય હતો. ધર્મસંસ્કારનું અને વિશેષ કરીને ત્યાગધર્મનું મહત્ત્વ ગુજરાતને એ કાળમાં વિશેષ સમજાયું. એ વંશના કેટલાક રાજવીઓએ તી ત્યાગધર્મને આચરણમાં મૂકીને ગુજરાતના લોકજીવન પર જે સુંદર છાપ પાડી હતી, તે ઈતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાયેલી રહેશે.
- આર્યસંસ્કૃતિમાં પરાપૂર્વથી માનવજીવનના પ્રેમ અને શ્રેયની વિચારણા થતી આવી છે. આયોએ જે જે ધર્મો સ્થાપ્યા તેમાં એ વિચારણા મુખ્યતા પ્રવર્તેલી છે અને તેમાંથી જે સંપ્રદાયો નીકળ્યા તેઓએ પણ એ જ વિચારણાપૂર્વક પ્રેય તથા શ્રેય પ્રત્યે તરતમ દૃષ્ટિ દાખવી છે. વૈદિકોની વિચારણાનો જે કાંઈ ઇતિહાસ સાંપડે છે તેમાં એક વાર પ્રયદષ્ટિની વિશેષતા દેખાય છે તો બીજી વાર તેમાંથી શ્રેયદષ્ટિ ઉત્પન્ન થઈ હોય એવું ય માલૂમ પડે છે. વૈદિકોની પૂર્વ શ્રેયદષ્ટિ નહોતી એમ કહી શકાય તેમ નથી. ભારતમાં આવેલા આયોંમાં એવી બે શાખા હતી તેના પુરાવા મળે છે. પ્રેયદૃષ્ટિમાંથી બહુધા ઐશ્વર્યવાદ અને દેવોપાસનાવાદ વિકસ્યો છે અને શ્રેયદૃષ્ટિમાંથી આત્મકલ્યાણસાધના અથવા ત્યાગવાદ વિકસ્યો છે. એ ત્યાગવાદનું બીજ જૈન ધર્મમાં રહેલું છે. બૌદ્ધ ધર્મમાં પણ તે જ છે. પૌરાણિક વૈદિક માર્ગમાં દેવોપાસનાનું બીજ રહેલું છે. બેઉનાં આત્યંતિક સ્વરૂપો જ્યારે જ્યારે સમાજના સમધારણમાં ગૂંચવણ ઉત્પન્ન કરનારાં લાગ્યાં છે, ત્યારે ત્યારે બેઉનો સમન્વય કરનારા માગો યોજાયા છે. વૈદિક ધર્મમાં એ સમન્વયને પ્રબોધનારાં ઉપનિષદો છે. જૈન ધર્મ ત્યાગમાર્ગમાં દઢ રહ્યો છે, પણ તેના આત્યંતિક સ્વરૂપે તેના આરાધકોને ઓછા કરી નાખ્યા છે, અને એવો કાળ આવી રહ્યો છે કે જયારે આત્મકલ્યાણરૂપ શ્રેયની સાથે સંસારના તથા સમાજના હિતરૂપ પ્રેયની આરાધનાને વિસારી મૂકવાનું પાલવશે નહિ.”
