Book Title: Shastra ane Shastra Vacche Sho Fer
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર? [૨૦] હિન્દુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર, અને તે દ્વારા શક્ય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતો છે. એ જ રીતે શસ્ત્ર રાખનાર, વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતો છે. શરૂઆતમાં બ્રાહ્મણવર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લેકરક્ષા એટલે સમાજ રક્ષા કરવાનું હતું, તેમ જ ક્ષત્રિયવર્ગનું કાર્ય શસ્ત્ર દ્વારા સમાજ રક્ષણ કરવાનું હતું. શાસ્ત્ર દ્વારા સમાજરક્ષણ અને શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ એ બન્ને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદું હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણ જ્યારે કેઈને બચાવવા માગે ત્યારે તેના ઉપર શાસ્ત્રને પ્રયોગ કરે; એટલે તેને હિતબુદ્ધિથી, ઉદારતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમજાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તે પણ તે પિતાની જાતને તો ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનું કાર્ય મુખ્યપણે વક્તાને બચાવવાનું જ રહેતું, સાથે સાથે શ્રેતાને પણ બચાવી લેવાનું બની આવતું, અને જે કઈ વાર તેમ ન બને તે શ્રેતાનું અનિષ્ટ થાય તે ઉદેશ તે ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જે કોઈના આક્રમણથી પિતાની જાતને બચાવવાનો હોય તે તે શસ્ત્ર દ્વારા પેલા આક્રમણકારીને મારીને જ પિતાને બચાવી લે. એ જ રીતે બીજા કેઈ નિર્બળને બચાવવા જાય ત્યારે પણ પેલા બળવાન આક્રમણ કારીને મારીને જ અગર હરાવીને જ નિર્બળને બચાવી શકે. એટલે શસ્ત્ર રક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મેટેભાગે બીજાને નાશ સંભવે છે; એટલે કે સામાને ભોગે જ આત્મરક્ષા કે પરરક્ષા સંભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રને અર્થ એ કે શાસન કરી એટલે સમજાવીને કોઈને બચાવવાની શક્તિને જે ધરાવે તે શાસ્ત્ર અને બીજાને હણી એકને બચાવવાની શક્તિ જેમાં હેય તે શસ્ત્ર. આ તફાવત સાત્વિક અને રાજસ પ્રકૃતિના તફાવતનું સૂચક છે. એ તફાવત હોવા છતાં બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પિતાના સમાજક્ષણના ધ્યેયને યથાર્થપણે વફાદાર રહી ત્યાં સુધી તે બને પ્રકૃતિએ પિતાની મર્યાદા પ્રમાણે નિ:સ્વાર્થપણે કામ બજાવ્યા કર્યું અને શારું રે શસ્ત્રનો મોભે સચવાઈ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5