Book Title: Shraddheya Jinendra Varni
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249039/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૯. શ્રાદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી સર્વધર્મસમભાવ, સર્વ જીવો સાથે મૈત્રી ભાવના અને એકાંત અધ્યયન-ધ્યાનની રુચિથી વિભૂષિત જીવનવાળા શ્રદ્ધેયશ્રી જિનેન્દ્ર વર્ણીજીને આ સદીની એક વિશિષ્ટ વિભૂતિ ગણી શકાય. જન્મ અને બાલ્યકાળ : શ્રી જિનેન્દ્ર વર્ણીજીનો જન્મ વિ.સં.૧૯૭૭ના જેઠ વદ-૨ ના દિવસે પાણીપતના સુપ્રસિદ્ધ વકીલ શ્રી જયભગવાનને ત્યાં થયો હતો. શ્રી જ્યભગવાનજી જૈન વૈદિક, બૌદ્ધ તથા અન્ય દર્શનોનાં સારા જાણકાર હતા. શ્રી જિનેન્દ્રજીને કૌટુંબિક સંપદા તરીકે એમના પિતાની વિદ્રત્તા મળી અને શ્રી રુપચન્દ્ ગાર્ગીયના સંસર્ગથી ધાર્મિક શિક્ષણ મળ્યું. તેમના પિતાશ્રીને વકીલાત કરતાં સાહિત્ય-સાધના વિશેષ પ્રિય હતી, જે એમના પ્રતિભાસંપન્ન પુત્રમાં પણ ઊતરી આવી હતી. પોતાની બુદ્ધિશક્તિની પ્રતિભાથી તેમણે ઇલેક્ટ્રિકલ તથા રેડિયો વિજ્ઞાનમાં ઇજનેરની ડિગ્રી પ્રાપ્ત કરી. કર્મની વિચિત્રતાથી એમનું શરીર બચપણથી કૃશ, અસ્વસ્થ અને રોગગ્રસ્ત રહ્યા કરતું. ૨૫૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વ્યાપાર નોકરી : પિતાશ્રીના સ્વર્ગવાસ પછી લધુબંધુઓની જવાબદારી માથે આવી પડવાથી કર્તવ્યનિષ્ઠ શ્રી જિનેન્દ્રજીએ પાણીપતમાં એક ઔદ્યોગિક કંપનીની સ્થાપના કરી. તે એક સુપ્રતિષ્ઠિત ફર્મ બની, પણ એમને વ્યાપાર, ધનસંપત્તિ કે પ્રખ્યાતિમાં લેશમાત્ર આકર્ષણ નહિ હોવાથી લધુબંધુઓને વ્યાપારમાં નિપુણ બનાવીને એ કંપનીનો કારભાર એમને સોંપી પોતે નિવૃત્ત થયા. એમના અંતરમાં જીવનની કોઈ બીજી જ અભીપ્સા જાગી ઊઠી હતી. એમનું શરીર બચપણથી જ દુર્બળ રહેતું હતું. વારંવાર ટાઈફોઈડના હુમલાઓ આવતા રહેતા. ૧૬ વર્ષની ઉંમરે ક્ષય રોગનું આક્રમણ થયું. જન્મથી જ ધાર્મિક સંસ્કારો એટલા ઊંડા હતા કે માંસ અને અભક્ષ્ય દવાઓના સેવન માટે ડૉક્ટરોના આગ્રહનો તેમણે દેઢતાથી અસ્વીકાર કર્યો. એમનું એક ફેફસું પણ કાઢી લેવામાં આવ્યું. ૨૬૦ tr શાસ્ત્રોનો અભ્યાસ, તપ, ત્યાગ અને વ્રગ્રહણ : વિ. સં. ૨૦૦૬માં એમના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના બની. દશલક્ષણ પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું. એમની જિજ્ઞાસા એટલી અદમ્ય હતી કે મૂશળધાર વર્ષોમાં પણ તે મંદિરમાં જઈ ચડયાં, જ્યાં એમના પિતાશ્રી જયભગવાન પ્રવચન આપી રહ્યા હતા. પ્રવચનમાં ‘બ્રહ્માસ્મિ' શબ્દ સાંભળ્યો અને એ શબ્દ એમનો ગુરુમંત્ર બની ગયો. ત્યારથી, ઊંડાણથી શાસ્ત્રોના સ્વાધ્યાય—અધ્યયન કરવા લાગી ગયા. શાસ્ત્રોના પારાયણ અને સ્વાધ્યાયમાંથી એમણે સંક્ષિપ્ત નોંધ (નોટ્સ) લિપિબદ્ધ કરી. એમાંથી મહાન ગ્રંથ “જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ''નું સર્જન થયું. એ નોટ્સને વ્યવસ્થિત કરવા તેમણે પ્રથમાનુયોગ આદિ ક્રમથી ફરીથી આગમોનો અભ્યાસ કર્યો. આ ક્રમ સં. ૨૦૧૬માં પૂરો થયો. ઈ. સ. ૧૯૫૪–૫૫માં વિશેષ ચિંતન-મનન કરવા તેઓશ્રી સોનગઢ ગયા, જ્ઞાનની સાથે સાથે અનુભવ તથા વૈરાગ્યની તીવ્ર વૃદ્ધિ થતી ગઈ. પરિણામે તેઓ ઈ. સ. ૧૯૫૭માં અણુવ્રત ધારણ કરી ગૃહત્યાગી થઈ ગયા. ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા તથા હૃદયના ઊંડાણમાં ડૂબી પ્રત્યેક વિષયનો સાક્ષાત્કાર કરવાનો દૃઢ સંકલ્પ વગે૨ે દૈવી ગુણોને લીધે અધ્યાત્મમાર્ગ પર એમની પ્રત વધતી ગઈ. પૂ. શ્રી ગણેશપ્રસાદજી વર્ણીના હૃદયસ્પર્શી અનુભવોથી લાભાન્વિત થયા. તેમણે ઈ. સ. ૧૯૫૮માં થોડો સમય ઈશરી આશ્રમમાં પણ વિતાવ્યો. ઈ. સ. ૧૯૬૮માં “જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ'ના વિષયમાં ભારતીય જ્ઞાનપીઠના લોકો સાથે વિચારવિનિમય કરવા બનારસ આવ્યા. અહીંયાં એમની વ્યવસ્થા નૈદાગિન ધર્મશાળામાં શ્રી જયકૃષ્ણ જૈને (મુન્નીબાબૂએ) સંભાળી. શ્રી મુન્નીબાબૂએ એમને બનારસનાં કેટલાંક મંદિરોનાં દર્શન કરાવવાની ભાવના વ્યક્ત કરી, ત્યારે શ્રી વર્ણીજી મહારાજે કહ્યું કે, ‘‘ભાઈ, મને પત્થરોનાં મંદિરોમાં કંઈ નવીનતા નથી દેખાતી, તેમાં ધનની સજાવટની જ વિભિન્નતા છે. મને તો જીવિત મંદિરનાં દર્શન કરાવો. શ્રી મુન્નીબાબૂજીએ એમને એક મહામહોપાધ્યાય પં. ગોપીનાથજી કવિરાજનાં દર્શન કરાવ્યાં. બંને ધર્માત્માઓનો એક મહિના સુધી સત્તમાગમ્ ચાલ્યો. શ્રી વર્ણીજી મહારાજ વિશે પં. ગોપીનાથના આ ઉદ્ગારો હતા: “એમનું હૃદય બહુ પવિત્ર છે. " Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી અહંકાર બિલકુલ નથી. એ માટે ગૃહત્યાગી સાધુ છે. એમણે અહીં આવીને મોટી કૃપા કરી.” પં. ગોપીનાથના પ્રવચનનો સાર સંક્ષેપમાં તેઓ લખી લેતા. એમની સ્મરણશક્તિ જબરદસ્ત હતી. ૨૬૧ ઈ. સ. ૧૯૭૦માં તેઓશ્રી રોહતક આવ્યા, ત્યારે જૂના શ્વાસના રોગનો જોરદાર હુમલો થયો અને તેઓ સમાધિમરણની વિચારણા કરવા લાગ્યા. ડૉક્ટરોનો