________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
SHRUTSAGAR
November-2016
ઉપદેશતરંગિણી જેવા અનેક ગ્રંથો માટે આધાર ગ્રંથ પ્રબંધ ચિંતામણિ છે. આમાં વિક્રમરાજા થી કર્મસાર આદિ રાજાઓનાં ચરિત્ર તથા તેના રાજ્યનો પરિચય
26
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણવ્યો છે. અનેક પ્રબંધ હોવાનાં કારણે આ પ્રબંધ સંગ્રહાત્મક ગ્રંથ તરીકે પણ મુલવવામાં આવે છે. આ સંગ્રહના અવલોકનથી ઘણી બધી જાણકારી પ્રાપ્ત થાય છે તથા ઇતિહાસના અભ્યાસુઓ માટે આ સંગ્રહ અવશ્ય અવલોકનીય છે. પ્રમાણ મીમાંસા (દાર્શનિક)
સિંઘી જૈન ગ્રંથમાળાના દ્વિતીય ઉદ્દેશ્ય જૈનશાસનનાં દાર્શનિક ગ્રંથ પ્રકાશિત કરવાનું હતું. જેમાં યશોવિજયજી વિરચિત ‘જૈન તર્કભાષા' એ પ્રથમ ગ્રંથ હતો. ત્યાર બાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત પ્રમાણ મીમાંસા ગ્રંથ પ્રકાશિત કર્યો. ભારતીય દર્શનવિદ્યાના બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન આ ત્રણ વિશિષ્ટ તત્ત્વોનું નિરૂપણ મતોની વિભિન્ન તાત્ત્વિક પરિભાષાઓમાં અને લાક્ષણિક વ્યાખ્યામાં કઈ રીતે ક્રમશઃ વિકાસ, વૃદ્ધિ અને પરિવર્તન થયું તેનું ખુબ સારા પ્રમાણમાં પ્રતિષ્ઠિત જ્ઞાનનું નિરૂપણ કરેલું છે. સંસ્કૃત પ્રવેશ, ભારતીય પ્રમાણ, ન્યાય પ્રમાણ, સ્થાપન યુગ, વગેરે તથા તત્વજ્ઞાન વિષયોપરિ હેમચંદ્રાચાર્યજીએ વિશિષ્ટ ધ્યાન આપેલુ છે. માત્ર જૈનતર્કશાસ્ત્ર જ નહીં પરંતુ ભારતીય પ્રમાણશાસ્ત્ર પણ રહેલું છે.
કથાકોષપ્રકરણ (કથાત્મક ગ્રંથ)
કવિ શ્રી જિનેશ્વરસૂરીની ઉપલબ્ધ કૃતિઓમાં કથાકોશ એ તેમની અંતિમ રચના છે. આ ગ્રંથ મૂલ અને વૃત્તિરૂપ છે. મૂલ ગાથાબદ્ધ છે અને વૃત્તિ ગદ્યરૂપમાં છે. મૂલમાં તો માત્ર ૩૦ ગાથાઓ છે. જેમાં કથાઓનો નામનિર્દેશ કરેલો છે. કથાનું વિસ્તૃતરૂપ ગદ્યવૃત્તિમાં લખેલ છે. જેમાં મુખ્ય ૩૬ કથાઓ અને ૪-૫ અવાતંર કથાઓ છે. આ રીતે ૪૦-૪૧ કથાઓનો સંગ્રહ આપેલ છે. આ કથાઓમાં જૈનસાધુઓ દ્વારા હંમેશા આપવામાં આવેલા જિનદેવની પૂજા આદિ સ્વરૂપ પ્રકીર્ણ ઉપદેશને જ કથાબદ્ધ કરેલ છે તથા જૈન સાંપ્રદાયિક વિચારોની ચર્ચાનું ચિત્રણ સ્પષ્ટ રીતે રજુ કરેલ છે.
પ્રભાવકચરિત્ર –(ઐતિહાસિક-પ્રબંધાત્મકગ્રંથ)
પ્રભાવક ચરિત્ર મહત્ત્વનો ઐતિહાસિક ગ્રંથ છે. વિક્રમની પ્રથમ શતાબ્દી થી ૧૩મી શતાબ્દીના પૂર્વ ભાગ સુધી સાડા બારસો વર્ષમાં થયેલાં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સૌથી મહાન્ પ્રભાવક, સંરક્ષક અને શાસ્ત્રકાર આચાર્યોના કાર્યકલાપ તથા ગુણ ગૌરવોનું આ ગ્રંથમાં સુચારુ રીતે સંકલન કરેલ છે. આ ગ્રંથમાં
For Private and Personal Use Only