________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
31
श्रुतसागर
नवम्बर-२०१६ છે કે જ્યારે રાજમાં રહેતી દરેક જાતની યા કોમની રૈયતના મનને આદગી અને નિશ્ચિતપણું રહેલું હોય. હાલમાં શ્રાવક હરખા પરમાનંદજીએ જહાંપનાહની દરબારમાં આવી અમલદારો મારફતે અરજ કરી કે વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ અને ખુસફહમ નંદજી (!) એઓ હમારા આચાર્યો છે, અને ઠેકઠેકાણે તેમનાં દેરાં ને ધરમશાળા છે, અને તેઓ હંમેશાં પવિત્ર-ધાર્મિક-કામમાં, સેવાપૂજામાં અને ઈશ્વરને યાદ કરવામાં મશગૂલ રહે છે, અને ખરેખર હમને મજકૂર શ્રાવક હરખા પરમાનંદજીની વફાદારીની ખબર છે કે એ હમારું શ્રેય ચાહતા, વફાદાર માણસ છે, તેથી હમારી જહાંપનાહની-દરબારમાંથી હુકમ કાઢવામાં આવે છે કે એ કોમની ધરમશાળા કે તેમના દેરામાં કોઈએ મુકામ કરવો નહિ અને તેની નઝીકમાં પણ કોઇ રીતની દખલગીરી ન કરવી, અને તેઓ તહેને ફરીથી નવાં બનાવવા માગે તો તેમાં પણ અડચણ ન કરવી. વળી હેમના શિષ્યોના મકાનમાં પણ કોઇએ ઉતારો રાખવો નહિ, અને તેઓ જો સોરઠના મુલકમાં શેત્રુજે જાત્રા કરવા જાય તો કોઇએ તેમની પાસે કશું માગવું નહિ.
વળી એ જ માણસની માગણી અને અરજ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે દરેક આઠવાડીઆમાં, બે વાર-દિવસ એટલે રવિ તથા ગુરુવારે, દર મહીને તે મહીનાને પહેલે દહાડે, તેમજ ઇદ (તહેવાર)ને દહાડે, તેમજ દર વરસે ચૂર માસમાં...(!) તેમજ હમારી ઉમરનાં જેટલાં વર્ષ વીતી ગયાં છે તે વર્ષ ગણી દર વર્ષે એક દિવસ એ પ્રમાણે, હમારા આખા રાજમાં કોઇ પણ જાનવરને કતલ કરવું નહિ, તેમ તેનો શિકાર કરવો નહિ, તેમજ પક્ષી માછલાં, વગેરે જીવોને પકડવાં નહિ યા મારવા નહિ. આ હુકમ પ્રમાણે ચાલવાને સૌએ કોશિશ કરવી એનાથી વિરૂદ્ધ વર્તવાને કોઇને અવકાશ જ નથી આ ફરમાન ખાનજહાન મારફત નીકળેલું.
શ્રી કુ. મો. ઝવેરીએ અનુવાદિત કરેલ આ છ ફરમાનોમાંની હકીકતને જ પુષ્ટ કરે એવું એક લખાણ શ્રી હરગોવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ લખેલ ‘ટચુકડી ચોથી સો વાતો' નામક પુસ્તકમાંથી ઉદ્ધત કરીને અહીં પરિશિષ્ટ રૂપે આપું છું.
પરિશિષ્ટ
શાન્તિદાસ અને શાહજહાન
સામાન્ય રીતે એવું મનાય છે મુસલમાનો હિંદુઓને જુલમથી વટાળતા, તેમનાં દેવાલયો તોડી નાંખતા, અને હિંદુ ધર્મનો ઉછેદ કરવા મથતા; પરંતુ
For Private and Personal Use Only