Book Title: Shatak Author(s): Abhayshekharsuri Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai View full book textPage 4
________________ પ્રસ્તાવના ક પં.શ્રી ધીરુભાઈ તથા રમ્યરેણુ દ્વારા પાંચમા કર્મગ્રન્થના કરાયેલાં વિવેચન મારી પાસે સંશોધન માટે આવ્યાં. સંશોધન કરતાં કરતાં એમ લાગ્યું કે આમાંના ઘણા પદાર્થો પર હેતુ વગેરેની વિશેષ વિચારણાઓ શક્ય છે. એટલે ટીપ્પણ રૂપે એવું લખાણ કરવાનું શરુ કર્યું. પણ આ બન્ને વિવેચનો અત્યંત વિસ્તૃત જણાયા, એટલે આ ટીપ્પણોનું લખાણ એમાં ઓર વિસ્તાર કરનારું બનશે.....એના કરતાં સંક્ષેપમાં પદાર્થોનો સંગ્રહ કરી સાથે આ ટીપ્પણો આપવી એમ વિચારી ટૂંકમાં પદાર્થોનું લખાણ અને વિસ્તૃત ટીપ્પણો તૈયાર કર્યાં. અત્યાર સુધી પાંચમા કર્મગ્રન્થનાં અનેક વિવેચનો પ્રકાશિત થયેલા છે, ઉપર કહેલા બે પણ ટૂંક સમયમાં પ્રકાશિત થઈ રહ્યા છે, અને છતાં આ પણ એક વધારાનું એ જ વિષયનું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે, તે ઉપરના કારણે જાણવું. અલબત્ ઉપરના બન્ને વિવેચનકારોની ઇચ્છા હોવાથી એમનાં વિવેચનો સાથે પણ આ ટીપ્પણો યથાસંભવ પ્રકાશિત કરવાની મેં સંમતિ આપી છે. પદાર્થોના સંગ્રહમાં, ભૂયસ્કારાદિના નિરૂપણમાં સર્વ ઉત્તરપ્રકૃતિઓના ભૂયસ્કારાદિના વિસ્તૃતનિરૂપણનો સમાવેશ કર્યો છે. આના દ્વારા વિદ્યાર્થીઓને કર્મના બંધ અંગેના તથા બંધમાં થતા ભૂયસ્કારાદિ અંગેના અનેક સૂક્ષ્મનિયમોની જાણકારી મળશે તથા એ બધી વિચારણા કરવામાં પૂર્વાપર ભારોભાર અનુસંધાન આવશ્યક હોવાથી ચિત્તની એકાગ્રતા કેળવવાનો પણ અભ્યાસ મળશે. એ માટે મેધાવી વિદ્યાર્થીઓને એક ભલામણ છે કે પહેલાં, આ બંધસ્થાનો, એનો કાળ-ભૂયસ્કારાદિના વિકલ્પો વગેરેનો સ્વયં વિચાર કરી લેવો, અને પછી પુસ્તકમાં કરેલા નિરૂપણ સાથે એનો તાળો મેળવવા પ્રયાસ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 236