Book Title: Shrimad Rajchandra Handbook
Author(s): Payal J Shah
Publisher: Payal J Shah

View full book text
Previous | Next

Page 13
________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારરત્નો અદભુત વચન “પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. | સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિકપર્યત) ત્યાગવા યોગ્ય છે.” પત્રાંક ૧૮૩ “અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં અતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ?” પત્રાંક ૧૭૨ “અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાની જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે.” પત્રાંક ૪૦ જરૂર - અત્યંત જરૂર - આ જીવનો કોઈ પ્રમાદ છે; નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય ? અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હોય, તોપણ તે પ્રવૃત્તિયે હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે. ( પત્રાંક ૪૯૫ જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ-દિવસ વિચારવા યોગ્ય છે. પત્રાંક ૮૧૦ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !” પત્રાંક ૩૫ “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે શાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” પત્રાંક ૮૩૯ સપુરૂષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર.” પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. પત્રાંક ૮૦૮

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 324