અભિપ્રાય હતો કે રોગનું મૂળ છે શરીરમાં પાણીનું ઘટી જવું. માત્ર સાંજના એક વખત પાણી લેવાથી રોગનું શમન થઈ શકે એમ છે. ‘જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ'ની રચના અધૂરી હતી. એમના મનમાં પણ સરસ્વતીમાતાની આરાધના અધૂરી રહી જશે, એ વિચારે વ્યાકુળના હતી. ભક્તજનોએ પાણી લેવા આગ્રહ કર્યો. પણ સમસ્યા હતી વર્ગીપદની આચારસંહિતાની, જેમાં સાંજના પાણી લેવાની આશા નથી. અમુક ભક્તોએ એમને એમ પણ કહ્યું કે સમાજને જાણ કર્યા વગર અપ્રત્યક્ષરૂપે સાંજનું પાણી લઈ લો. ત્યારે એમણે દુ:ખી હૃદયે કહ્યું કે સત્યની આરાધનામાં લાગેલા સાધક માટે આ ભારે કલંકની વાત છે. દંભ, માયાચાર એમની દૃષ્ટિમાં સૌથી મોટું પાપ હતું. એક બાજુ હતાં. શ્વાસરોગ અને શારીરિક ક્ષીણતા, તો બીજી બાજુ હતો. સંકલ્પ-શક્તિ તથા સહનશક્તિથી યુક્ત પ્રબળ આત્મા ! આખરે અંતરના ઊહાપોહ બાદ જિનવાણી માનાની આરાધના પૂરી કરવા તેઓ કટિબદ્ધ થયા. તેઓશ્રી કલકત્તા ચાલ્યા ગયા. મુન્નીબાબૂ એમને કલકત્તાથી વારાણસી લઈ આવ્યા, ત્યાંથી તેઓ સારનાથ ગયા. ૭–૮ મહિના બાદ ભની સ્થિત છેદીલાલના મંદિરમાં આવ્યા. આ મંદિર ભગવાન સુપાર્શ્વનાથના જન્મન્થાન તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિર ગંગા નદીના કિનારા પર આનંદમયી આશ્રમની નજક છે. અહીં તેઓ જિજ્ઞાસુઓને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓશ્રી હવે સમ્પ્રદાય અથવા ધાર્મિક આગ્રહથી બહુ ઉપર ઊઠી ગયા હતા. વેદાન્ત હોય, ઉપનિષદ હોય કે કુરાન હોય; જ્યાંથી જે મળે તેના ગુણ ગ્રહણ કરવામાં કોઈ સંકોચ રહ્યો ન હતો. બધામાંથી તે કંઈક શોધી રહ્યા હતા, પરંતુ એમને કાંય સમાધાન નહોતું મળતું. આખરે એના પર વિચારવાનું જ છોડી દીધું. સમણસુત્ત : ઈ. સ. ૧૯૭૩માં તેઓશ્રી વર્ષા આવ્યા. એમને શ્રી વિનોબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. શ્રી વિનોબાએ એક વાર કહેલું કે જેમ બૌદ્ધોનો ધમ્મપદ’, હિન્દુ ધર્મની ‘ગીતા’ અને ખ્રિસ્તીઓનું ‘બાઇબલ' છે તો વિશ્વમાન્ય જૈનધર્મનો એક એવો ગ્રંથ હોવો જોઈએ કે જે ચારેય સંપ્રદાયોને માન્ય હોય. શ્રી વર્ણીજી માટે આ કાર્ય કઠિન જ નહિ પણ અસંભવિત જેવું હતું, પણ પુણ્યયોગથી, ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ-શતાબ્દી પર પરસ્પર વિરોધી સંપ્રદાયોના પ્રતિષ્ઠિત આચાર્યોને એકત્રિત કરીને ‘સમણસુi’ની રચના થઈ. વર્ષાથી શ્રી વર્ણીજી મહારાજ બનારસ ગયા. ત્યાં એકાદ મહિનો રહ્યા. એમની ઇચ્છા કુંભોજમાં પૂ. આચાર્યશ્રી સમન્તભદ્ર મહારાજને મળવાની હતી. તેથી ૭–૮ દિવસ માટે કુંભોજ ગયા. ત્યાં ઠંડી લાગવાથી સ્વાસ્થ્ય બગડી ગયું પણ મહારાજશ્રીને મળીને એમને ખૂબ શાંતિ મળી. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અર્વાચીન જૈન જ્યોતિધરી સોખનાનો પ્રથમ પ્રયાસ : કુંભોજથી તેઓશ્રી કાશી ગયા અને ત્યાંથી ઈ. સ. ૧૯૭૭ માં બનારસ આવ્યા. ત્યાં ભગવાન શ્રી સુપાનાથની જન્મભૂમિના મંદિરમાં રહ્યા. ત્યાં એમને જના શત્રુ શ્વાસના રોગે ફરી ઘેરી લીધા. આ અવસરને અનુકૂળ સમજીને કોઈને કહ્યા વગર મૌન ધારણ કરી અનશન વન શરૂ કરી દીધું. જૈન સમાજમાં ખળભળાટ ફેલાઈ ગયો. સમાજના અગ્રગણ્ય નેતાઓએ તેમને અનશન છોડવા અતિ આગ્રહ કર્યો, પણ તેઓ તેમના નિશ્ચયથી ડગ્યા નહિ. આખરે પૂ. આચાર્યશ્રી સમતભદ્ર તથા શ્રી વિનોબાજીના આદેશોનો એમના પર પ્રભાવ પડ્યો, અને એમણે ૪૦ દિવસ સુધી ચાલેલા અનશનનો ત્યાગ કર્યો. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે અનશન અને મને એમનું સ્વાથ્ય બગાડવાને બદલે સુધારી દીધું. બનારસથી તેઓશ્રી કલકત્તા અને કલકત્તાથી ઈસરી આવ્યા. એકાદ વર્ષ બાદ ફરી બનારસ આવ્યા. તીર્થયાત્રા ચાતુર્માસ: ઈ. સ. ૧૯૮૦ માં ચાતુર્માસ કરવા રોહતક આવ્યા. ઈ. સ. ૧૯૮૧માં બનારસ આવી લગભગ ૩ મહિના રહી ત્યાંથી ભોપાલ, કુંભોજ, કારંજ, વૈશાલી ફરીને ભોપાલ પાછા આવ્યા. ત્યાં ચાતુર્માસ વિતાવ્યું. આમ બધે ફરીને પાછા જયારે તેઓ કાશી આવ્યા ત્યારે એમને લાગ્યું કે પોતાની મૂળ જગ્યાએ આવી ગયા છે. કાશીના આકર્ષણનું મૂળ કારણ ભગવાન પાર્શ્વનાથની જન્મભૂમિ છે. વણજી મહારાજનો સંબંધ સંપૂર્ણ વિશ્વ સાથે–સારીય માનવતા સાથે–હતો, પણ જે સંબંધ એમનો કાશી સાથે હતો એ સંબંધ બીજા નગરો સાથે કેવી રીતે બંધાઈ શકે? કાશી એમના માટે સંસ્કારધામ હતું. આ વખતે એમણે ‘શાન્તિપથ દર્શન'નું નવું સંસ્કરણ પ્રકાશિત કરાવ્યું. ૩-૪ મહિનામાં કામ પૂરું કરીને ઈ. સ. ૧૯૮૨માં છિદવાડા-ભોપાલ બાજુ ગયા. ત્યાંના પં. રાજમલજી એમના અનન્ય ભક્ત થઈ ગયા. મે મહિનામાં પાછા બનારસ આવી “જેનેન્દ્ર સિદ્ધાંતકોશ'ના દિનીય સંસ્કરણના સંશોધનમાં લાગી ગયા. શ્રી વણજી મહારાજ એમના સ્વભાવનુસાર જે ગતિથી કામ કરવા ધારતા હતા, તે ગતિથી કામ થતું નહોતું. તેથી તેઓ દુ:ખી થઈ જતા હતા. સમાજના કેટલાક લોકોના વ્યવહારથી પણ તેઓ દુ:ખી હતા. સૌથી મોટું કષ્ટ તો એમને એ વાતનું હતું કે “આ સમસ્યાઓમાં હું કંઈ કરી શકતો