Book Title: Siddhahem Shabdanushasan ane Malaygirishabdanushasan Author(s): Jaydev M Shukla Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 3
________________ ૩૪ સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિરિશબ્દાનુશાસન કૃત જૈનેન્દ્ર શબ્દાનુશાસન છે. પાંચ અધ્યાય, વીસ પાદ અને ત્રણ હજાર અડસઠ સૂત્રોવાળા આ ગ્રંથમાં સૂત્ર, ધાતુ, ઉણદિ અને ગણપાઠ પ્રાપ્ત થાય છે. આ વ્યાકરણમાં પ્રત્યાહારોને સ્વીકાર થયો છે તેથી તેમાં પ્રત્યાહાર સૂત્રો હેવાં જોઈએ પરંતુ અભયનન્દીની મહાવૃત્તિમાં પણ તે મળતાં નથી. જૈનેન્દ્ર વ્યાકરણમાં પાણિનિ, કાત્યાયન, પતંજલિ અને ચન્દ્રને યથેચ્છ ઉપયોગ થયો છે. તેવી જ રીતે ઈસુની આઠમી સદીમાં થયેલા આચાર્ય અભયનન્દીની જૈનેન્દ્ર સૂત્રો ઉપરની મહાવૃત્તિમાં કાશિકા, ન્યાસ અને ચાન્દ્રવૃત્તિનો મનભર ઉપયોગ થયો છે. બૌદ્ધ અને જૈન વ્યાકરણ પરંપરાઓ ઉપરનું પાણિનિનું ઋણ કેટલું સાદ્યન્ત છે તેને માટે એક ઉદાહરણ બસ થશે. પાણિનિના સૂત્રનિયમ અનવરને સ્ત્રી (૩. ૨. ૨૧) પ્રમાણે ગઈકાલના પ્રસંગને જણાવવા માટે હ્યસ્તન ભૂતકાળ વપરાય છે. આ સૂત્ર ઉપરનું વાર્તિક પરોક્ષે ૨ વિજ્ઞાને જુનવિષા જણાવે છે કે આ પ્રસંગ લોકપ્રસિદ્ધ હેય અને પ્રયકતાએ પોતે જે ન હોય પરંતુ તેનું દર્શન તેને માટે સંભવિત હેાય ત્યારે પણ આ જ કાળ વપરાય છે. આ નિયમનાં બે ઉદાહરણ પતંજલિએ આપ્યાં છે; જાથાનઃ સાતમા અને અથવા માધ્યમિwIFા આ ઉદાહરણોમાં અધ્યાની પાસેના પ્રાચીન નગર સાકેત ઉપરના અને ચિતોડ પાસેની માધ્યમિકા નગરી ઉપરના મીન્ડરના વિજયને ઉલેખ છે. આનાં અનુકરણે ચાન્દ્રવૃત્તિમાં બનાસકળ દૂiાના (૧. ૨. ૮૧), જૈનેન્દ્ર-મહાવૃત્તિમાં જળઘેરા મથામ્ (૨. ૨. ૯૨), શાકટાયન અમોઘવૃત્તિમાં વ ધારે અપાતીની (૪. ૩. ૨૦૮), સિદ્ધહેમચન્દ્રમાં - સિદ્ધાને અવન્તીના (૫. ૨. ૨૮) અને મલયગિરિમાં જાતીન કુમારપાત્ર . (કૃદન્ત ૩. ૨૩) એવાં મળે છે. જેને શબ્દાનુશાસન પછીની બીજી જૈન વ્યાકરણ પરંપરા શાકટાયન વ્યાકરણ પરંપરા છે. રાષ્ટ્રકૂટ અમોઘવર્ષ પહેલાના અર્થાત ઈસવીસનના નવમા સૈકાના ઉત્તરાર્ધમાં થયેલા અને પાલ્યકીર્તિ એવું નામાંતર પામેલા શાકટાયને સત્રપાઠ રો અને સૂત્રપાઠ ઉપર અમોધવૃત્તિની પણ તેમણે રચના કરી. તેમણે ગણપાઠ, ધાતુપાઠ, ઉણદિપાઠ, પરિભાષાપાઠ અને લિંગાનુશાસન પણ રચ્યાં. - દક્ષિણના કદંબ રાજાઓની અમીદષ્ટિ પામેલી અને પાછળથી દક્ષિણની દિગંબર જૈન પરં. પરાએ અપનાવેલી યાપનીય પરંપરામાં આ શાકટાયન આચાર્યની પ્રસિદ્ધિ છે. શાકટાયનસૂત્રમાં અને અમાધવૃત્તિમાં કાશિકા, ચાન્દ્રવૃત્તિ અને ન્યાસનું પૂરેપૂરું અનુસરણ જોવા મળે છે. વ્યાખ્યાનને વિસ્તાર અને વિપુલ ઉદાહરણે અમેઘવૃત્તિની વિશિષ્ટતા છે. પાણિનીચ વ્યાકરણપરંપરા પછીની આ બધી વ્યાકરણપરંપરાઓ મુનિત્રયે પ્રવર્તાવેલા સિદ્ધાન્તમાં કશું ઉમેરો કરતી નથી. તેમનામાં પ્રાચીન કે નવીન ભાષાપ્રયોગોના વિશિષ્ટ ઉલ્લેખ મળતા નથી. સમકાલીન સાહિત્ય સાથે તેમને ઝાઝે સંબંધ નથી અને આવા સાહિત્યના અનુલક્યમાં તેમનાં વિધાનમાં પણ કશા ફેરફાર જોવા મળતા નથી. હેમચંદ્રાચાર્યનું સિદ્ધહેમ શબ્દાનુશાસન આમાં અપવાદ છે. સૂત્રનિયમને નવેસરથી રજૂ કરાતે ક્રમ, સંજ્ઞાઓમાં મનગમતા ફેરફારો અને વિધાનલાધવમાં એમને મોલિક્તાનાં દર્શન થાય છે. આવી સ્પષ્ટ મર્યાદાઓ હોવા છતાં પાણિનીય પરંપરાના મુનિત્રયનાં વચનને તેમણે બરાબર સાચવી રાખ્યાં છે. અષ્ટાધ્યાયીની સ્વરદિકી પ્રક્રિયાના ત્યાગ સિવાય તેમણે બીજુ કશું ગુમાવવાનું ઇષ્ટ માન્યું નથી. પરિણામે પાણિનીય પરંપરાનાં સૂત્રવાર્તિકભાષ્યકથનોના પાઠશોધન માટે આ વ્યાકરણગ્રંથે ઉપયોગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9