Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ શેઠ વાડીલા લ પુનમ ચંદ જન્મ : વિક્રમ સંવત ૧૯૨૨ દેહોત્સર્ગ : વિક્રમાર્ક ૧૯૮૮ ચૈત્ર વદ ૧ ખારાપાટમાં આવેલા શ્રી રાધણપુરના આ વ્યવસાયરસિક વિશિષ્ટ ધર્મચિવાળા સજજનને જન્મ વિ. સંવત ૧૯૨૧ માં થયો હતો. રાધણુપુરમાં જૈનધર્મની જાહોજલાલી છે. એને સિતારે ઉત્તરોત્તર ચઢી આવે છે. એ શહેરે અનેક લક્ષ્મીપતિઓને જન્મ આપે છે. રણને કાંઠે આવેલ એ નવાબી રાજયના રેલ્વેથી દૂર પડેલા શહેરે પિતાના અનેક સુપુત્રોને વ્યાપારની શોધ માટે મુંબઈ મોકલી આપ્યા છે, તેમાંના એક શ્રીયુત વાડીલાલ પુનમચંદ હતા. ખૂદ શહેરમાં સામાન્ય ધંધાને કારણે એ રણકંઠાળના ભદ્રશહેરે જૈનપુરીનું સુરમ્ય નામ ધારણ કરી અનેક ધર્મસ્થાનો અને મંદિરોથી ભરપૂર બનાવી જનતા પાસે એક આકર્ષક ચિત્ર રજૂ કર્યું છે. ત્યાંની સુંદર હવેલીઓ કે સ્થાને મુંબઈની સારી કમાણીનું જવલંત ચિત્ર રજૂ કરી પરદેશ ખેડતા સાહસિકોની ધર્મભાવના અને સુરુચિનું પ્રદર્શન કરી રહેલ છે અને દૂર છતાં અનેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આવા રેલ્વેથી દૂરના શહેરમાં શેઠ વાડીલાલભાઈનો જન્મ સદ્વિચારશાળી ધર્મભાવનાપ્રધાન કુટુંબમાં થયો. તેમના પુરોગામી વડીલબંધુ શ્રીયુત હરગોવનદાસ પુનમચંદના પરિચયમાં જેઓ આવેલા છે તે સર્વે તેમની ધર્મશ્રદ્ધાની અને ત્રતનિયમાદિની મુક્તકંઠે પ્રશંસા અદ્યાપિ પર્યત કરે છે. સુરુચિ અને વિશુદ્ધ શ્રદ્ધાવાળા આપ્તવર્ગની વચ્ચે ધર્મ સમ્મુખ કુટુંબમાં જન્મ થે એ પણ સુપુણ્યના યોગે જ બની આવે છે. શ્રી વાડીલાલ શેઠને એ લાભ સારી રીતે મળે અને તેને પરિણામે તેઓ આજીવન વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક ધર્મમય જીવન તરફ પ્રેરાતા રહ્યા અને બનતી સર્વ રીતે એને દ્રવ્ય અને ભાવથી સ્વીકાર કરી એની આજ્ઞાનો અમલ કરવામાં જીવનસફળતા માનતા રહ્યા. આ રીતે તેમના આ મનુષ્યભવની સુંદર શરૂઆત રાધણુપુર શહેરમાં થઈ. પિતાનું નામ શેઠ પુનમચંદ માણેકચંદ હતું. તેઓની રાધણપુર શહેરમાં સ્થિતિ મધ્યમ પ્રકારની હતી, છતાં સમાજમાં સ્થાન ઉચ્ચ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 651