Page #1
--------------------------------------------------------------------------
________________
સુરતને મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય
જીવનમાત્રના, ખાસ કરી માનવજીવનના, મુખ્ય બે પાયા છે : શ્રદ્ધા અને મેધા. આ બન્ને એકમેકથી કદી તદ્દન છૂટા પડી શકતા જ નથી, ભલે કયારેક કઈમાં એકની પ્રધાનતા અને બીજાની અપ્રધાનતા-ગૌણતા હેય
જ્યાં અને જ્યારે શ્રદ્ધા તેમ જ બુદ્ધિને સંવાદ, સુમેળ યા પરસ્પરની પુષ્ટિ તેમ જ વૃદ્ધિ કરે એવો સમન્વય થવા પામે છે ત્યાં અને ત્યારે માનવજીવન ખીલી ઊઠે છે. જેટલા પ્રમાણમાં એ સંવાદ વધારે તેટલા પ્રમાણમાં માનવજીવનની દીતિ વિશેષ. બુદ્ધના જીવનને એગ્ય રીતે સમજવાનો માપદંડ આ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. ગ્રીક અને સેમેટિક વિચારધારા
આપણે ઇતિહાસથી જાણીએ છીએ કે ગ્રીસમાં મેધા યા બુદ્ધિશક્તિના વિકાસ ઉપર વધારે પડતે ભાર અપાયેલે, જેને લીધે ત્યાં તત્ત્વચિન્તન તેમ જ અનેક ક્ષેત્રને સ્પર્શતી મુક્ત વિચારધારાઓ અને સ્વતંત્ર ચર્ચાઓ ખીલી; તેમાંથી આંજી દે એવો બૌદ્ધિક ચમકાર અસ્તિત્વમાં આવ્યું, પરંતુ ત્યાં બૌદ્ધિક ચમકારાને જોઈએ તેવું ધાર્મિક બળ યા તે એ સૂક્ષ્મ ચિન્તનને. જીવનમાં એગ્ય રીતે ઉતારવાનું શ્રદ્ધાબળ ન ખીલ્યું.
બીજી બાજુ આપણે એ પણ જાણીએ છીએ કે સેમેટિક (યાદી, માએ આદિ) પ્રજામાં મુખ્યપણે શ્રદ્ધાબળ પ્રગટયું. તેથી ત્યાં ખાસ ખાસ માન્યતાઓને જીવનમાં વણું લેવાનો પુરુષાર્થ વિશેષ થયા. ગ્રીસની સૂક્ષ્મ બુદ્ધિ બ્રહામૂલક ધર્મને ૩ ટેકા વિના માત્ર ફિલસૂફીમાં મુખ્યપણે પરિણમી, તે સેમેટિક પ્રજાની શ્રદ્ધામૂલક ધર્મવૃત્તિ તત્ત્વચિંતનના સમર્થ પ્રકાશની મદદ વિના ગતિશન્ય ચોકઠામાં મુખ્યપણે પુરાઈ રહી. અલબત્ત, એ બંને દીખલાએમાં થોડાક અપવાદ તે મળી જ આવવાના.
ભારતની સ્થિતિ પહેલેથી સાવ જુદી રહી છે. વેદકાળ કે ત્યાર પછીના કાળમાં બુદ્ધિ અને શ્રદ્ધાની જે જે ભૂમિકા રચાતી આવી છે ત્યાં સર્વત્ર શ્રદ્ધામૂલક ધર્મ અને બુદ્ધિમૂલક તવચિંતન એ બન્ને સાથે જ ખેલતાં રહ્યાં
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ]
દર્શન અને ચિંતન છે. ક્યારેક કોઈ વર્તુળમાં શ્રદ્ધાનું એકઠું વધારે સખત થયું કે તરત જ તે વર્તુલના આન્તરિક કે બહારનાં બળોમાંથી એક નવું તત્વચિંતન પ્રગટે કે જેને લીધે એ સખત એકઠું પાછું ઢીલું પડે અને તત્વચિંતનની દેરવણ પ્રમાણે નવેસર રચાય.
