Book Title: Shastra ane Shastra Vacche Sho Fer
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ -140 ] દર્શન અને ચિંતન જ જરૂર છે. જ્યાં સુધી મનમાં મેલ હશે, એકબીજા પ્રત્યે આદર અગર તટસ્થતા નહિ હોય અને લેશ પણ અદેખાઈ હશે, ત્યાં સુધી ભગવાનની સાક્ષીએ એક શાસ્ત્રને માનવામાં અને અનુસરવાનાં વ્રત લેવા છતાં કદી એકતા નહિ સધાવાની, શાનિત નહિ જ સ્થપાવાની. એ વસ્તુ જે ધ્યાનમાં ન ઊતરે તો કહેવું જોઈએ કે તે માણસ ઇતિહાસ અને માનસશાસ્ત્રને સમજી નથી શકતો. આપણે સમાજ અને દેશ કલેશના વમળમાં સંડોવાયે છે. તે આપણી પાસે વધારે નહિ તે એટલી આશા રાખે જ છે કે હવે ક્લેશ ન પિોષીએ. જે આપણે ઉદારતા અને જ્ઞાનવૃત્તિ કેળવીએ તે જ સમાજ અને દેશની માગણીને આપણે વફાદાર રહી શકીએ. જૈન તત્ત્વજ્ઞાનમાં અનેકાંત અને આચારમાં અહિંસા મૂકવામાં આવેલ છે, અને તેને ઉદ્દેશ માત્ર એ જ છે કે તમે જૈન તરીકે અંદરોઅંદર અને બીજા સમાજો સાથે ઉદારતાથી અને પ્રેમથી વર્તો. જ્યાં ભેદ અને વિરોધ હોય ત્યાં જ ઉદારતા અને પ્રેમનું કામ પડે છે અને ત્યાં જ તે અંતઃકરણમાં છે કે નહિ અને છે તે કેટલા પ્રમાણમાં છે એની પરીક્ષા થાય છે. એટલે આપણે જેનપણને જે સમજતા હોઈએ તો સીધી રીતે સમજી શકીએ કે ઉદારતા અને પ્રેમત્તિ દ્વારા જ આપણે ધર્મની રક્ષા કરી શકીએ, બીજી કોઈ રીતે નહિ જ. શાસ્ત્રની ઉત્પત્તિ અને તેના ઉપગને ઉદેશ એ જ છે. જો એ ઉદેશ એનાથી ન સાધીએ તે એ રક્ષણને બદલે ઝેરી શત્રની પેટ ભક્ષણ કરવાનું કામ કરશે અને શામ પિતાનું ગૌરવ નષ્ટ કરી શસ્ત્ર સાબિત થશે. ઉદારતા બે જાતની : એક તે વિધી અગર ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થપણું કેળવવાની અને બીજી આદર્શ મહાન બનાવવાની. જ્યારે આદર્શ તદ્દન સાંકડો હોય, અંગત કે પંથ પૂરતો મર્યાદિત હેય, ત્યારે માણસનું મન સ્વભાવે જ વિશાળ તત્વનું બનેલું હોવાથી એ સાંકડા આદર્શ માં ગભરાય છે અને ઝેરવેરની બહાર આવવા બારીઓ શોધે છે. એ મનની સામે જે વિશાળ આદર્શ રાખવામાં આવે તો તેને જોઈતું ક્ષેત્ર મળી જાય છે અને તેની શક્તિ કલેશ-કંકાસ વાતે ફાજલ રહેતી જ નથી. એટલે ધર્મપ્રેમી થવા ઇચછનાર દરેકની એ ફરજ છે કે તે પિતાને આદર્શ વિશાળ ઘડે અને તે માટે મનને તૈયાર કરે. બીજી બાજુ જ્ઞાનવૃદ્ધિ એટલે શું? માણસજાતમાં જ્ઞાનની ભૂખ સ્વભાવે જ હોય છે. એ ભૂખ તેણે જુદા જુદા પંથેનાં, ધર્મોનાં અને બીજી અનેક શાખાઓનાં શાસ્ત્રોને સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરીને જ શમાવવી. જે સહાનુભૂતિ હોય તે જ બીજી બાજુને બરાબર સમજી શકાય. આ રીતે આપણામાં આજે ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ પ્રગટાવવાની ભાવના આપણે પેદા કરીએ. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1932. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5