Book Title: Shraddheya Jinendra Varni
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 7
________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણ 265 તા. 24-5-83 નો દિવસ આવ્યો. આચાર્યશ્રીનો આહાર થઈ ગયો હતો. ત્યારે શ્રી વર્ગીજી મહારાજે એક એલક મહારાજને કહ્યું. “આચાર્યશ્રીને સૂચના આપો કે મારી ચેતના લુપ્ત થઈ રહી છે.” આચાર્યશ્રી એમની નજીક આવ્યા. વિનય સહિત આચાર્યશ્રીને ત્રણ વાર નમસ્કાર કર્યા. આચાર્યશ્રીએ એમને નમસ્કાર મંત્ર બોલવા કહ્યું ત્યારે તેનો બે વખત ઉચ્ચાર કર્યો. ત્રીજે અને એમનું મસ્તક આચાર્યશ્રીના ચરણોમાં ઢળી પડ્યું. આવી રીતે તેઓશ્રી તા. 24-5-83 ના રોજ સવારે 11 વાગ્યે પરમ શાંત ભાવ સહિત મહાપ્રયાણ કરી ગયા. તેમણે જે નિષ્ઠા અને નિરાકુળતાથી સમાધિમરણ’નાં સુમેરુ પર આરોહણ કર્યું તેનાથી એમની અનાસક્તિ, એમનું નિર્મમત્વ અને દેહભાવથી ઉપર ઊઠી જવાનું સામર્થ સિદ્ધ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7