ગુજરાતમાં રાજ્ય કરી ગયેલા સોલંકી રાજવીઓએ રાજશાસન ચલાવવા છતાં ત્યાગધર્મના અવલંબનનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડયું છે. એમ તો મગધમાંથી પણ એવા જ દૃષ્ટાંતો મળે છે, પણ તે ઐતિહાસિક કરતાં પૌરાણિક વિશેષ છે. સોલંકીવંશના રાજવીઓની ત્યાગધર્મની આરાધનાના પુરાવા ઈતિહાસમાંથી સારી પેઠે ઉપલબ્ધ થાય છે. '
' . . - એ સોલંકી રાજવીઓનો આદિ પુરુષ મૂળરાજ હતો. મૂળરાજે ચાવડા વંશના પોતાના મામાનું રાજ્ય પડાવી લીધું હતું. તેનામાં જાણે પોતાના પૂર્વજોના પ્રદેશ કાન્યકુન્જના ઋષિઓના જીવનસંસ્કાર ઊતર્યા હોય તેમ તેણે રાજશાસન ચલાવવાની સાથે સંસારત્યાગી તાપસી, ઋષિઓ, બ્રહ્મચારીઓની સંપર્કસાધના કર્યા કરી હતી. તે શિવધર્મ પાળતો અને જૈન ધર્મને સારું માન આપતો પ્રજાને સંસ્કારદાન કરવાનું તેનું મોટામાં મોટું કાર્ય એ હતું કે તેણે ઉત્તર પ્રદેશમાંથી ઋષિઓને-બ્રાહ્મણોને નિમંત્રી, તેમને ભૂમિ, ધન અને પશુઓનું દાન કરી, નાનામોટા શિવાલયો બંધાવી, ગુજરાત-સૌરાષ્ટ્રમાં જ્ઞાન- સંસ્કારની પરબો સ્થાપી હતી. એ કાર્ય પાછળ તેણે પુષ્કળ ધન વાપર્યું હતું. તે કાળનાં મન્દિરો તથા તાપસીના આશ્રમ સંસ્કારધામો તથા ગુરુકુળો સમાં હતાં. મૂળરાજે દાનશાળાઓ સ્થાપીને રાજ્યમાં દાનવ્યવસ્થાનો અધિકારી પણ નીમ્યો હતો. તેનાં કેટલાંક દાનપત્રો ઉપલબ્ધ થયાં છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
મૂળરાજે અનેક પરાક્રમો કરીને રાજય જમાવ્યું હતું, તેમ રાજ્યનું ધન પ્રજાના પ્રેય-શ્રેયને માટે વાપરીને સમૃદ્ધિત્યાગનું દૃષ્ટાંત પોતાના વંશજોને માટે મૂક્યું હતું. એટલું કર્યા પછી વૃદ્ધ વયે તેણે રાજયનો ત્યાગ કરી. શ્રીસ્થળમાં સંન્યાસી તરીકે રહી પ્રભુભક્તિમાં છેવટનાં વષ ગાળ્યાં હતાં.
મૂળરાજની પછી ગુર્જરેશ્વરની ગાદી પર જે જે સોલંકી વંશના રાજપુરુષો આવ્યા તેઓમાં ત્યાગધર્મની આરાધના કેટલાક કાળ સુધી જાણે સ્વાભાવિક બની હોય તેમ ચાલુ રહી. તેની પછી ચામુડ ગુર્જરેશ્વર થયો. તે શિવ ધર્મ પાળતો, છતાં એક જૈન આચાર્યને તેણે ગુરુપદે સ્થાપી તેમના ઉપદેશનો લાભ લીધો હતો. તેણે ચાળીસેક વર્ષની વયે ગાદીએ બેસી ૧૩ વર્ષ રાજ્ય કરી રાજાપદનો ત્યાગ કર્યો હતો, એટલે તેના પુત્ર વલ્લભરાજને ગાદી પર બેસાડવામાં આવ્યો હતો. ચામુણમાં કામલોલુપતા વિશેષ હતી, એટલે પોતાની બહેનના આગ્રહથી તેણે ઈદ્રિયદમન માટે સંન્યરત લીધું હતું એમ ઈતિહાસ પરથી જણાય છે. સંન્યાસી વેશે કાશીની યાત્રાએ જતાં માળવાના પરમાર રાજાએ તેની પજવણી કરી હતી તેથી તે પાછો ફર્યો હતો, અને તેના પુત્રોએ માલવનરેશને હરાવ્યા પછી તેનો યાત્રામાર્ગ મુક્ત થયો હતો. પરંતુ ત્યાર પછી ચામુડ વધુ જીવ્યો નહિ. તેણે શુકલતીર્થમાં તપસ્યા કરતાં દેહત્યાગ કર્યો હતો.
ચામુડની પછી, વલભરાજના ઓચિંતા મૃત્યુથી, દુર્લભરાજ ગુર્જરેશ્વર થયો. તેણે લોકોપયોગ માટે દુર્લભ સરોવર બંધાવેલું જેને નવો ઘાટ આપી સિદ્ધરાજે “સહસ્ત્રલિંગ તૈયાર કરાવેલું. દુર્લભરાજે પોતાના ભાઈનાગરાજના પુત્ર ભીમદેવને રાજસિંહાસન પર સ્થાપિત કરીને સંન્યાસ અંગીકાર્યો હતો.
