Book Title: Shraddha ane Medhano Samanvaya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ 688] દર્શન અને ચિંતન સપડાયા તો માછલાંની પેઠે ભરવાનાં. આટલું જ કહીને બુદ્ધ પતાવતા નથી, પણ એ બ્રહ્મવિચારના સ્થાનમાં “બ્રહ્મવિહાર ને વિધાયક માર્ગ પ્રરૂપે છે. ચાર ભાવનાઓ - બુદ્ધ કહે છે કે બ્રહ્મ કે બ્રહ્મા આવી છે તેવાં છે એ ભલે વિવાદાસ્પદ હોય, પણ જીવસૃષ્ટિ એ તે સૌના અનુભવની વસ્તુ છે. જીવસૃષ્ટિમાં ચડતી ઊતરતી કેટિના અનન્સ જીની રાશિ છે. એ જ બ્રહ્મ છે. એમાં વિહાર કરવો એટલે જીવસૃષ્ટિ સાથે એવા પ્રકારને સંબંધ કેળવો જેથી ચિત્તમાં કલેશ ન વધે અને હોય તે જૂના કલેશો ક્ષીણ થાય તેમ જ ઉત્તરોત્તર ચિત્ત વધારે વિકસિત થાય. આ સંબંધ કેળવવાની રીત તરીકે એણે મિત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ આ જીવનમાં ઉતારવા ઉપર જ ભાર આપ્યો છે. ખરી રીતે બુદ્ધના શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ધર્મસ્કંધને અથવા તો વર્તમાન જીવનમાં જ ધર્મસાધનાનું સુખ અનભવવાને પા એટલે આ બ્રહ્મવિહાર. બુદ્ધને સમગ્ર ઉપદેશ બ્રહ્મવિહાર ઉપર પ્રતિષ્ઠિત છે, અને તે માટે પુસ્નાર્થ વર્તમાન જીવનમાં જ શક્ય છે. જેઓ બ્રહ્મલેકની અગમ-નિગમ વાત કરતા હોય તેમને પણ છેવટે બ્રહ્મવિહાર માન્યા વિના ચાલે તેમ નથી.” આત્મવાદી કે અનાત્મવાદી? બુદ્ધ અનાત્મવાદી કહેવાય છે, તે એક રીતે સાચું છે, કારણ પિતાની પહેલાં અને પિતાના સમયમાં જે કૂટનિત્ય આત્મતત્ત્વ મનાતું તેનો બુદ્ધ નિષેધ કરે છે અને છતાંય તે આત્મવાદી છે એ વાત પણ સાચી, કેમ કે તે ચાર્વાકના દેહાત્મવાદને નિષેધ કરી સદા ગતિશીલ એવા ત્રિકાળસ્પશ ચિત્ત યા ચેતન્ય તત્ત્વને માને છે. આંખે ઊડીને વળગે એવી બુદ્ધની વિશેષતા એ છે કે તે જે કાંઈ કહે છે તે વિચાર અને તર્કથી સમજી શકાય યા સમજાવી શકાય એવું જ કહે છે. એને કાઈ રૂઢિબદ્ધ શાસ્ત્ર, પરંપરા આદિનું બંધન નથી. એને બંધન હેય તે એટલું જ છે કે જેટલું વિચાર અને તર્કથી સમજાય તે સ્વીકારે અને તે પ્રમાણે જ જીવન છે. આ બુદ્ધને શ્રદ્ધા અને મેધા અર્થાત આચાર-વિચાર, કે ધર્મ-તત્વજ્ઞાનને માનવજાતિના ઈતિહાસમાં અને સંવાદ છે. –જન્મભૂમિ, 24 મે 1956 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6