એ જ રીતે જ્યારે કોઈ વર્તુળમાં બુદ્ધિમૂક વિચારને સ્વૈરવિહાર છવગત આચરણની ભૂમિકાથી તદ્દન છૂટે પડી જાય ત્યારે એ વર્તુલના આન્તરિક કે તેની બહારનાં બળેમાંથી એવી શ્રદ્ધામૂલક ધર્મભાવના પ્રગટે કે તે વિચારના સ્વૈરવિહારને આચાર સાથે યોગ્ય રીતે સાંકળીને જ જંપે. * આ રીતે ભારતીય જીવનમાં શ્રદ્ધામૂલક ધમ ચા આચાર, બુદ્ધિમૂલક તત્ત્વવિચારના પ્રકાશથી અજવાળી રહ્યો છે, ગતિ પામતો રહ્યો છે; વિશેષ
અને વિશેષ ઉદાત્ત બુદ્ધિમૂલક તત્વવિચાર, શ્રદ્ધામૂલક ધર્મના પ્રેગની મદદથી વિશેષ અને વિશેષ યથાર્થતાની કસોટીએ પર ખાતે રહ્યો છે. તેથી જ ભારતીય બધી પરંપરાઓમાં વિચાર અને આચાર બન્નેનું સમ્મિલિત સ્થાન અને માન છે. બુદ્ધની વિશિષ્ટતા
બુદ્ધના પહેલાં અને બુદ્ધના સમયમાં પણ અનેક ધર્માચાર્યો, તીર્થકરે અને ચિન્તક વિદ્વાને એવા હતા જે પિતાપિતાની પરંપરામાં પિતાપિતાની રીતે વિચાર અને આચાર બન્નેનું સંવાદી મૂલ્ય આંકતા. બુદ્ધે પોતે પણ વિચાર અને આચારનું સંવાદી મૂલ્ય જ આંધ્યું છે. તે પછી પ્રશ્ન થાય છે કે બીજા કરતાં બુદ્ધની વિશિષ્ટતા શી? આને ઉત્તર આપો એ જ અત્રે પ્રસ્તુત છે. એક વાક્યમાં કહેવું હોય તે કહી શકાય કે બુદ્ધની વિશિષ્ટતા મધ્યમપ્રતિપદામાં છે; અર્થાત વિચાર અને આચારનાં તમામ ક્ષેત્રોમાં એ બંનેને મધ્યમમાર્ગી સંવાદ સાધવો એ જ બુદ્ધની વૈયક્તિક સાધના અને સામૂહિક ધર્મ પ્રવૃત્તિનું હાર્દ છે. આ કેવી રીતે, તે હવે જરા વિગતે જોઈએ. બીજા વિચાર્કે
તત્ત્વજ્ઞાનની બાબતમાં બુદ્ધ જેયું કે કેટલાક વિચારકે જીવન યા ચિત કે આત્માનું અસ્તિત્વ વર્તમાન દેહના વિલયની સાથે જ વિલય પામે છે, એમ માને છે. અને તેઓ પિતાને આચાર પણ માત્ર વર્તમાન જીવનને સુખી બનાવવાની દષ્ટિએ જ જે છે અને ઉપદેશ છે. આવા ઈહલેવાદી ચાકે ઉપરાંત બુડે બીજે પણ એક એ વિચારક વર્ગ જે જે
Page #3
--------------------------------------------------------------------------
________________
સુગતને મધ્યમમાર્ગ
[ ૧૮૫. આત્માનું અસ્તિત્વ માત્ર વર્તમાન કાળ પૂરતું ન માનતાં શાશ્વત-સદા સ્થાયી માનતા, અને એ શાશ્વત જીવનને સદા સુખમય બનાવવાની દૃષ્ટિએ જ આચાર-પ્રણાલિકાઓ જ ને તેને પ્રચાર કરતે. આ બન્ને વર્ગના વિચાર અને આચારમાં બુદ્ધને અતિરેક દેખાય. બુદ્દે જોયું કે વર્તમાન જીવન
એ અનુભવસિદ્ધ સત્ય બીના છે, પણ એનાથી પહેલાં અને પછી જીવનનું કઈ અનુસંધાન નથી એમ માનવું છે કેવળ ઈન્દ્રની સ્થળ અનુભવ ઉપર આધાર રાખી સૂમ વિચાર અને તર્કબળને નકારવા બરાબર છે. એ જ રીતે બુદ્ધ એ પણ જોયું કે તત્ત્વચિન્તકે આત્મા અને લોકના શાશ્વતપણા વિશે વિચાર કરતાં કરતાં એવી ભૂમિકાએ પહોંચ્યા છે કે જે કોઈને માટે વિચાર કે તર્કથી ગમ નથી.