ભીમદેવ પ્રતાપી ગુર્જરેશ્વરોમાંનો એક હતો. તેના સમયમાં મહમુદ ગઝનવીએ તોડેલું સોમનાથનું શિવાલય તેણે ફરી બંધાવ્યું હતું. તેણે માળવા સાથે લડીને યશવિસ્તાર કર્યો હતો અને રાજયવિસ્તાર પણ ક્યો હતો. મંદિરો બાંધવામાં, દાનો આપવામાં તેણે દ્રવ્યનો ઉપયોગ સારી પેઠે કર્યો હતો. વૃદ્ધાવસ્થા થતાં તેણે તાપસ જીવન અંગીકારવાનો નિશ્ચય કર્યો અને તે પૂર્વે મોટા પુત્ર ક્ષેમરાજનો રાજ્યાભિષેક કરવાનો તેનો મનોભાવ હતો, પરંતુ ક્ષેમરાજ તો જવાન વયથી તાપસ જીવનનો અનુરાગી હતો. તેણે રાજ્ય લેવાની ના કહી અને ગૃહત્યાગ કરી દધિસ્થળી પાસે આશ્રમ સ્થાપી ત્યાં નિવાસ કર્યો. આથી ભીમદેવે બીજા પુત્ર કર્ણદેવનો રાજયાભિષેક કરી પોતે તાપસ જીવન ગાળ્યું.
કર્ણદેવ મહાપરાક્રમી ગુર્જરેશ્વર હતો. તેણે કર્ણાવતી નગર વસાવ્યું હતું જે હાલનું અમદાવાદ છે. તેણે અત્યન્ત નાની વયના પુત્ર જયસિંહનો રાજ્યાભિષેક કરી સ્વર્ગગમન કર્યું હતું એમ ઈતિહાસ કહે છે.
સિદ્ધરાજ જયસિંહની નાની વયમાં તેની માતા મિનળદેવી રાજ્યનો કારભાર ચલાવતી હતી. સિદ્ધરાજ જેવો પરાક્રમી નીવડ્યો તેવો જ તે વિદ્યાપ્રેમી પણ હતો. “સિદ્ધહૈમ” વ્યાકરણ, સહસ્ત્રલિંગ સરોવર અને “દ્રમહાલય' આદિ તેની કીર્તિનાં સ્મારકો છે. પરંતુ કર્ણદેવથી તૂટેલી સોલંકી રાજવીઓની ત્યાગધર્મની આરાધના સિદ્ધરાજે ન કરી. તે અપુત્ર મૃત્યુ પામતાં ક્ષેમરાજનો પૌત્ર કુમારપાળ ગુર્જરેશ્વર થયો.