નથી. મારી પોતાની પણ વિવશતાઓ છે.” સ્વાધ્ય તો એમનું ખરાબ જ રહેતું હતું. એવામાં શ્રી મુન્નીબાબુએ કહી દીધું કે મહારાજ, આપની લેખિનીને હવે વિશ્રામ આપી દો. હવે તો એમને બહુ વાર બેસવામાં પણ કષ્ટ પડતું હતું. મહારાજ એ વાત પર મૌન થઈ ગયા. પણ તે દિવસ પછી ફરી કલમ હાથમાં ઉઠાવી નહિ. મહારાજનું જીવન આખું એ કલમ અને સાહિત્યસર્જનમાં પસાર થયું. એમાંથી એમને રસ તથા જીવનશક્તિ મળતાં હતાં. હવે એમનો કર્મ-રસ સુકાઈ ગયો. મુન્નીબાબૂને થયું કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. એમને એમ હતું કે મહારાજને એકાંત મળશે, શાંતિ મળશે, શરીરને રાહત મળશે. પણ બાબૂજીના નિવેદને એમને અકર્મમાં નાખી દીધા. જે નિર્ણય ઘણા વખતથી સ્થગિત થયા કરતો હતો ને આવી ગયો. “સમાધિમરણ”નો મહારાજે મનમાં નિર્ણય કરી લીધો. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી સદ્ગુણસભર વ્યક્ત્તિત્વ : શ્રી વર્ણીજી મહારાજ એક વિશિષ્ટ ગુણાતિશયવાળા પુરુષ હતા. અનાગ્રહી, સત્યાગ્રહી, સહજ-સરળ, ગુણગ્રાહી અને અસામ્પ્રદાયિક વ્યક્તિત્વની ઝલક તેમનામાં દેખાતી. તેઓશ્રી ફક્ત એટલા માટે મહાન નહોતા કે તેઓ અસાધારણ કોટિના વિદ્વાન હતા, જૈન વિદ્યાની સેવા માટે અથાગ પરિશ્રમ લેતા; પણ એટલા માટે મહાન હતા કે તેઓએ એમની અભીણપ્રજ્ઞાથી જે કંઈ જાગ્યું એને પૂરી વફાદારીથી પોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો. એમની સાધુતા, એમની વિદ્રત્તા કરતાં પણ મહત્ત્વપૂર્ણ છે. એમના જીવનની ઉજજ્વલતમ્ બાજુ છે એમની સરળતા, સહજતા અને સમન્વયવાદી ઉદાર દષ્ટિ. જેમ જેમ જ્ઞાનગંગાની ઊંડી ગુફામાં ડૂબતા ગયા તેમ તેમ એ ગુણો એમનામાં અપાર વૃદ્ધિ પામતા ગયા. સંતજીવનની કોઈ કસોટી હોય તો તે છે—એમની સરળતા, સહજતા અને લોકમંગળ માટેની તત્પરતા. એમણે પોતાના જીવનમાં જે પ્રામાણિકતા અને સ્પષ્ટવાદિતા રાખી એનું દૃષ્ટાંત મળવું દુર્લભ છે. એમનામાં લોકેષણા નહોતી કે નહોતો દેહપોષણનો ભાવ. જીવનમાં આટલાં સહજ અનાસક્તિ અને નિર્ભીકતાનાં દર્શન વિરલ મહાપુરુષોમાં જ થાય છે. એ અર્થમાં શ્રી વર્ણીજી શતપ્રતિશત મહાપુરુષ હતા. તેઓ ગંગા સમાન પવિત્ર, બન્દનીય અને પ્રાત:સ્મરણીય છે. જિનવાણીની સેવાનું જે કાર્ય વિદ્વાનોનો એક મોટો સમૂહ ભેગો મળીને લાખો રૂપિયાના ખર્ચ કરી શકે તે કાર્ય એક ફકીરે-ગૃહવિરત માનીએ-એકલાએ કંઈ પણ ખર્ચ કર્યા વગર જાદુઈ રીતે કર્યું ! એમની ઋજુતા પર, એમના અભીક્ષ્ણ ાનોપયોગ પર, નિ:સ્પૃહતા અને