તત્વજ્ઞાન પરત્વે મધ્યમમાર્ગ
તત્વવિચારની આ સ્થિતિ જોઈ બુદ્ધને તેમાંથી મધ્યમમાર્ગનું સત્ય લાગ્યું. એ સત્યને અનુસરી તેણે જીવનતત્ત્વ યા આત્મતત્વને કેવળ ઈન્દ્રિયગમ્ય વર્તમાનકાળની શૂળ મર્યાદાથી પર એવી, પણ વિચાર અને તર્કથી સમજી શકાય એવી, સૈકાલિક મર્યાદાવાળું સ્વીકાર્યું. પણ સાથે સાથે એવા આત્મતત્વને દેશ-કાળની અસરથી તદ્દન મુક્ત એવા શાશ્વતવાદની અગમ્ય કટિથી પણ મુક્ત રાખ્યું. આ રીતે બુદ્ધ આત્મતત્વને ઉછેરવાદ તેમ જ ફૂટસ્થનિત્યવાદ બન્નેથી પર રાખી તેનું દરેક વિચારવાની અને તર્કશીલને સમજાય એવું પ્રવાહગામી સ્વરૂપ સ્થાપ્યું. તેણે કહ્યું કે જે આપણો વર્તમાન અનુભવ પ્રત્યેક ક્ષણે આન્તરિક જીવનમાં પણ ફેરફાર જોતો હોય અને પૂર્વ પૂર્વના સંસ્કારમાંથી નવનવા અનુભવ પામતે હેય તે એ જ અનુભવને આધારે આપણે સ્વીકારવું જોઈએ કે વર્તમાન જીવનને પ્રારંભ એ કાંઈ આકસ્મિક નથી, પણ અતીતપ્રવાહમાંથી ફૂટેલું એક વહેણ માત્ર છે. એ જ રીતે વર્તમાન જીવન પૂરું થવા સાથે એને આન્તરિક પ્રવાહ સમાપ્ત નથી થતું, પણ એમાંથી એક નવું ભાવિ વહેણ શરૂ થાય છે.
