Book Title: Shraddheya Jinendra Varni
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી અહંકાર બિલકુલ નથી. એ માટે ગૃહત્યાગી સાધુ છે. એમણે અહીં આવીને મોટી કૃપા કરી.” પં. ગોપીનાથના પ્રવચનનો સાર સંક્ષેપમાં તેઓ લખી લેતા. એમની સ્મરણશક્તિ જબરદસ્ત હતી. ૨૬૧ ઈ. સ. ૧૯૭૦માં તેઓશ્રી રોહતક આવ્યા, ત્યારે જૂના શ્વાસના રોગનો જોરદાર હુમલો થયો અને તેઓ સમાધિમરણની વિચારણા કરવા લાગ્યા. ડૉક્ટરોનો અભિપ્રાય હતો કે રોગનું મૂળ છે શરીરમાં પાણીનું ઘટી જવું. માત્ર સાંજના એક વખત પાણી લેવાથી રોગનું શમન થઈ શકે એમ છે. ‘જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ'ની રચના અધૂરી હતી. એમના મનમાં પણ સરસ્વતીમાતાની આરાધના અધૂરી રહી જશે, એ વિચારે વ્યાકુળના હતી. ભક્તજનોએ પાણી લેવા આગ્રહ કર્યો. પણ સમસ્યા હતી વર્ગીપદની આચારસંહિતાની, જેમાં સાંજના પાણી લેવાની આશા નથી. અમુક ભક્તોએ એમને એમ પણ કહ્યું કે સમાજને જાણ કર્યા વગર અપ્રત્યક્ષરૂપે સાંજનું પાણી લઈ લો. ત્યારે એમણે દુ:ખી હૃદયે કહ્યું કે સત્યની આરાધનામાં લાગેલા સાધક માટે આ ભારે કલંકની વાત છે. દંભ, માયાચાર એમની દૃષ્ટિમાં સૌથી મોટું પાપ હતું. એક બાજુ હતાં. શ્વાસરોગ અને શારીરિક ક્ષીણતા, તો બીજી બાજુ હતો. સંકલ્પ-શક્તિ તથા સહનશક્તિથી યુક્ત પ્રબળ આત્મા ! આખરે અંતરના ઊહાપોહ બાદ જિનવાણી માનાની આરાધના પૂરી કરવા તેઓ કટિબદ્ધ થયા. તેઓશ્રી કલકત્તા ચાલ્યા ગયા. મુન્નીબાબૂ એમને કલકત્તાથી વારાણસી લઈ આવ્યા, ત્યાંથી તેઓ સારનાથ ગયા. ૭–૮ મહિના બાદ ભની સ્થિત છેદીલાલના મંદિરમાં આવ્યા. આ મંદિર ભગવાન સુપાર્શ્વનાથના જન્મન્થાન તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિર ગંગા નદીના કિનારા પર આનંદમયી આશ્રમની નજક છે. અહીં તેઓ જિજ્ઞાસુઓને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓશ્રી હવે સમ્પ્રદાય અથવા ધાર્મિક આગ્રહથી બહુ ઉપર ઊઠી ગયા હતા. વેદાન્ત હોય, ઉપનિષદ હોય કે કુરાન હોય; જ્યાંથી જે મળે તેના ગુણ ગ્રહણ કરવામાં કોઈ સંકોચ રહ્યો ન હતો. બધામાંથી તે કંઈક શોધી રહ્યા હતા, પરંતુ એમને કાંય સમાધાન નહોતું મળતું. આખરે એના પર વિચારવાનું જ છોડી દીધું. સમણસુત્ત : ઈ. સ. ૧૯૭૩માં તેઓશ્રી વર્ષા આવ્યા. એમને શ્રી વિનોબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. શ્રી વિનોબાએ એક વાર કહેલું કે જેમ બૌદ્ધોનો ધમ્મપદ’, હિન્દુ ધર્મની ‘ગીતા’ અને ખ્રિસ્તીઓનું ‘બાઇબલ' છે તો વિશ્વમાન્ય જૈનધર્મનો એક એવો ગ્રંથ હોવો જોઈએ કે જે ચારેય સંપ્રદાયોને માન્ય હોય. શ્રી વર્ણીજી માટે આ કાર્ય કઠિન જ નહિ પણ અસંભવિત જેવું હતું, પણ પુણ્યયોગથી, ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ-શતાબ્દી પર પરસ્પર વિરોધી સંપ્રદાયોના પ્રતિષ્ઠિત આચાર્યોને એકત્રિત કરીને ‘સમણસુi’ની રચના થઈ. વર્ષાથી શ્રી વર્ણીજી મહારાજ બનારસ ગયા. ત્યાં એકાદ મહિનો રહ્યા. એમની ઇચ્છા કુંભોજમાં પૂ. આચાર્યશ્રી સમન્તભદ્ર મહારાજને મળવાની હતી. તેથી ૭–૮ દિવસ માટે કુંભોજ ગયા. ત્યાં ઠંડી લાગવાથી સ્વાસ્થ્ય બગડી ગયું પણ મહારાજશ્રીને મળીને એમને ખૂબ શાંતિ મળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7