અકર્તુત્વભાવ પર મુગ્ધ થઈ જવાય છે. ૨૬૩ કાશીનો જૈન અને જૈનેતર સમાજ એમને આદર્શ ગુરુના રૂપમાં માનવા લાગ્યો, તેમની કથની અને કરણીમાં ભિન્નતા નહોતી. એમનામાં એક ખાસ વિશેષતા હતી : તેઓ બહુ જ ઓછું બોલના, દેશની જેમ સંસારને જોતા. એમની દૃષ્ટિ એટલી તીક્ષ્ણ હતી કે કોઈ પણ વિષયના અગાધ ઊંડાણ સુધી પહોંચી જતી. એમનું ચિંતન ઋજુ, નિષ્પક્ષ, સચોટ અને મર્મને સ્પર્શનારું હતું. તેઓશ્રી એક અનાસક્ત પ્રેમી સાધક હતા, સત્ય, પ્રેમ અને ત્યાગનો ત્રિણી સંગમ એમના વ્યક્તિત્વમાં થયો હતો. સત્યને માટે કરવું, સત્યને માટે જોવું, સત્યને વિચારવું અને બધું જ સત્યને માટે કરવું એ એમનો જીવન-આદર્શ હતો. આ જીવનમાં માનવ માત્ર માટે પ્રેમ ન ઊભરાય તો વાસ્તવમાં તે માનવજીવન જ નથી એવું તેઓ માનતા, એમનાં પ્રવચનો આધ્યાત્મિક રહસ્યોની સાથે સૂક્ષ્મ તત્ત્વોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્ણન કરનારાં રહેતાં. તે ન્યાયયુક્ત, સ્વાનુભવગમ્ય, યુક્તિસંગત અને સરળતાથી બુદ્ધિગ્રાહ્ય હતાં. તેઓ સામૂહિક ઉપદેશ કરતાં વ્યક્તિગત ઉપદેશને વિશેષ મહત્ત્વ આપતા. માત્ર બુદ્ધિવિલાસ માટે મૂલ્યવાન સમય વેડફી દેવા તેઓ કદી તૈયાર નહોતા. તેઓ પ્રત્યેક ક્ષણ અતિમૂલ્યવાન સમજીને એનો માત્ર આત્મકલ્યાણ માટે ઉપયોગ Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કરવાની તરફેણમાં હતા. તેઓશ્રી કહેતા : “જો આપણે જ્ઞાન-યાન દ્વારા મનના વિચારોને શાંત કરી દઈએ તો એ નિર્વિકલ્પ (વીનરાગ) અવસ્થામાં આપણી ચેતનાના દર્શન-અનુભવ કરી મુક્ત અવસ્થા, શાંતિ તેમજ શક્તિશાળી ચેતનાના અધિકારી થઈ શકીશું.” સૌમ્યતા અને નિ:સ્પૃહનાની તેઓ આદર્શમૂર્તિ હતા. તેઓ વિવેકના સાગર હતા. તેમની આંખોમાં સદા વાત્સલ્યની સરિતા વહેતી. તેઓ હંમેશાં હિત-મિત–પ્રિય વાણીનો વ્યવહાર કરતા અને પોતે સમતામાં રહેતા. તેમને એકાંત ખૂબ પ્રિય હતું. કલ્યાણ સાધવા માટે એકાંતમાં રહેવું જરૂરી છે એમ તેઓ માનતા. તેઓશ્રી શરીર પર એક નાની ચાદર લપેટી રાખતા. શરીરને ભોજન આપતા તે પણ એટલું જ કે જેથી તે કાર્યક્ષમ રહી શકે. એમના દર્શનથી જ અંતરંગ શાંતિ મળી જતી ચર્ચા અને સાન્નિધ્યથી જ અનેક શંકાઓનું સમાધાન થઈ જતું. એમનું હૃદય અંતરંગ શાંતિ, પ્રેમ અને માધુર્યનું આવાસ હતું. તેઓ માત્ર જૈન સમાજના જ નહીં પણ સંપૂર્ણ માનવજાતિના ઉજજવલ ઉન્નાયક હતા. ભારતીય સંસ્કૃતિ, સાહિત્યજગત, માનવજાતિ અને વિશેષ કરીને જેન ધર્મ, એમનું ચિર ત્રાણી અને