Book Title: Shrimad Rajchandra Life Relative Work Summary
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
કૃપાળુદેવ (શ્રીમદ્ રાજચંદ્રજીના) કુટુંબીઓ અને જીવનની જાણવા જેવી
અલૌકિક ઘટનાઓ.
નીચે લખેલી વિગતો (૧) જીવનસાધના (૨) શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન અને આપ્તજનો (૩) શ્રી લઘુરાજ સ્વામીના ઉપદેશામૃત (૪) જીવનદર્શન વગેરે પુસ્તકોમાંથી સંકલન કર્યું છે.
આપ્તજન
વિગત નામ | રાયચંદભાઈ રવજીભાઈ મહેતા (જન્મથી નામ લક્ષ્મીનંદન રાખેલ, સં. ૧૯૨૮માં નામ
બદલ્યું.) જન્મ સ્થળ | વવાણિયા, સં. ૧૯૨૪, કાર્તિક સુદ ૧૫, રવિવાર, તા. ૧૦-૧૧-૧૮૬૭, રાત્રે ૨ વાગે. દેહવિલય રાજકોટ, સં. ૧૯૫૭, ચૈત્ર વદ પાંચમ, મંગળવાર, તા. ૯-૪-૧૯૦૧, નર્મદા મેન્શન,
હાલનું નામ અનંતસુખ-ધામમાં સંઘરણી રોગ થવાથી, વઢવાણ કેમ્પમાં પડાવેલ ઊભા કાઉસ્સગ મુદ્રાના ફોટાની જેમ કાઉસ્સગ મુદ્રામાં કોચ પર સૂતા રહી પાંચ કલાક (૭. ૪૫ થી ૨ વાગ્યા સુધી) સમાધિમાં રહ્યા. બપોરે બે વાગે દેહ છોડ્યો. રાજકોટની સ્મશાનભૂમિના ડોસાભાઇના વડના પાસે આજી નદીના કિનારે અગ્નિદાહ આપ્યો
હતો. આ સ્થળે સમાધિમંદિર બનાવેલ છે. માતાજી દેવબાઈ, તેમનું બીજું નામ મોંઘીબેન હતું. તેઓ માળિયાના રાઘવજીભાઈ શાહના
પુત્રી હતા. તેઓ જૈન હતા. તેઓ કપાળદેવના દેહવિલય સમયે હાજર હતા. પિતાજી રવજીભાઈ પંચાણભાઈ મહેતા, જન્મ સં. ૧૯૦૨માં થયો હતો. સ્થાનકવાસી જૈન
હતા. તેમને બે પુત્રો રાયચંદભાઈ અને મનસુખભાઈ, તેમજ ચાર પુત્રીઓ શિવકોરબેન, મેનાબેન, ઝબકબેન અને જીજીબેન હતા. તેઓ કૃપાળુદેવના દેહવિલય
સમયે હાજર હતા. દાદાજી | પંચાણભાઈ મહેતાના પિતાજી શ્રી દામજીભાઈ પીતાંબરભાઈ, મોરબી નજીકના
માણેકવાડામાં પૈસેટકે ખૂબ સુખી હતા. શ્રીકૃષ્ણ ભક્ત હતા. તેમની પત્નીનું નામ
ભાણબાઈ હતું. તેમણે સં. ૧૮૯૨માં વવાણિયા આવી મકાન લીધું. આ મકાનમાં
| કૃપાળુદેવનો જન્મ થયો, ત્યારે તેઓ ૮૮ વર્ષના હતા. ૯૮મા વર્ષે ગુજરી ગયા. ભાઈ-બહેન મનસુખભાઈ એક ભાઈ અને ચાર બહેન શિવકોરબેન, મેનાબેન, ઝબકબેન અને
જીજીબેન હતાં. મનસુખભાઈ મનસુખભાઈનો જન્મ સં. ૧૯૩૩માં થયો હતો. દેહાંત સં. ૧૯૮૦માં રાજકોટમાં થયો
હતો. તેમની પત્નીનું નામ પણ ઝબકબેન, પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુરજબેન હતું. કૃપાળુદેવ સં. ૧૯૫૨ના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી
છૂટા થયા અને ધંધો મનસુખભાઈને નામે કરી દીધો. પત્ની ઝબકબેન, શ્રી પોપટભાઈ જગજીવનભાઈ (રેવાશંકર જગજીવનભાઈના મોટાભાઈ)
ઝવેરીના પુત્રી, રાજકોટ. તેમના લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ના થયાં. ત્રંબકભાઈ તેમના ભાઈ હતા. કૃપાળુદેવના દેહાંત બાદ સં. ૧૯૭૦માં ખંભાતમાં દેહ છોડયો.
તેઓ કૃપાળુદેવના દેહવિલય સમયે હાજર હતા. પુત્ર-પુત્રી | (૧) છગનભાઈ (૨) જવલબેન (૩) કાશીબેન (૪) રતિલાલભાઈ. છગનભાઈ | (૧) છગનભાઈ, જન્મ સં. ૧૯૪૬ના મહા સુદ ૧૨ના મોરબીમાં થયો હતો. દેહાંત સં.
૧૯૬૫ના ચૈત્ર વદ ૨ ના બુધવારના સવારના ૭ વાગે, ૨૦ વર્ષની ઉંમરે ક્ષય રોગથી મોરબીમાં થયો. કૃપાળુદેવ છ વર્ષની ઉંમરથી તેમને છગનશાસ્ત્રી નામથી બોલાવતા. તેમને કૃપાળુદેવ તરફ ખૂબ બહુમાન અને ભક્તિ હતાં. તેમની ઉંમરના પ્રમાણમાં ખૂબ

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28