આ રીતે બુદ્દે આત્મા કે ચિત્તને ત્રણ કાળના પટમાં વિસ્તરેલ માનવા છતાં તેને સતત ગતિશીલ સ્વીકાર્યું અને એમાં જ પુનર્જન્મ, કર્મ, પુરુષાર્થ તેમ જ ચરમસુખવાદ એ બધું બુદ્ધિગમ્ય રીતે ઘટાવ્યું. આ થયે તત્ત્વજ્ઞાન, પર બુદ્ધને મધ્યમમાર્ગ,
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૮૬ ]
દર્શન અને ચિંતન આચાર પર મધ્યમમાર્ગ
પિતાના તત્ત્વજ્ઞાનને અનુસરીને જ બુદ્ધ આચાર વિશે પણ મધ્યમભાનું વિચાર્યું અને ઉપદે. બુદ્ધ આચાર યા ધર્મની આડીઅવળી ગલીકૂંચીઓમાં ફાંફા મારતા લોકોને એવી બાબતે જ કહી કે જે વિશે કોઈ સમજદાર વાંધે લઈ શકે નહિ, અને છતાં જે વનને ખરું સુખ આપે વૈદિક પરંપરામાં ધર્મના યજ્ઞ, અધ્યયન અને દાન એ ત્રણ સકંધે જાણીતા હતા. બુદ્ધે એના સ્થાનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ સ્કંધ ઉપર જ સૌનું ધ્યાન ખેંચ્યું. બુદ્દે કહ્યું કે જીવનમાં સાચો અને થિર પ્રકાશ તે પ્રજ્ઞા યા વિવેકના ઊંડાણમાંથી જ લાધે છે, પણ એવી પ્રજ્ઞા ચિત્ત તે જ મેળવી શકે છે તે વિક્ષેપ ને ચંચળતાથી મુકત બની સ્થિરતા કેળવે. એવી સ્થિરતા યા સમાધિ શીલના અનુશીલન વિના કદી સંભવી જ ન શકે. તેથી બુધે ધર્મની પ્રાથમિક ભૂમિકા તરીકે શીલવાન થવા ઉપર ભાર આપે. ગૃહસ્થ હોય કે ભિક્ષુ, જે એ દુશીલ હશે, સદાચારી નહિ હય, સામૂહિક હિતમાં પિતાનું હિત સમાયું છે એ દૃષ્ટિથી નહિ વ તે તે ધર્મમાર્ગે કદી આગળ વધી નહિ શકે. શીલ, સમાધિ, પ્રજ્ઞા
બુદે જ્યારે શીલ ઉપર ભાર આવે ત્યારે માનસિક શુદ્ધિને અગ્રસ્થાન આપ્યું. માનસિક શુદ્ધિ ન સધાતી હોય, ચિત્તમાંથી કલેશ નબળા પડતા ન હોય તે ગમે તેવા કઠેરિતમ તપ આદિ ધાર્મિક આચારને પણ અનુસરવાની બુદ્ધ ના પાડી. બુદ્ધને ઉત્કટ તપ યા બીજા પ્રકારના દેહદમન સામે વિરોધ હતા તે તેના મૂળમાં તેની દષ્ટિ એટલી જ હતી કે અશુદ્ધિ ન સધાતી હોય તે બાધર્માચારને કાંઈ અર્થ નથી. આ રીતે બુદ્ધે શીલ, સમાધિ અને પ્રજ્ઞાના ધર્માચાર પરત્વે પણ મધ્યમમાર્ગ જ સ્વીકાર્યો, જે એના મધ્યમમાર્ગી તત્વજ્ઞાનના સિદ્ધાંત સાથે બરાબર સંવાદ ધરાવે છે.
