Book Title: Shastra ane Shastra Vacche Sho Fer Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ શા અને શરા વચ્ચે શું ? [ ૧૩૭ પણુ વખત જતાં એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠાનાં ફળ ચાખવાની અને ભેગવવાની લાલચ પેલા શાસ્ત્રમૂર્તિ વર્ગમાં દાખલ થઈ. એ જ રીતે શસ્ત્રમૂર્તિ વર્ગમાં પણ શસ્ત્રસેવા દ્વારા જાગેલ પ્રતિષ્ઠાનાં ફળ આસ્વાદવાની સુદ વૃત્તિ જન્મી. પરિણામે ધીરે ધીરે સાત્વિક અને રાજસ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું અથવા તેમાં તાપણું દાખલ થયું, અને એવી સ્થિતિ આવી કે શાસ્ત્રમૂર્તિ વર્ગ શાસ્ત્રજીવી બની ગયો અને શસ્ત્રમૂર્તિ વર્ગ શસ્ત્રજીવી બની ગયે, એટલે કે, બન્નેનું મુખ્ય ધ્યેય રક્ષણ મટી આજીવિકા પૂરતું થઈ ગયું. શાસ્ત્ર અને શસ્ત્ર દ્વારા મુખ્યપણે આજીવિકા સાધવી, પિતાની ભગવાસના તૃપ્ત કરવી-એવી વૃત્તિ જન્મતાં જ શાસ્ત્રજીવી બ્રાહ્મણવર્ગમાં તડાં પડયાં, તેઓ એકબીજાની અદેખાઈ કરવા લાગ્યા. ભકતો, અનુયાયીઓ અને શિષ્ય, જેમને અજ્ઞાન અને કુસંસ્કારથી બચાવી લેવાનું પવિત્ર કામ બ્રાહ્મણવર્ગને સોંપાયેલું હતું, તેઓને તે રીતે બચાવવાને બદલે પિલે શાસ્ત્રજીવી વર્ગ પોતાના હાથમાં પડેલા અભણ અને ભોળા વર્ગની સેવાશકિતનો બને તેટલે પિતાના લાભમાં વધારેમાં વધારે ઉપયોગ કરવાની હરીફાઈમાં પડ્યો; એટલે શિકારીની પેઠે એક શાસ્ત્રજીવી પિતાની શાસ્ત્રજાળમાં બને તેટલા વધારેમાં વધારે અનુયાયીઓ બાંધી રાખવા બીજ શાસ્ત્રજીવી સાથે વિવિધ રીતે કુસ્તીમાં ઊતરવા લાગે અને આચાર્ય સિદ્ધસેન કહે છે તેમ, એક માંસના ટુકડા માટે લડનાર બે શ્વાનોમાં ક્યારેક ક્ષેત્રી બંધાય પણ બે સગા ભાઈ શાસ્ત્રજીવી એટલે વાદી હોય તો તેમાં સ્ત્રીને કદી જ સંભવ નથી હોત, એ સ્થિતિ સમાજમાં આવીને ઊભી રહી. બીજી બાજુ શસ્ત્રમૂર્તિવર્ગ પણ શસ્ત્રજીવી થઈ ગયા હતે; એટલે તેમાં પણ ભગવૈભવની હરીફાઈ અને કર્તવ્યસ્મૃતિ દાખલ થઈ હતી. તેથી અનાથ અગર આશ્રિત પ્રજાવર્ગનું પાલન કરવામાં પોતાની શક્તિ રેકવાને બદલે એ વર્ગ સત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાંડતર થયે. પરિણામે એક શસ્ત્રજીવી અને બીજા -શસ્ત્રજીવી વચ્ચે, કઈ અનાથ અગર નિર્બળની રક્ષાને કારણે નહિ પણ અંગત ષ અને વૈરને કારણે, યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્ધાગ્નિમાં જે લાખો અને કરોડોની રક્ષા વાસ્તે તે વર્ગ સર્જાયો હતે અગર જેઓની રક્ષાને નિમિત્તે તે વર્ગને આટલું ગૌરવ પ્રાપ્ત થયું હતું તે જ લાખે અને કરે લેકે હેમાયા છે. આ રીતે આપણા આર્યાવર્તનો ઇતિહાસ, શાસ્ત્ર અને શસ્ત્ર અને દ્વારા વિશેષ કલુષિત થયે અને પિતાની પવિત્રતા અખંડિત રાખી ન શક્યો. એ જ સબબ છે કે આ દેશમાં લાખ નહિ પણ કરે શાસ્ત્રજીવી વર્ગની વ્યક્તિઓ હેવા છતાં અજ્ઞાન અને વિખવાદને પાર નથી; એટલું જ નહિ પણ ઊલટું, એ વર્ગે અજ્ઞાન અને વિખવાદ વધારવામાં કે પિલવામાં પણ નાનોસૂને ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5