Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 10
________________ અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરસ્વામીનું સ્મરણ થાય છે. તેઓ “વીર’ શબ્દના તાત્પર્યથી પણ યુક્ત છે. તેથી જ કહ્યું છે કે પ્રભુએ કર્મનો નાશ કર્યો છે, પ્રભુ તપથી વિરાજે – શોભે છે અને પ્રભુ તપવીર્ય (-તપના સામર્થ્ય) થી યુક્ત છે. તેથી ‘વીર’ કહેવાય છે. જગતમાં (૧)દાન (૨)યુદ્ધ અને (૩)ધર્મ આ ત્રણથી વીરતા પ્રસિદ્ધ છે. પ્રભુમાં આ ત્રણે ય પ્રકારે વીરતા છે. કહ્યું જ છે કે (૧) આ જગતના અનિષ્ટ દારિદ્રયને (વરસીદાન વખતે) કરોડો સોનૈયાના દાનવડે દૂર કરીને, (દાનવીર) તેમજ મોહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા (મોહનીય આદિ કર્મોની પેટા પ્રકૃતિઓ રૂપ કુલ એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓ) તથા ગર્ભમાં – સત્તામાં રહેલા પણ બળવાન શત્રુઓને (કર્મપ્રકૃતિઓને મૂળમાંથી જ) હણીને, (યુદ્ધવીર) તથા કેવળજ્ઞાનમાં કારણભૂત આકરા તો નિ:સ્પૃહ ભાવે તપીને, (ધર્મવીર) આમ ત્રણ પ્રકારના ‘વીરયશ” ને ધારણ કરતા અને ત્રણ લોકના ગુરુ શ્રી મહાવીરસ્વામી જય પામો. પ્રભુએ જીવના રાગ-દ્વેષ આદિ સાચા શત્રુઓને જીત્યા છે, તેથી જિન' પદયથાર્થ છે. શ્રી વીરજિન” પદથી – ૧. અપાયાપરમ (બાહ્ય ક્ષુદ્ર ઉપદ્રવો અને આંતરિક રાગ આદિ અપાય - નુકસાનકારી તત્ત્વોના નાશરૂ૫) ૨. જ્ઞાનાતિશય - ઉત્કૃષ્ટ જ્ઞાન - સર્વજ્ઞતા ૩. પૂજાતિશય (દેવો દ્વારા કરાતી આઠ પ્રાતિહાર્ય શોભા આદિરૂપ) અને ૪. વચનાતિશય (પાંત્રીશ ગુણોવાળી અને જગતના સત્ય સ્વરૂપને બતાવતી વાણી) આ ચાર મૂળભૂત અતિશયો સૂચિત થયા. આમ અતિશયોવગેરેથી યુક્ત શ્રી વીરજિનને પ્રણામ કરીને... અહીં પ્રણામ એટલે સામાન્ય નમસ્કાર નહીં, પણ પ્રકર્ષથી – ભાવપૂર્વક એટલે મન, વચન, કાયાથી નમસ્કાર કરીને (આમ ઉત્કૃષ્ટ મંગલ કરીને) ગ્રંથકાર હવે પોતે શું કહેવા માંગે છે, તે જણાવે છે. શ્રતમાંથી = સિદ્ધાંત - આગમાદિ ગ્રંથોમાંથી અને ‘શ્રત’ શબ્દનો ફરીથી બીજો અર્થ કરીને કહે છે - ગુરુપરંપરાથી આવેલી વાતોને સાંભળીને - આમ શાસ્ત્ર અને ગુરુપરંપરાનો સમન્વય કરી હું શ્રાવકોની સામાચારી કહીશ. આ સામાચારી વર્તમાન તીર્થમાં સહુ પ્રથમ પ્રભુ વીરે વર્ણવી હતી. એકવાર રાજગૃહી નગરમાં પધારેલા જગદ્ગુરુ પ્રભુ વીરને મહામંત્રી અભયકુમારે “શ્રાવકોની વિધિ શું છે?” એમ પૂછ્યું હતું. ત્યારે પ્રભુ વીરે શ્રાવકોની વિધિ બતાવી હતી. એ વિધિ વર્ણનને નજરમાં લઇ આ ગ્રંથકાર શ્રાવકોની વિધિ = સામાચારી સંક્ષેપથી બતાવશે. (આમ આ ગ્રંથ પ્રમાણભૂત સિદ્ધ થાય છે.) (શ્રાદ્ધવિધિમાં આવનારા દ્વારા) ebej ef eHelje@Gcemei eleer j peccelkezoej eFb- me[{eCecej iençe, "me[{elechS' Yeleppele -- 2 -- (छा. दिनरात्रिपर्वचातुर्मासिकवत्सरजन्मकृत्यद्वाराणि | श्राद्धानुग्रहार्थं श्राद्धविधौ भण्यन्ते ।।) ૧. દિન-કૃત્ય, ૨ રાત્રિ-કૃત્ય, ૩પર્વ-કૃત્ય, ૪ ચાતુર્માસિક-કૃત્ય, ૫ વાર્ષિક-કૃત્ય, ૬ જન્મ-કૃત્ય: એ છ દ્વારોનું શ્રાવકવર્ગના અનુગ્રહ માટે આ “શ્રાદ્ધવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરાશે. આમ પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને ૧ વિદ્યા, ૨ રાજ્ય અને ૩ ધર્મ, આ ત્રણ તે-તે માટે જે યોગ્ય હોય, તેને જ આપવા જોઇએ, એવી નીતિ હોવાથી ‘શ્રાદ્ધ ધર્મને યોગ્ય કોણ છે?” એ બતાવે છે. ૦૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 291