________________
૩૯. શ્રાદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી
સર્વધર્મસમભાવ, સર્વ જીવો સાથે મૈત્રી ભાવના અને એકાંત અધ્યયન-ધ્યાનની રુચિથી વિભૂષિત જીવનવાળા શ્રદ્ધેયશ્રી જિનેન્દ્ર વર્ણીજીને આ સદીની એક વિશિષ્ટ વિભૂતિ ગણી શકાય.
જન્મ અને બાલ્યકાળ : શ્રી જિનેન્દ્ર વર્ણીજીનો જન્મ વિ.સં.૧૯૭૭ના જેઠ વદ-૨ ના દિવસે પાણીપતના સુપ્રસિદ્ધ વકીલ શ્રી જયભગવાનને ત્યાં થયો હતો. શ્રી જ્યભગવાનજી જૈન વૈદિક, બૌદ્ધ તથા અન્ય દર્શનોનાં સારા જાણકાર હતા. શ્રી જિનેન્દ્રજીને કૌટુંબિક સંપદા તરીકે એમના પિતાની વિદ્રત્તા મળી અને શ્રી રુપચન્દ્ ગાર્ગીયના સંસર્ગથી ધાર્મિક શિક્ષણ મળ્યું. તેમના પિતાશ્રીને વકીલાત કરતાં સાહિત્ય-સાધના વિશેષ પ્રિય હતી, જે એમના પ્રતિભાસંપન્ન પુત્રમાં પણ ઊતરી આવી હતી. પોતાની બુદ્ધિશક્તિની પ્રતિભાથી તેમણે ઇલેક્ટ્રિકલ તથા રેડિયો વિજ્ઞાનમાં ઇજનેરની ડિગ્રી પ્રાપ્ત કરી. કર્મની વિચિત્રતાથી એમનું શરીર બચપણથી કૃશ, અસ્વસ્થ અને રોગગ્રસ્ત રહ્યા કરતું.
Jain Education International
૨૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org