Book Title: Shraddheya Jinendra Varni Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 6
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કરવાની તરફેણમાં હતા. તેઓશ્રી કહેતા : “જો આપણે જ્ઞાન-યાન દ્વારા મનના વિચારોને શાંત કરી દઈએ તો એ નિર્વિકલ્પ (વીનરાગ) અવસ્થામાં આપણી ચેતનાના દર્શન-અનુભવ કરી મુક્ત અવસ્થા, શાંતિ તેમજ શક્તિશાળી ચેતનાના અધિકારી થઈ શકીશું.” સૌમ્યતા અને નિ:સ્પૃહનાની તેઓ આદર્શમૂર્તિ હતા. તેઓ વિવેકના સાગર હતા. તેમની આંખોમાં સદા વાત્સલ્યની સરિતા વહેતી. તેઓ હંમેશાં હિત-મિત–પ્રિય વાણીનો વ્યવહાર કરતા અને પોતે સમતામાં રહેતા. તેમને એકાંત ખૂબ પ્રિય હતું. કલ્યાણ સાધવા માટે એકાંતમાં રહેવું જરૂરી છે એમ તેઓ માનતા. તેઓશ્રી શરીર પર એક નાની ચાદર લપેટી રાખતા. શરીરને ભોજન આપતા તે પણ એટલું જ કે જેથી તે કાર્યક્ષમ રહી શકે. એમના દર્શનથી જ અંતરંગ શાંતિ મળી જતી ચર્ચા અને સાન્નિધ્યથી જ અનેક શંકાઓનું સમાધાન થઈ જતું. એમનું હૃદય અંતરંગ શાંતિ, પ્રેમ અને માધુર્યનું આવાસ હતું. તેઓ માત્ર જૈન સમાજના જ નહીં પણ સંપૂર્ણ માનવજાતિના ઉજજવલ ઉન્નાયક હતા. ભારતીય સંસ્કૃતિ, સાહિત્યજગત, માનવજાતિ અને વિશેષ કરીને જેન ધર્મ, એમનું ચિર ત્રાણી અને કૃશ રહેશે. ઉત્તરાવસ્થા અને અંતિમ દિવસો : શ્રી વણજી મહારાજ લેખન-કાર્ય અને બીજી સર્વ પ્રવૃત્તિઓને સ્થગિન કરી સમાધિમરણના સંકલ્પ સાથે, ઈ. સ. ૧૯૮રના નવેમ્બર મહિનામાં પૂજ્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ પાસે નૈનાગિરિ પહોંચ્યા. વર્ણીજીએ એમને વિનમ્ર પ્રાર્થના કરી. “પ્રભુ, મારા જીવનનાં સર્વ કાર્યો પૂરાં થઈ ગયાં છે. હવે એક જ કાર્ય શેષ રહી જાય છે, તે છે “સલ્લેખના'. હવે મને આપ શરણ આપો કે જેથી આપના ચરણોમાં મારી સલ્લેખના’ સારી રીતે થઈ શકે.” આચાર્યશ્રીએ તરત તો અનુમતિ ન આપી પણ ઈસરી (સમેતશિખર) આવવા આદેશ આપ્યો. અહીં તેઓશ્રીએ તા. ૧૨-૪–૧૯૮૩ના રોજ આચાર્યશ્રીના ચરણોમાં સલ્લેખનાનું પુનિત વૃન ગ્રહણ કરીને આજીવન અન્નનો ત્યાગ કર્યો. શરૂઆતમાં ફક્ત થોડી માત્રામાં પેય પદાર્થો લેતા હતા. તા. ૧૫–૪–૧૯૮૩ થી દૂધ-છીની પાણ ત્યાગ કરી શાકભાજીના સૂપ અને પાણી પર આવી ગયા. તે પણ ધીરે ધીરે ઘટાડતાં તા. ૧૮--૧૯૮૩ થી ફકત પાણી સિવાય બીજું બધું ત્યાગી દીધું. વચ્ચે વચ્ચે ઉપવાસ પણ થતા રહ્યા અને તા. ૨૩–૫–૧૯૮૩ થી પાણીનો પણ સથા ત્યાગ કરી દીધો. જિનવાણીના વિશ્રત આરાધક શ્રી વર્ણીજી, આચાર્યશ્રી પાસેથી શાસ્ત્રશ્રવણ, વિચારવિનિમય કરના. એમનો યથાસંભવ વિનય કરવાનું પૂરેપૂરું ધ્યાન રાખતા. રાત્રિદિવસ સંધના ત્યાગીઓ અને સાધુઓ બરાબર એમની સેવામાં લાગેલા રહેતા. શારીરિક શક્તિ ક્ષીણ થવા છતાં તેઓએ પોતાની વિશિષ્ટ ચેતનાશક્તિનો પરિચય આપ્યો. તેઓ પ્રત્યેક પળે જાગૃત રહેતા અને અંતિમ દિવસોમાં પણ દૈનિક સાધનાનો ક્રમ મનપૂર્વક કરવાનું ચૂકતા નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7