Book Title: Shrimad Rajchandra Life Relative Work Summary Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૪ સં. ૧૯૫૦માં, શ્રી લલ્લુજી મુનિની વિનંતીથી છ પદનો પત્ર મુંબઇથી લખી મોકલ્યો હતો, સાથે લખેલ કે, “દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી”, તેમજ મહાત્મા ગાંધીજીએ પૂછાવેલા ૨૭ સવાલના ઉત્તર આપ્યા. સં. ૧૯૫૨, સર્વસંગપરિત્યાગનો સંકલ્પ, સં. ૧૯૫૨ના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી છૂટા થયા અને મનસુખભાઈના નામે કરી દીધો. શ૨દપૂર્ણિમાના બીજા દિવસની રાત્રે નડિયાદમાં એકજ બેઠકે દોઢ કલાકમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું. સં. ૧૯૫૩ના વવાણિયામાં માતુશ્રીની બીમારીમાં સેવા કરતાં ૨૧ કડીની અનન્ય “અપૂર્વ અવસ૨”ની રચના કરી. શ્રી સોભાગભાઇને સાયલા, ઇડ૨માં બોધ આપ્યો, પરિણામે આત્મદર્શન થયું. નડિયાદના શ્રી મોતીલાલ ભાવસારના પત્ની આઠમે ભવે મોક્ષ પામવાનાં છે, તેમ કૃપાળુદેવે કહ્યું. શ્રી કલ્યાણભાઈ અને શ્રી ખીમજીભાઈને કહેલ કે, “અમને ૮૦૦ ભવનું જ્ઞાન છે.” ( કેટલાંક સ્થળે ૯૦૦ ભવનું જ્ઞાન હતું તેમ લખેલ છે) તેઓ મહાવીરના છેલ્લા શિષ્ય હતા, તે વખતે કંઈક (લઘુ શંકા જેટલા) પ્રમાદથી આટલા ભવ કરવા ( પડયા. મૂનિશ્રી લલ્લુજીને વસોમાં આત્મદર્શન કરાવ્યું. સ્ત્રી, પુત્રાદિ, અને લક્ષમીનો ત્યાગ. “ઈચ્છે છે જે જોગી જન” રાજકોટના નર્મદા મેન્સનમાં ચૈત્ર સુદ ૨, ૧૯૫૭માં લખ્યું હતું. સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ના મંગળવારે, તા. ૦૯-૦૪-૧૯૦૧ના રાજકોટના નર્મદા મેન્સનમાં દેહ છોડયો.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28