કૃશ રહેશે. ઉત્તરાવસ્થા અને અંતિમ દિવસો : શ્રી વણજી મહારાજ લેખન-કાર્ય અને બીજી સર્વ પ્રવૃત્તિઓને સ્થગિન કરી સમાધિમરણના સંકલ્પ સાથે, ઈ. સ. ૧૯૮રના નવેમ્બર મહિનામાં પૂજ્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ પાસે નૈનાગિરિ પહોંચ્યા. વર્ણીજીએ એમને વિનમ્ર પ્રાર્થના કરી. “પ્રભુ, મારા જીવનનાં સર્વ કાર્યો પૂરાં થઈ ગયાં છે. હવે એક જ કાર્ય શેષ રહી જાય છે, તે છે “સલ્લેખના'. હવે મને આપ શરણ આપો કે જેથી આપના ચરણોમાં મારી સલ્લેખના’ સારી રીતે થઈ શકે.” આચાર્યશ્રીએ તરત તો અનુમતિ ન આપી પણ ઈસરી (સમેતશિખર) આવવા આદેશ આપ્યો. અહીં તેઓશ્રીએ તા. ૧૨-૪–૧૯૮૩ના રોજ આચાર્યશ્રીના ચરણોમાં સલ્લેખનાનું પુનિત વૃન ગ્રહણ કરીને આજીવન અન્નનો ત્યાગ કર્યો. શરૂઆતમાં ફક્ત થોડી માત્રામાં પેય પદાર્થો લેતા હતા. તા. ૧૫–૪–૧૯૮૩ થી દૂધ-છીની પાણ ત્યાગ કરી શાકભાજીના સૂપ અને પાણી પર આવી ગયા. તે પણ ધીરે ધીરે ઘટાડતાં તા. ૧૮--૧૯૮૩ થી ફકત પાણી સિવાય બીજું બધું ત્યાગી દીધું. વચ્ચે વચ્ચે ઉપવાસ પણ થતા રહ્યા અને તા. ૨૩–૫–૧૯૮૩ થી પાણીનો પણ સથા ત્યાગ કરી દીધો. જિનવાણીના વિશ્રત આરાધક શ્રી વર્ણીજી, આચાર્યશ્રી પાસેથી શાસ્ત્રશ્રવણ, વિચારવિનિમય કરના. એમનો યથાસંભવ વિનય કરવાનું પૂરેપૂરું ધ્યાન રાખતા. રાત્રિદિવસ સંધના ત્યાગીઓ અને સાધુઓ બરાબર એમની સેવામાં લાગેલા રહેતા. શારીરિક શક્તિ ક્ષીણ થવા છતાં તેઓએ પોતાની વિશિષ્ટ ચેતનાશક્તિનો પરિચય આપ્યો. તેઓ પ્રત્યેક પળે જાગૃત રહેતા અને અંતિમ દિવસોમાં પણ દૈનિક સાધનાનો ક્રમ મનપૂર્વક કરવાનું ચૂકતા નહીં. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણ 265 તા. 24-5-83 નો દિવસ આવ્યો. આચાર્યશ્રીનો આહાર થઈ ગયો હતો. ત્યારે શ્રી વર્ગીજી મહારાજે એક એલક મહારાજને કહ્યું. “આચાર્યશ્રીને સૂચના આપો કે મારી ચેતના લુપ્ત થઈ રહી છે.” આચાર્યશ્રી એમની નજીક આવ્યા. વિનય સહિત આચાર્યશ્રીને ત્રણ વાર નમસ્કાર કર્યા. આચાર્યશ્રીએ એમને નમસ્કાર મંત્ર બોલવા કહ્યું ત્યારે તેનો બે વખત ઉચ્ચાર કર્યો. ત્રીજે અને એમનું મસ્તક આચાર્યશ્રીના ચરણોમાં ઢળી પડ્યું. આવી રીતે તેઓશ્રી તા. 24-5-83 ના રોજ સવારે 11 વાગ્યે પરમ શાંત ભાવ સહિત મહાપ્રયાણ કરી ગયા. તેમણે જે નિષ્ઠા અને નિરાકુળતાથી સમાધિમરણ’નાં સુમેરુ પર આરોહણ કર્યું તેનાથી એમની અનાસક્તિ, એમનું નિર્મમત્વ અને દેહભાવથી ઉપર ઊઠી જવાનું સામર્થ સિદ્ધ થઈ જાય છે.