બુદ્ધે જીવનતત્વ ત્રિકાળસ્પર્શ માન્યું, છતાં વર્તમાન જીવન ઉપર દૃષ્ટિને કેન્દ્રિત કરવા માટે વધારે ભાર આપો. આ ભાર ભૌતિક સુખવાદી લેકાયત દ્વારા અપાતા ભારથી જુદો છે. લેકાયત તો એટલું જ કહે કે તમારા હાથમાં જીવન આવ્યું છે તે એ ભણાય એટલું માણી લે. તેને ભાર ઈન્દ્રિયસુખ અને શરીરસુખને માણું લેવા ઉપર રહેતા. બુદ્ધ પણ વર્તમાન જીવનને માણું લેવાની વાત કહે છે, પણ તે જુદા દષ્ટિબિન્દુથી અને જુદી ભૂમિકા ઉપરથી. તે કહે છે કે ભૂતકાળ તે ગયે. હવે હજાર
Page #5
--------------------------------------------------------------------------
________________
સુરતના મધ્યમમા
[ +4&
ઉપાયે એ સુલભ નથી. ભાવી પણ અત્યારે હરતગત નથી અને હરતમત થયું કે તરત જ તે વમાન અનવાનું. એટલે જે કાંઈ હાથમાં છે અને સ્વાધીન છે તે તે! વર્તમાન જીવન. આવા દુર્લભ અને ફરી ન લાધનાર વર્તમાન વનને કેવળ સ્થૂળ ભેગના સુખ માટે વેડફી નાખવું તેના ફરતાં તેમાં સાચુ, નિબંધ અને કાઈને ઉપદ્રવ ન કરે એવું સુખ અનુભવવુ એ જ મારા મધ્યમમાર્ગી ધર્મના મુખ્ય સૂર છે. તેથી જ હું કહું છું કે તમે શીલ દ્રારા અનુભવાત નિયતાના સુખને આ જીવનમાં જ માણી લે. તેથી જ હું કહું છું કે સમાધિમુખ આ જીવનમાં જ અનુભવા અને પ્રજ્ઞાપ્રકાશનો આનંદ પણ આ જીવનમાં જ અનુભવે.
એક વાર રાજગૃતિ અજાતશત્રુ, અપરનામ ક્રાણિક, યુદ્ધને મળવા જાય છે અને પ્રશ્ન કરે છે. શ્રમણત્વથી પ્રત્યક્ષ લાભ શું ? એ પ્રશ્ન તત્કાલીન વાતાવરણમાંથી ઉપસ્થિત થયા છે. તે કાળે ભિક્ષુ અને અન્ય અનેક સાધકા હતા જે પેતપેાતાની ઉત્કટ પ્રમસાધના ઉચ્ચ અને ઉચ્ચતર એવા પરલીકની સિદ્ધિ અર્થે કરતા. આ બાબતમાં બુદ્ધને દષ્ટિકાણુ એ હતા કે ધ સાધના એ જ ખરી કહેવાય જે વર્તમાન જીવનમાં જ નિર્વ્યાધ સુખનો અનુભવ કરાવે. એકવાર વર્તમાન જીવનમાં જ એવા સુખની પ્રતીતિ થાય તો ભાવિ માટે ચિંતા કરવાની જરૂર નથી. એના ક્રમમાં એ આપમેળે રચાશે. તેથી જ ખુ અજાતશત્રુને ફિલ, સમાધિ અને પ્રજ્ઞાથી નીપજતા પ્રત્યક્ષ સુખની વાત વિશદપણે ‘ દીનિકાય ” ના * સામગ્ઝલસુત્ત માં સમજાવી છે.
બુવિચાર ને બુદ્ધ વાર
યુદ્ધના પહેલાં અને એના સમયમાં બ્રહ્મ, બ્રહ્મા અને લેાક આદિ વિશે અનેકરગી ચર્ચાઓ થતી. કાઈ કહેતા કે લોક અન્તવાન છે તો બીજા કહેતા કે તે અનન્ત છે. એ જ રીતે બ્રહ્મદેવને અનાદિઅનન્ત અને અનાદિ—સાન્ત માનનાર પણ હતા. આવી બાસઠે માન્યતાઓ યા દૃષ્ટિઓ ‘ દીનિકાય 'ના એક સૂત્રમાં બુદ્ધને મુખે વવાયેલી નોંધાઈ છે. ખરી રીતે એ ઉદ્ગારા મુદ્ધના જ છે એમ ન માનીએ તેય એમાં યુદ્ધનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થયુ છે, એ નિર્વિવાદ સત્ય છે. તે દૃષ્ટિબિંદુ એટલે બુદ્ધ આવી અગમ્ય અને સદા વિવા દાસ્પદ માન્યતાઓને, જિજ્ઞાસુઓ અને સાધકાની બુદ્ધિને મૂંઝવનાર હેાઈ, એક જાળ તરીકે નિર્દેશ છે. તે શિષ્યને કહે છે કે એવી માન્યતાઓ એ તા પ્રબળ છે. (કદાચ ચાલુ ભ્રમજાળ શબ્દ એનું જ અપભ્રષ્ટ રૂપ હૈાય. એમાં
.