કુમારપાળ શિવ અને જૈન ધર્મનો સંયુક્ત ઉપાસક હશે, એમ તેણે કરેલાં કેટલાંક ધર્મકાર્યો પરથી જણાય છે. તેણે શત્રુંજયની યાત્રા કરી હતી તેમ સોમનાથની યાત્રા ય કરી હતી. બેઉ ધર્મનાં તીર્થસ્થાનોનો તેણે ઉદ્ધાર કર્યો હતો. તેના જીવન ઉપર હેમચંદ્રાચાર્યના ઉપદેશનો એટલો પ્રભાવ પડ્યો હતો કે તે વિશેષાંશે જૈન ધર્મનો આરાધક રહ્યો હશે એમ માનવું ઘટે છે. કુમારપાળની ધર્મરુચિ અનુપમ હતી. તેણે સ્વયં ધર્મારાધન કરવા ઉપરાંત લોકોને ધર્મારાધક બનાવવા અને નિત્યજીવનમાં સુખી વા નમથકર
Page #3
--------------------------------------------------------------------------
________________ સોલંકી રાજવીઓનો ત્યાગધર્મ 5 કર્યું હતું. તેણે ધનની, સુખ-વિલાસની અને અનેક સંસારી વસ્તુઓની આસકિત વ્રતગ્રહણ દ્વારા છોડી હતી. તે મૃત્યુ સુધી રાજા રહ્યો પરંતુ તેનું જીવન સંયમવડે શ્રેયમાર્ગનું આરાધક નીવડ્યું હતું એમ જણાઈ આવે છે. - કુમારપાળ પછીના સોલંકી વંશના રાજવીઓમાં ત્યાગધર્મનું આરાધન ઉત્તરોત્તર ઘટતું ચાલ્યું હતું. માંહોમાંહેના સંઘર્ષણથી તેઓ ઘસાવા લાગ્યા હતા અને જીવનકલહમાં દટાઈ રહેવાથી સોલંકી વંશની ઊતરતી કળા આવી હતી. રાજા રાજ્ય કરે, યુદ્ધ કરે, હિંસા કરે, પીડન કરે અને રસથી અનેક પ્રકારનાં સુખો ભાણે; એવો રાજવી વૃદ્ધ થાય, શકિત ઘટે, ઈદ્રિયો શિથિલ બને, વિલાસની તૃપ્તિ અનુભવે અને પછી પુત્રને રાજ્ય સોંપી વાનપ્રસ્થ થાય, તાપસ બને, કિંવા સંન્યાસી બની એકાકી જીવન ગાળે અને છેવટે મૃત્યુ પામે : તે શું બહુ મહત્વની ઘટના છે? પહેલાં પાપ કરવું અને પછી પાપનાં પ્રક્ષાલનનાં સત્કાર્યો કરવાં એ શું દેભાચરણ નથી ? આવા પ્રશ્નો સોલંકી રાજવીઓ પૂરતા ઉપસ્થિત થતા નથી, તે પૂર્વ અને તે પછી થયેલા અનેક રાજવીઓ અને ઈતર વ્યક્તિઓને તે સ્પર્શે છે, કે જેમણે ઉત્તર જીવનમાં વાનપ્રરથ થવાનું કે સંસાર ત્યજી તોય જીવન ગાળવાનું ઈષ્ટ માન્યું હતું. ત્યાગ ત્યારે જ ત્યાગ છે કે જયારે માનવી સિદ્ધિ-સમૃદ્ધિ સંપાદન કરનાર, પરાક્રમી કે વીરશાલી હોય અને એ તરફ આસક્તિ ન રાખતાં તેનો ત્યાગ કરવા તત્પર બને. ત્યાગનું એ ઉચ્ચ બિંદુ છે. અસમર્થ કે અશક્તિમાનનો ત્યાગ તે ત્યાગના નામને યોગ્ય જ લેખાય, તે નિર્વીર્થત્વ કહેવાય. સ્વાભાવિક રીતે રજ-તમ-સવના સંમિશ્રણરૂપ મનુષ્ય જીવનમાં પોતાના તેજને ફુરાવવા લાગે છે. એ ફુરણ દ્વારા કરેલી સિદ્ધિ કે પ્રાપ્ત કરેલી સમૃદ્ધિ પરની તેની આસક્તિ ત્યારે જ છૂટે છે–ઘટે છે–કે જ્યારે તેનો સત્ત્વગુણ ઉદયમાં આવે છે, પ્રિય વસ્તુની પ્રાપ્તિ કરતાં પ્રાપ્ત વસ્તુ પ્રત્યેનો રાગ ઘટે છે અને તેનો ત્યાગ કરવામાં રસ જાગે છે; એ રીતે તેને શ્રેયસનો–આત્મકલ્યાણનો પથ સાંપડે છે. પૂર્વકાળે જે જે રાજવીઓએ—જૈનો કે જૈનેતરોએપરાક્રમો કર્યા છે અને પછી સંસારનો કે સુખસમૃદ્ધિનો ત્યાગ કર્યો છે તે પ્રેમ અને શ્રેયનો સમન્વય છે અને આત્મકલ્યાણ કરાતા એકાંત સંસારત્યાગ કરતાં ઓછો મહત્વનો નથી. I. SCE Tદ જ ISIS . le|lugillllulal | goog છે - IS Aવી |||||||કી w it. 15. I It શંકર =