________________
આજે તે તેઓશ્રી દિવંગત થયા છે, પરંતુ તેમના એ પુણ્યકાર્યની દિવ્ય જ્યોત આજે પણ ઝગમગી રહી છે. '
શાસન સમ્રાટ્ વિજયનેમિસૂરિજી મહારાજ ચાહેબના તેઓ અનન્ય ભક્ત અને આજ્ઞાંકિત વિનેય; ગૃહસ્થ શિષ્ય હતા, તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક જિમંદિરમાં ઘણુ જિનબિંબે ભરાવવામાં તેમ જ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષમીના મમત્વને ત્યાગ કરીને ઘણાં પુણ્ય કાર્યો કર્યા છે. - આ સિવાય તેઓશ્રીએ મહા મંગલકારી પાપ નિવાસ્ક ને શાંતિદાયક નવકાર મહામંત્રને વિધિપૂર્વક નવ લાખ જાપ પૂર્ણ કર્યો હતો અને તેની પૂર્ણાહૂતિના સંદર્ભમાં ભારે દબદબાપૂર્વક અને અદકેરા ઉત્સાહથી શ્રી સિદ્ધચક્રનું પૂજન કરાવ્યું હતું. - શેઠશ્રી તે આજે ચાલ્યા ગયા છે. પરંતુ કેટલાક માનવી ફૂલ જેવા હોય છે, ફૂલ ખરી જાય છે, પણ પાછળ પમરાટ છોડી જાય છે, તેની પાંખડી પાંખડી ખત્મ થઈ જાય છે. પરંતુ તેની દરેક પાંખડી તેની મધુર સુવાસ મુકી જાય છે.