Book Title: Siddhahem Shabdanushasan ane Malaygirishabdanushasan
Author(s): Jaydev M Shukla
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 8
________________ જયદેવભાઈ શુકલ ૩૯ પરિશિષ્ટમાં આપવામાં આવી છે. વૃત્તિમાં વ્યાકરણનિષ્ઠ ચર્ચાના સંદર્ભમાં મલયગિરિએ કરેલા નિયમવિધાનને તેમણે સૂત્ર તરીકે શોધવાના પ્રયાસ કર્યાં છે. આ પ્રયાસ માટે તેમણે પાણિનિ, ચન્દ્ર, શાકઢાયન અને હેમચન્દ્રના કાર્યની પણ મદદ લીધી છે. આને પરિણામે કેટલીકવાર શબ્દાનુ શાસનમાં ન મળતા પણુ વૃત્તિની વ્યાકરણુચર્ચામાં સૂચવાયેલા કાઈક સૂત્રનિયમન તેમણે સમુદ્દાર કર્યા છે. પરિશિષ્ટા ૪, ૫, ૬ અને ૭માં ઉણુાદિસૂત્રનાં વૃત્તિસ્થલા, પ્રાકૃતવ્યાકરણ સત્રાનાં વ્રુત્તિસ્થલા, વાતિ કે અને પરિભાષ સૂત્રોની સૂચિ આપવામાં આવી છે. મલયગિરિના શબ્દાનુશાસનમાં ઉણુાદિસૂત્રો પ્રાપ્ત થતાં ન હેાવાથી વૃત્તિસ્થળા ઉપરથી તેમના અસ્તિત્વની કલ્પના પ`ડિતજીએ કરી છે. એવી જ રીતે પ્રાકૃતવ્યાકરણનાં સૂત્રો અંગેની કલ્પના કરવામાં આવી છે. આઠમા પરિશિષ્ટમાં શબ્દનુશાસનમાં પ્રાપ્ત થતાં પદ્યોની અકારાદિ ક્રમથી સૂચિ આપવામાં આવી છે. આ બધાં પદ્મોનાં સંદર્ભ સ્થળા અગાઉ સૂત્ર અને વૃત્તિના પાઠમાં દર્શાવવામાં આવ્યાં છે. નવમા પરિશિષ્ટમાં સૂત્રવૃત્તિમાં પ્રાપ્ત થતાં પરંતુ સૂત્રો તરીકે પ્રાપ્ત ન થતાં સૂત્રોની સૂચિ આપવામાં આવી છે અને દશમા પરિશિષ્ટમાં વિશેષનામેાની સૂચિ પ્રાપ્ત થાય છે. મલયગિરિશબ્દાનુશાસનનું પંડિતજીનું શાસ્ત્રીય સ ંપાદન તેમના સૂક્ષ્મ વ્યાકરણઅભ્યાસ અને સંશાધનનું દ્યોતક છે. સિદ્ધહેમશબ્દાનુશાસનનેા પંડિતજીના અભ્યાસ આજીવન અને અનન્ય હતા. શબ્દાનુશાસનનાં બધાં જ સૂત્રો અને અનેક સૂત્રો ઉપરની વૃત્તિ તેમને જિવાત્રે હતાં એટલું જ નહિ પરંતુ હૈમ ધાતુપાઠના ૨૨૦૦ ધાતુ તેમને તેમના કાશીના યશા વિજય પાઠશાળામાંના અભ્યાસકાળથી જિાગ્રે હતાં. આ ધાતુપાઠની તે રાજ આવૃત્તિ કરી જતા. તેમના આ શબ્દાનુશાસનના સૂક્ષ્મ અભ્યાસનુ સુફળ, ગ્રંથનિર્માણ એડે ઈ. સ. ૧૯૭૮ અને ૧૯૮૧માં પ્રસિદ્ધ કરેલ સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનનેા લઘુવૃત્તિ-સસૂત્ર ગુજરાતી અનુવાદ છે. આ ગ્રંથના સંસ્કૃત વ્યાકરણના વિભાગને અધ્યાય ૧ થી ૪ના એક ખંડમાં અને અધ્યાય ૫ થી ૭ના ખીજા ખંડમાં એમ બે ખંડમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. પડિતજીના જણાવ્યા પ્રમાણે આ મે ખંડે। શબ્દાનુશાસનનાં મૂળ સૂત્રો અને લઘુવૃત્તિના અનુવાદ રૂપે છે. ખીજા ખંડને અ ંતે હૈમધાતુપાર્ટને ધાત્વ સાથે આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ` છે કે આ પુસ્તકમાં વિવેચનનુ વિશેષ સ્થાન નથી અને સમગ્ર પુસ્તક વિવેચન રૂપે નથી. અનુવાદની યાજના પ`ડિતજીએ લઘુત્તિના પાઠ પ્રમાણે કરી છે, તેથી દબાવ્યઃ । (૫. ૨. ૯૩) સૂત્રથી સૂચવાતા અને ગૃહવૃત્તિમાં સ્થાન પામેલા ૧૦૦૬ સૂત્રોવાળા ઉણાદિ પ્રકરણના વિભાગને, તે લઘુવૃત્તિમાં ન હેાવાથી આ પુસ્તામાં સામેલ કર્યાં નથી. પ્રથમ ખંડના પહેલા ચાર અધ્યાયેાની વિષયયાજના એમના પ્રથમ ખડના પ્રાસ્તાવિક વક્તવ્યમાં તેમણે આપી છે. પહેલાં ત્રણ સૂત્રોમાં હેમચન્દ્રાચાય ના શાસ્ત્રીય અભિગમ ધાર્મિક પર પરાથી કેવા મુક્ત હતા તે પડિતજીએ દર્શાવ્યું છે. અમ્ । સૂત્ર ભારતીય દેત્રિમૂર્તિ અને નિર્વાણુનું વાચક છે; તે રીતે આ શબ્દાનુશાસન એકદેશીય નહિ પણ સાવ દેશીય ગણાય, ખીજ સૂત્ર સિદ્ધિ: ચાર્વાહાત્ । માં ઉલ્લેખાયેલા સ્યાદ્વાદ સિદ્ધાન્તના વિચાર પ્રમાણે તેમણે શબ્દને તેની લોકપ્રસિદ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9