Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ ટીપ્પણોમાં કેટલીક સ્વાનુપ્રેક્ષાઓ છે, કેટલીક પૂજ્યપાદ ગુરુદેવો પાસેથી જાણેલી વાતો છે. તો કેટલીય પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂ.મ.સા. પાસેથી પૂર્વે જાણેલી વાતો છેને કેટલીક તેઓશ્રી પાસે સંશોધન કરાવવા દરમ્યાન જાણવા મળેલી વાતો છે. આ ટીપ્પણો અતીન્દ્રિય એવા પણ કર્મો અંગે પરમાત્માએ પાથરેલા પ્રકાશને કંઈક પણ વધારે સ્પષ્ટ રીતે સમજવામાં જરૂર સહાયક બનશે તેમ જ પૂર્વગત સાહિત્યમાં કર્મવિષયક કેવું સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણ હશે એનો કંઈક અણસાર આપવા દ્વારા એના રચયિતા શ્રી તીર્થકર-ગણધર ભગવંતો પ્રત્યે શ્રદ્ધા- આદર વધારવામાં સહાયક બનશે એવી શ્રદ્ધા છે. અતીન્દ્રિય પદાર્થો અને વિશેષરૂપે લગભગ અપ્રચલિત એવું નિરૂપણ...એટલે સંશોધન કરાવ્યા વિના તો કેમ પ્રકાશિત કરી શકાય? એટલે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીને સંશોધન માટે વિનંતી કરી. અલબત વર્તમાનમાં વિદ્યમાન અનેક શ્રમણસમુદાયોમાં સહુથી વિશાળ શ્રમણ સમુદાયના અને ચતુર્વિધ શ્રી સંઘના યોગક્ષેમની જવાબદારીમાંથી તેઓશ્રીને અવકાશ મળવો ઘણો દુર્લભ...છતાં શ્રુતપ્રત્યેની ભકિત અને મારા પ્રત્યેની લાગણીથી તેઓશ્રીએ થોડો થોડો પણ શક્ય અવકાશ કાઢીને ટીપ્પણોનું સંપૂર્ણ મેટર સૂક્ષ્મદષ્ટિથી તપાસી આપ્યું છે, કેટલાય સુધારા-વધારા સૂચવ્યા છે તેમજ એના દ્વારા મને પણ ઘણું જાણવા મળ્યું છે. તેઓશ્રીએ મારા પર કરેલા અનેક ઉપકારોની હારમાળામાં આ એક નવો મણકો ઉમેરાયો છે. તેઓશ્રીનો ખૂબ ખૂબ ઋણી છું. કર્મસાહિત્યનિષ્ણાત-ચારિત્રચૂડામણી-સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.વર્ધમાનતપોનિધિ-ન્યાયવિશારદસકળ સંઘહિતૈષી સ્વ.પૂ. આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 236