Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી... સિદ્ધિનાં સોપાન (પ્રણિધાનાદિ પાંચ આશયોનું અત્યંત વિશદ વિવેચન) એક અંગત વાત..... યોગવિંશિકાનું વિવેચન. આ બધા પુસ્તકોનું અધ્યયન કરીને અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા અધ્યાપક પંડિતો મને પૂછતા હોય છે કે ‘‘સાહેબ વર્ષોથી અમે આના અધ્યયન -અધ્યાપનમાં છીએ... પણ અમને તો કયારેય આવા ઊંડાણભર્યા.... અપૂર્વ અને અદ્ભુત રહસ્યોનું નિઃશંક ઉદ્ઘાટન કરનારા ચિંતનો સ્ફુરતા નથી, આપશ્રીને કેવી રીતે સ્ફુરે છે ?’’ પ્રસ્તુત ગ્રન્થની અનેક ટીપ્પણો અંગે પણ આવા સાશ્ચર્ય ઉદ્ગાર પ્રાયઃ ઘણાના નીકળશે...એટલે આ અંગે હું જે માનું છું તે બધાને જણાવી દઉં... દેવ-ગુરુની અચિન્ત્યકૃપા....આ એક મુખ્ય પરિબળ છે જ.. સિદ્ધાન્તદિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષ સૂ.મ.સા. તથા સહજાનંદી સ્વ. દાદાગુરુદેવશ્રી પૂ.આ.શ્રી ધર્મજિત્ સૂ.મ.સા. ... બન્ને મહાત્માઓ પાસે કર્મસાહિત્યનું અધ્યયન થયું ત્યારે જ ઘણાં રહસ્યો મળ્યાં જ, પણ કોઈપણ વાત હેતુપુરસ્કર વિચારવાની પદ્ધતિ મળી... એના કારણે મને ઢગલાબંધ પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. કેટલાકના સ્વયં સમાધાન પદાર્થોના પૂર્વાપર અનુસંધાનથી મળતા. કેટલાયના નહીં પણ મળતા, એ બધાના આ બન્ને મહાત્માઓ સમાધાન આપતા જેમાં ઘણાં જ નવા નવા કયારેય જેની કલ્પના સુદ્ધાં ન કરી હોય- એવા રહસ્યો મળતાં. પછી અનેકશઃ અધ્યયન કરાવવાનો અવસર સાંપડયો.હેતુ વગેરે માટે શાસ્ત્રવચનોને અનેક રીતે ચકાસવાની અને પૂર્વાપર વચનોને જોડવાની ટેવ પડી ગયેલી.. એટલે જેટલી વાર ભણાવવાનું થાય એટલી વાર કંઈક ને કંઈક નવી સ્ફુરણાઓ- નવાં રહસ્યો મળતાં જ. વળી પ્રશ્નો ઊઠે તો પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી સમાધાનદાતા હતા જ. આ ટીપ્પણોમાં પણ ઘણાં ઘણાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 236