Book Title: Shrutsagar 2016 11 Volume 03 06
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 22 SHRUTSAGAR November-2016 સિંઘી જૈન ગ્રંથમાલાના સંસ્થાપક બાબૂ રાયબહાદુર શ્રી ધનપતસિંહજી સિંઘીનો જન્મ મુર્શિદાબાદમાં વિ.સં. ૧૯૪૧માં થયો હતો. તેનાં વિવાહ બંગાળના એક જૈન સદ્ગહસ્થ લક્ષ્મીપતસિંહજીની પૌત્રી તિલકસુંદરી સાથે વિ.સં. ૧૯૫૪માં થયા હતા. જેથી તેઓએ એક પ્રસિદ્ધ જૈન કુટુંબ સાથે સંબંધ બાંધ્યો અને તેમનાં પિતાશ્રી ડાલચંદજી સિંધી પણ જૈનમહાજનોમાં સચ્ચરિત પુરુષ હતાં. તેમનાં પિતાને જૈનધર્મનાં વિશુદ્ધ તત્ત્વોનાં પ્રચાર અને સર્વોપયોગી જૈન સાહિત્યના પ્રસારમાં ખાસ રુચિ હતી, વળી કલકત્તામાં સાહિત્યિક કેન્દ્રની સ્થાપના કરવાની યોજના તેઓ વિચારી રહ્યા હતાં. પરંતુ ઈ.સ. ૧૯૨૭માં તેમના પિતાજીનો સ્વર્ગવાસ થયો. પિતાજીનું આ સ્વપ્ન પુરૂ કરવાનું કાર્ય એમનાં પુત્ર રાયબહાદુર શ્રી ધનપતસિંહજી સિંઘી એ કર્યું. ગ્રંથમાળાની સ્થાપના – ઈ.સ. ૧૯૩૧માં વિશ્વવંદ્ય કવીન્દ્રશ્રીરવીન્દ્રનાથ ટાગોરની વિભૂતિવિહારમાં વિશ્વવિખ્યાત શાંતિનિકેતનનાં વિશ્વભારતી વિદ્યાભવનમાં શ્રી રાયબહાદૂર શ્રી ધનપતસિંહજીએ “સિંઘી જૈન જ્ઞાનપીઠ'ની સ્થાપના કરી ત્યાં જૈન સાહિત્યના અધ્યયન-અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું, ત્યારબાદ જૈનપુસ્તકોનું પુનરુદ્ધરણનું કાર્ય શરૂ થયું. અગણિત ઐતિહાસિક પુસ્તકો જૈનભંડારોમાં હતાં, પરંતુ વિદ્વટ્સપર્કના અભાવે તે પ્રકાશમાં આવ્યાં ન હતાં. પણ પાટણના પુરાતન જૈન ભંડારોનું અવલોકન કરતાં ઐતિહાસિકતા તરફ દ્રષ્ટિ પડી અને “શ્રીમત્કાંતિવિજય મ.સા.ની દિવ્ય પ્રેરણા તથા ‘આગમોદ્ધારક મુનિ શ્રી પુણ્યવિજયજી'ની સહકારિતાથી આ કાર્ય માટે આગળ વધ્યાં, તેમજ અનેક સ્થાનેથી પ્રેરણા પ્રાપ્ત કરી આ “સિંઘી જ્ઞાનપીઠ'ની સાથે “સિંઘી જૈન ગ્રંથમાલા” શરૂ કરવાની યોજના ઘડાઈ. તથા ‘પ્રબંધકોષ, કુમારપાલપ્રબંધ, વસ્તુપાલચરિત્ર, વિમલપ્રબંધ' આદિ શિલાલેખ, તામ્રપત્ર ગ્રંથપ્રશસ્તિ આદિ સાધનની સંકલના શરૂ થઈ, અને અંતે ઈ.સ. ૧૯૩૧માં શ્રી રાયબહાદુર શ્રી ધનપતસિંહ સિંઘીના પિતા શ્રી ડાલચંદજી સિંઘીની પુણ્યસ્મૃતિમાં “સિંઘી જૈન ગ્રંથમાલા”નો પ્રાદુર્ભાવ થયો. જેનું પ્રથમ મણિ એટલે કે “પ્રબંધચિંતામણી” નામનો ગ્રંથ પ્રકાશમાં આવ્યો. ગ્રંથમાળાનો ઉદેશ્ય – આ ગ્રંથમાળાનાં પ્રકાશનકાર્ય અંતર્ગત બધાં ગ્રંથનાં મુખપૃષ્ઠ ઉપર પ્રદેશસૂચક ઉલ્લેખ અંકિત કરેલા જ હોય છે. તદનુસાર જૈન સાહિત્યોદ્ધારનું ક્ષેત્ર ખુબ વિશાળ છે. મુખ્ય રીતે તો જૈનપ્રવચન અંતર્ગત આગમિક, દાર્શનિક, સાહિત્યિક, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36