Page #6
--------------------------------------------------------------------------
________________ 688] દર્શન અને ચિંતન સપડાયા તો માછલાંની પેઠે ભરવાનાં. આટલું જ કહીને બુદ્ધ પતાવતા નથી, પણ એ બ્રહ્મવિચારના સ્થાનમાં “બ્રહ્મવિહાર ને વિધાયક માર્ગ પ્રરૂપે છે. ચાર ભાવનાઓ - બુદ્ધ કહે છે કે બ્રહ્મ કે બ્રહ્મા આવી છે તેવાં છે એ ભલે વિવાદાસ્પદ હોય, પણ જીવસૃષ્ટિ એ તે સૌના અનુભવની વસ્તુ છે. જીવસૃષ્ટિમાં ચડતી ઊતરતી કેટિના અનન્સ જીની રાશિ છે. એ જ બ્રહ્મ છે. એમાં વિહાર કરવો એટલે જીવસૃષ્ટિ સાથે એવા પ્રકારને સંબંધ કેળવો જેથી ચિત્તમાં કલેશ ન વધે અને હોય તે જૂના કલેશો ક્ષીણ થાય તેમ જ ઉત્તરોત્તર ચિત્ત વધારે વિકસિત થાય. આ સંબંધ કેળવવાની રીત તરીકે એણે મિત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ આ જીવનમાં ઉતારવા ઉપર જ ભાર આપ્યો છે. ખરી રીતે બુદ્ધના શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ધર્મસ્કંધને અથવા તો વર્તમાન જીવનમાં જ ધર્મસાધનાનું સુખ અનભવવાને પા એટલે આ બ્રહ્મવિહાર. બુદ્ધને સમગ્ર ઉપદેશ બ્રહ્મવિહાર ઉપર પ્રતિષ્ઠિત છે, અને તે માટે પુસ્નાર્થ વર્તમાન જીવનમાં જ શક્ય છે. જેઓ બ્રહ્મલેકની અગમ-નિગમ વાત કરતા હોય તેમને પણ છેવટે બ્રહ્મવિહાર માન્યા વિના ચાલે તેમ નથી.” આત્મવાદી કે અનાત્મવાદી? બુદ્ધ અનાત્મવાદી કહેવાય છે, તે એક રીતે સાચું છે, કારણ પિતાની પહેલાં અને પિતાના સમયમાં જે કૂટનિત્ય આત્મતત્ત્વ મનાતું તેનો બુદ્ધ નિષેધ કરે છે અને છતાંય તે આત્મવાદી છે એ વાત પણ સાચી, કેમ કે તે ચાર્વાકના દેહાત્મવાદને નિષેધ કરી સદા ગતિશીલ એવા ત્રિકાળસ્પશ ચિત્ત યા ચેતન્ય તત્ત્વને માને છે. આંખે ઊડીને વળગે એવી બુદ્ધની વિશેષતા એ છે કે તે જે કાંઈ કહે છે તે વિચાર અને તર્કથી સમજી શકાય યા સમજાવી શકાય એવું જ કહે છે. એને કાઈ રૂઢિબદ્ધ શાસ્ત્ર, પરંપરા આદિનું બંધન નથી. એને બંધન હેય તે એટલું જ છે કે જેટલું વિચાર અને તર્કથી સમજાય તે સ્વીકારે અને તે પ્રમાણે જ જીવન છે. આ બુદ્ધને શ્રદ્ધા અને મેધા અર્થાત આચાર-વિચાર, કે ધર્મ-તત્વજ્ઞાનને માનવજાતિના ઈતિહાસમાં અને સંવાદ છે. –જન્મભૂમિ, 24 મે 1956