Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના. ધ્રાંગધ્રાના મૂળ વતની અને હાલ અમદાવાદના રહેવાશી શિલ્પશાસ્ત્રી રા. નર્મદાશંકર મૂળજીભાઈ સેમપુરાએ ઘણુ પરિશ્રમને અંતે પ્રસિદ્ધ કરેલે પ્રસ્તુત શિપરત્નાકર નામનો ગ્રંથ અવકનાર્થે મારા તરફ મેકલા અને ટૂંક સમયમાં શક્ય તે ગ્રંથાવલોકન મેહે કર્યું. ૨. આ ગ્રંથ તૈયાર કરવામાં કાળ, દ્રવ્ય અને બુદ્ધિને સદ્વ્યય કરી ગ્રંથકારે તેનો લાભ જનતાને આપે છે. રા. નર્મદાશંકર જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદે એટલે દેવાલયની રચનાનાં કામ પણ કર્યા છે. શેરીશ, પાનસર, પાલીતાણ વિગેરે સ્થળોએ પ્રાચીન પદ્ધતિને અનુસરીને નવા થએલા પ્રાસાદોની રચનાનાં ગ્રંથકારને સ્વહસ્તે થએલાં કામ સુપ્રસિદ્ધ છે. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી પ્રસિદ્ધ થયેલા આ ગ્રંથની ગણના શ્રેયાન પંક્તિમાં કરવી તે જ થશે. ૩. રા.નર્મદાશંકરનો વડેદરા રાજ્ય સાથેનો સંબંધ ઘણે જુનો છે. સને ૧૯૨૬ માં કે. શ્રીમંત સયાજીરાવ મહારાજ મહેસાણા પ્રાંતના કલેલ તાલુકામાં પધાર્યા અને કલેલ નજીક શેરીશા ગામની મુલાકાત લીધી. તે પ્રસંગે તેઓશ્રીનો રા. નર્મદાશંકર સાથે પ્રથમ પરિચય થયો. કે. શ્રીમંત મહારાજા સાહેબને શિલ્પશાસ્ત્ર અને કળાકૌશલ્ય પ્રત્યે ભારે શોખ હતું અને તેના પરિણામ રૂપે જ રા નર્મદાશંકરને વડોદરામાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના અધ્યાપક તરીકે તથા રાજ્યના સાર્વજનીક બાંધકામ ખાતામાં પણ કામ કરવા માટે નીમવામાં આવ્યા. આ સંજોગોમાં મારે ગ્રંથકાર સાથે પરિચય થ અને તે કાયમ છે. ૪. કે. શ્રીમંત મહારાજા સાહેબની માર્ગદશી સૂચનાથી . નર્મદાશંકરે આ ગ્રંથ રચે છે અને તેમ કરવામાં બાર વર્ષનો કાળક્ષેપ થયે છે. ગ્રંથનો મુખ્ય ભાગ ૬૩૧ પૃષ્ઠનો છે. વિષયને બેઘ સુલભ કરવા માટે આકૃતિઓ તેમજ છાયાચિત્રો મોટા પ્રમાણમાં આપ્યાં છે. જેમાંની કેટલીક આકૃતિઓ રે, નર્મદાશંકરે જાતે જ સુંદર રીતે દોરેલી છે. આથી ગ્રંથકારની મહેનત અને દ્રવ્યના વ્યયનો પુરે ખ્યાલ થાય છે. - પ. આપણા દેશમાં કલાત્મક ગ્રંથ છાપવામાં ઘણી મુશીબત નડે છે અને તેમાંએ શિલ્પશાસ્ત્રના ગ્રંથ પ્રસિદ્ધિનું કામ તે અતિ ખર્ચાળ હોય છે. આથી પશ્ચિમાત્ય એટલે સુધરેલી ઢબના ગ્રંથની મૂળ કિંમત વધી જાય છે. રત્નાકર ગ્રંથની કિંમત જનતાને ભારે ન પડે તે અર્થે રા. નર્મદાશંકરે ઓછી રાખી છે. આમાં ગ્રંથકારની

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 824