Book Title: Shraddha ane Medhano Samanvaya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૬૮૬ ] દર્શન અને ચિંતન આચાર પર મધ્યમમાર્ગ પિતાના તત્ત્વજ્ઞાનને અનુસરીને જ બુદ્ધ આચાર વિશે પણ મધ્યમભાનું વિચાર્યું અને ઉપદે. બુદ્ધ આચાર યા ધર્મની આડીઅવળી ગલીકૂંચીઓમાં ફાંફા મારતા લોકોને એવી બાબતે જ કહી કે જે વિશે કોઈ સમજદાર વાંધે લઈ શકે નહિ, અને છતાં જે વનને ખરું સુખ આપે વૈદિક પરંપરામાં ધર્મના યજ્ઞ, અધ્યયન અને દાન એ ત્રણ સકંધે જાણીતા હતા. બુદ્ધે એના સ્થાનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ સ્કંધ ઉપર જ સૌનું ધ્યાન ખેંચ્યું. બુદ્દે કહ્યું કે જીવનમાં સાચો અને થિર પ્રકાશ તે પ્રજ્ઞા યા વિવેકના ઊંડાણમાંથી જ લાધે છે, પણ એવી પ્રજ્ઞા ચિત્ત તે જ મેળવી શકે છે તે વિક્ષેપ ને ચંચળતાથી મુકત બની સ્થિરતા કેળવે. એવી સ્થિરતા યા સમાધિ શીલના અનુશીલન વિના કદી સંભવી જ ન શકે. તેથી બુધે ધર્મની પ્રાથમિક ભૂમિકા તરીકે શીલવાન થવા ઉપર ભાર આપે. ગૃહસ્થ હોય કે ભિક્ષુ, જે એ દુશીલ હશે, સદાચારી નહિ હય, સામૂહિક હિતમાં પિતાનું હિત સમાયું છે એ દૃષ્ટિથી નહિ વ તે તે ધર્મમાર્ગે કદી આગળ વધી નહિ શકે. શીલ, સમાધિ, પ્રજ્ઞા બુદે જ્યારે શીલ ઉપર ભાર આવે ત્યારે માનસિક શુદ્ધિને અગ્રસ્થાન આપ્યું. માનસિક શુદ્ધિ ન સધાતી હોય, ચિત્તમાંથી કલેશ નબળા પડતા ન હોય તે ગમે તેવા કઠેરિતમ તપ આદિ ધાર્મિક આચારને પણ અનુસરવાની બુદ્ધ ના પાડી. બુદ્ધને ઉત્કટ તપ યા બીજા પ્રકારના દેહદમન સામે વિરોધ હતા તે તેના મૂળમાં તેની દષ્ટિ એટલી જ હતી કે અશુદ્ધિ ન સધાતી હોય તે બાધર્માચારને કાંઈ અર્થ નથી. આ રીતે બુદ્ધે શીલ, સમાધિ અને પ્રજ્ઞાના ધર્માચાર પરત્વે પણ મધ્યમમાર્ગ જ સ્વીકાર્યો, જે એના મધ્યમમાર્ગી તત્વજ્ઞાનના સિદ્ધાંત સાથે બરાબર સંવાદ ધરાવે છે. બુદ્ધે જીવનતત્વ ત્રિકાળસ્પર્શ માન્યું, છતાં વર્તમાન જીવન ઉપર દૃષ્ટિને કેન્દ્રિત કરવા માટે વધારે ભાર આપો. આ ભાર ભૌતિક સુખવાદી લેકાયત દ્વારા અપાતા ભારથી જુદો છે. લેકાયત તો એટલું જ કહે કે તમારા હાથમાં જીવન આવ્યું છે તે એ ભણાય એટલું માણી લે. તેને ભાર ઈન્દ્રિયસુખ અને શરીરસુખને માણું લેવા ઉપર રહેતા. બુદ્ધ પણ વર્તમાન જીવનને માણું લેવાની વાત કહે છે, પણ તે જુદા દષ્ટિબિન્દુથી અને જુદી ભૂમિકા ઉપરથી. તે કહે છે કે ભૂતકાળ તે ગયે. હવે હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6