________________
૨૬૨
અર્વાચીન જૈન જ્યોતિધરી સોખનાનો પ્રથમ પ્રયાસ : કુંભોજથી તેઓશ્રી કાશી ગયા અને ત્યાંથી ઈ. સ. ૧૯૭૭ માં બનારસ આવ્યા. ત્યાં ભગવાન શ્રી સુપાનાથની જન્મભૂમિના મંદિરમાં રહ્યા. ત્યાં એમને જના શત્રુ શ્વાસના રોગે ફરી ઘેરી લીધા. આ અવસરને અનુકૂળ સમજીને કોઈને કહ્યા વગર મૌન ધારણ કરી અનશન વન શરૂ કરી દીધું. જૈન સમાજમાં ખળભળાટ ફેલાઈ ગયો. સમાજના અગ્રગણ્ય નેતાઓએ તેમને અનશન છોડવા અતિ આગ્રહ કર્યો, પણ તેઓ તેમના નિશ્ચયથી ડગ્યા નહિ. આખરે પૂ. આચાર્યશ્રી સમતભદ્ર તથા શ્રી વિનોબાજીના આદેશોનો એમના પર પ્રભાવ પડ્યો, અને એમણે ૪૦ દિવસ સુધી ચાલેલા અનશનનો ત્યાગ કર્યો. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે અનશન અને મને એમનું સ્વાથ્ય બગાડવાને બદલે સુધારી દીધું. બનારસથી તેઓશ્રી કલકત્તા અને કલકત્તાથી ઈસરી આવ્યા. એકાદ વર્ષ બાદ ફરી બનારસ આવ્યા.
તીર્થયાત્રા ચાતુર્માસ: ઈ. સ. ૧૯૮૦ માં ચાતુર્માસ કરવા રોહતક આવ્યા. ઈ. સ. ૧૯૮૧માં બનારસ આવી લગભગ ૩ મહિના રહી ત્યાંથી ભોપાલ, કુંભોજ, કારંજ, વૈશાલી ફરીને ભોપાલ પાછા આવ્યા. ત્યાં ચાતુર્માસ વિતાવ્યું. આમ બધે ફરીને પાછા જયારે તેઓ કાશી આવ્યા ત્યારે એમને લાગ્યું કે પોતાની મૂળ જગ્યાએ આવી ગયા છે. કાશીના આકર્ષણનું મૂળ કારણ ભગવાન પાર્શ્વનાથની જન્મભૂમિ છે. વણજી મહારાજનો સંબંધ સંપૂર્ણ વિશ્વ સાથે–સારીય માનવતા સાથે–હતો, પણ જે સંબંધ એમનો કાશી સાથે હતો એ સંબંધ બીજા નગરો સાથે કેવી રીતે બંધાઈ શકે? કાશી એમના માટે સંસ્કારધામ હતું. આ વખતે એમણે ‘શાન્તિપથ દર્શન'નું નવું સંસ્કરણ પ્રકાશિત કરાવ્યું. ૩-૪ મહિનામાં કામ પૂરું કરીને ઈ. સ. ૧૯૮૨માં છિદવાડા-ભોપાલ બાજુ ગયા. ત્યાંના પં. રાજમલજી એમના અનન્ય ભક્ત થઈ ગયા.
મે મહિનામાં પાછા બનારસ આવી “જેનેન્દ્ર સિદ્ધાંતકોશ'ના દિનીય સંસ્કરણના સંશોધનમાં લાગી ગયા. શ્રી વણજી મહારાજ એમના સ્વભાવનુસાર જે ગતિથી કામ કરવા ધારતા હતા, તે ગતિથી કામ થતું નહોતું. તેથી તેઓ દુ:ખી થઈ જતા હતા. સમાજના કેટલાક લોકોના વ્યવહારથી પણ તેઓ દુ:ખી હતા. સૌથી મોટું કષ્ટ તો એમને એ વાતનું હતું કે “આ સમસ્યાઓમાં હું કંઈ કરી શકતો નથી. મારી પોતાની પણ વિવશતાઓ છે.” સ્વાધ્ય તો એમનું ખરાબ જ રહેતું હતું. એવામાં શ્રી મુન્નીબાબુએ કહી દીધું કે મહારાજ, આપની લેખિનીને હવે વિશ્રામ આપી દો. હવે તો એમને બહુ વાર બેસવામાં પણ કષ્ટ પડતું હતું. મહારાજ એ વાત પર મૌન થઈ ગયા. પણ તે દિવસ પછી ફરી કલમ હાથમાં ઉઠાવી નહિ. મહારાજનું જીવન આખું એ કલમ અને સાહિત્યસર્જનમાં પસાર થયું. એમાંથી એમને રસ તથા જીવનશક્તિ મળતાં હતાં. હવે એમનો કર્મ-રસ સુકાઈ ગયો. મુન્નીબાબૂને થયું કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. એમને એમ હતું કે મહારાજને એકાંત મળશે, શાંતિ મળશે, શરીરને રાહત મળશે. પણ બાબૂજીના નિવેદને એમને અકર્મમાં નાખી દીધા. જે નિર્ણય ઘણા વખતથી સ્થગિત
થયા કરતો હતો ને આવી ગયો. “સમાધિમરણ”નો મહારાજે મનમાં નિર્ણય કરી લીધો. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org