Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ગીમાં સર્જનશક્તિ છે અને કથામાં કથા કહેવાની અને સંક્ષેપવાની રીતિમાં આકર્ષક તત્ત્વ છે. કળાકાર તરીકે તેમનું અતિ ઉચ્ચ સ્થાન છે. ગ્રંથ કળામયે છે એ બતાવવા ચોથ વિભાગ ગ્રંથને અંગે લખ્યો છે અને તેને છેડે અનુસુંદરના પાત્રની ઐતિહાસિકતા પર ચર્ચા કરી છે (પૃ. ૨૨૬ થી ૨૭૧) આવી રીતે ગ્રંથની વિશિષ્ટતાસૂચક બાબતે તારવી કાઢવાનો પ્રયાસ કર્યો છે, તેમાંની કોઈ કોઈ બાબત ગ્રંથકારના શીર્ષક નીચે મૂકવા જેવી જરૂર છે. એમ કરવામાં મને વાંધો જણાયો નથી. આ રીતે ચોથે ગ્રંથવિભાગ પૃ. ૨૭૧ સુધીમાં ચરર્યો છે. ગ્રંથકાર શ્રી સિદ્ધગિણિના સંબંધની હકીકતના પાંચ વિભાગો પાડ્યા છે. (૧) ગ્રંથ પ્રશસ્તિ લેખ, (૨) ગ્રંથમાંથી ગ્રંથકારના ચરિત્રને અંગે મળતાં સાધનો, (૩) પ્રભાવક ચરિત્રમાંનું ગ્રંથકર્તાનું ચરિત્ર, (૪) કુવલયમાળાના કર્તા દાક્ષિણ્યચિહ્ન માટે મળતી હકીક્ત અને (૫) શ્રીમદ્ હરિભદ્રસૂરિના સમયની ચર્ચા. ગ્રંથકારના ચરિત્રને અંગે આ પાંચ બાબત પર વિચારણા કરી છે, શોધખોળ કરી છે, પત્રવ્યવહાર કર્યો છે અને તે સર્વનું પરિણામ અત્ર રજૂ કર્યું છે. ગ્રંથકારના શીર્ષક નીચે ગ્રંથકારના ચરિત્રનો વિષય જ લેવામાં આવ્યો છે એટલે ગ્રંથના શીર્ષક સાથે ઘુંચવાડો ન થાય. શ્રી સિદ્ધષિ મહારાજે ગ્રંથને છેડે પ્રશસ્તિ લખી છે. તેમાં પિતાની ગુરુપરંપરા સંક્ષેપમાં આપી છે. લેખક તરીકે પિતાનું નામ સિદ્ધ એટલા અક્ષરે આપ્યું છે, શ્રી હરિભદ્રસૂરિનો આભાર માન્યો છે, ગ્રંથ પ્રકાશન સ્થાનને નિર્દેશ કર્યો છે અને ગ્રંથની પ્રથમ નકલ કરનાર ગણુ સાધ્વીનું નામ ઐતિહાસિક કરી જીવતું રાખ્યું છે. (પૃ. ૨૭૨ થી ૩૧૧). ગ્રંથકર્તા મહાશયના ચરિત્રને અંગે ગ્રંથમાંથી શી શી હકીકત મળે છે તે પર ચર્ચા ત્યારપછી એ જ વિભાગમાં કરી છે (પૃ. ૩૧૨–૩૧૬ ), અને ત્યારપછી પ્રભાવક ચરિત્રમાં ચૌદમો પ્રબંધ લખ્યો છે તેની શાહદત આપી (તે ચરિત્ર અને તેનું ભાષાંતર તે ગુજરાતી ભાષાવતરણમાં બીજા વિભાગમાં પૃ. ૧૪૩૦ થી ૧૪૬૦ સુધીમાં આપી દીધેલું હતું તેથી અત્ર તે તેને નિર્દેશ જ કર્યો છે) તેના પ્રત્યેક વિભાગ પર વિસ્તારથી સુગ્રાહ્ય ચર્ચા કરી છે. તેમાં ખાસ કરીને કવિવર માઘના સમયની ચર્ચા પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. ગ્રંથ લખવાને પ્રસંગ સદર ચરિત્ર અનુસાર કયો છે તે પર શક્યાશક્યતાની વિચારણું કરવામાં આવી છે. પૃ. ૩૧૬ થી ૩૫૦ સુધીની આ હકીકત પર ખૂબ વિસ્તારથી ચર્ચા થવાની જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 651