Page #1
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર?
[૨૦] હિન્દુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર, અને તે દ્વારા શક્ય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતો છે. એ જ રીતે શસ્ત્ર રાખનાર, વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતો છે. શરૂઆતમાં બ્રાહ્મણવર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લેકરક્ષા એટલે સમાજ રક્ષા કરવાનું હતું, તેમ જ ક્ષત્રિયવર્ગનું કાર્ય શસ્ત્ર દ્વારા સમાજ રક્ષણ કરવાનું હતું. શાસ્ત્ર દ્વારા સમાજરક્ષણ અને શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ એ બન્ને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદું હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણ જ્યારે કેઈને બચાવવા માગે ત્યારે તેના ઉપર શાસ્ત્રને પ્રયોગ કરે; એટલે તેને હિતબુદ્ધિથી, ઉદારતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમજાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તે પણ તે પિતાની જાતને તો ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનું કાર્ય મુખ્યપણે વક્તાને બચાવવાનું જ રહેતું, સાથે સાથે શ્રેતાને પણ બચાવી લેવાનું બની આવતું, અને જે કઈ વાર તેમ ન બને તે શ્રેતાનું અનિષ્ટ થાય તે ઉદેશ તે ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જે કોઈના આક્રમણથી પિતાની જાતને બચાવવાનો હોય તે તે શસ્ત્ર દ્વારા પેલા આક્રમણકારીને મારીને જ પિતાને બચાવી લે. એ જ રીતે બીજા કેઈ નિર્બળને બચાવવા જાય ત્યારે પણ પેલા બળવાન આક્રમણ કારીને મારીને જ અગર હરાવીને જ નિર્બળને બચાવી શકે. એટલે શસ્ત્ર રક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મેટેભાગે બીજાને નાશ સંભવે છે; એટલે કે સામાને ભોગે જ આત્મરક્ષા કે પરરક્ષા સંભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રને અર્થ એ કે શાસન કરી એટલે સમજાવીને કોઈને બચાવવાની શક્તિને જે ધરાવે તે શાસ્ત્ર અને બીજાને હણી એકને બચાવવાની શક્તિ જેમાં હેય તે શસ્ત્ર. આ તફાવત સાત્વિક અને રાજસ પ્રકૃતિના તફાવતનું સૂચક છે. એ તફાવત હોવા છતાં બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પિતાના સમાજક્ષણના ધ્યેયને યથાર્થપણે વફાદાર રહી ત્યાં સુધી તે બને પ્રકૃતિએ પિતાની મર્યાદા પ્રમાણે નિ:સ્વાર્થપણે કામ બજાવ્યા કર્યું અને શારું રે શસ્ત્રનો મોભે સચવાઈ રહ્યો.
Page #2
--------------------------------------------------------------------------
________________
શા અને શરા વચ્ચે શું ?
[ ૧૩૭ પણુ વખત જતાં એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠાનાં ફળ ચાખવાની અને ભેગવવાની લાલચ પેલા શાસ્ત્રમૂર્તિ વર્ગમાં દાખલ થઈ. એ જ રીતે શસ્ત્રમૂર્તિ વર્ગમાં પણ શસ્ત્રસેવા દ્વારા જાગેલ પ્રતિષ્ઠાનાં ફળ આસ્વાદવાની સુદ વૃત્તિ જન્મી. પરિણામે ધીરે ધીરે સાત્વિક અને રાજસ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું અથવા તેમાં તાપણું દાખલ થયું, અને એવી સ્થિતિ આવી કે શાસ્ત્રમૂર્તિ વર્ગ શાસ્ત્રજીવી બની ગયો અને શસ્ત્રમૂર્તિ વર્ગ શસ્ત્રજીવી બની ગયે, એટલે કે, બન્નેનું મુખ્ય ધ્યેય રક્ષણ મટી આજીવિકા પૂરતું થઈ ગયું. શાસ્ત્ર અને શસ્ત્ર દ્વારા મુખ્યપણે આજીવિકા સાધવી, પિતાની ભગવાસના તૃપ્ત કરવી-એવી વૃત્તિ જન્મતાં જ શાસ્ત્રજીવી બ્રાહ્મણવર્ગમાં તડાં પડયાં, તેઓ એકબીજાની અદેખાઈ કરવા લાગ્યા. ભકતો, અનુયાયીઓ અને શિષ્ય, જેમને અજ્ઞાન અને કુસંસ્કારથી બચાવી લેવાનું પવિત્ર કામ બ્રાહ્મણવર્ગને સોંપાયેલું હતું, તેઓને તે રીતે બચાવવાને બદલે પિલે શાસ્ત્રજીવી વર્ગ પોતાના હાથમાં પડેલા અભણ અને ભોળા વર્ગની સેવાશકિતનો બને તેટલે પિતાના લાભમાં વધારેમાં વધારે ઉપયોગ કરવાની હરીફાઈમાં પડ્યો; એટલે શિકારીની પેઠે એક શાસ્ત્રજીવી પિતાની શાસ્ત્રજાળમાં બને તેટલા વધારેમાં વધારે અનુયાયીઓ બાંધી રાખવા બીજ શાસ્ત્રજીવી સાથે વિવિધ રીતે કુસ્તીમાં ઊતરવા લાગે અને આચાર્ય સિદ્ધસેન કહે છે તેમ, એક માંસના ટુકડા માટે લડનાર બે શ્વાનોમાં ક્યારેક ક્ષેત્રી બંધાય પણ બે સગા ભાઈ શાસ્ત્રજીવી એટલે વાદી હોય તો તેમાં સ્ત્રીને કદી જ સંભવ નથી હોત, એ સ્થિતિ સમાજમાં આવીને ઊભી રહી. બીજી બાજુ શસ્ત્રમૂર્તિવર્ગ પણ શસ્ત્રજીવી થઈ ગયા હતે; એટલે તેમાં પણ ભગવૈભવની હરીફાઈ અને કર્તવ્યસ્મૃતિ દાખલ થઈ હતી. તેથી અનાથ અગર આશ્રિત પ્રજાવર્ગનું પાલન કરવામાં પોતાની શક્તિ રેકવાને બદલે એ વર્ગ સત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાંડતર થયે. પરિણામે એક શસ્ત્રજીવી અને બીજા -શસ્ત્રજીવી વચ્ચે, કઈ અનાથ અગર નિર્બળની રક્ષાને કારણે નહિ પણ અંગત ષ અને વૈરને કારણે, યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્ધાગ્નિમાં જે લાખો અને કરોડોની રક્ષા વાસ્તે તે વર્ગ સર્જાયો હતે અગર જેઓની રક્ષાને નિમિત્તે તે વર્ગને આટલું ગૌરવ પ્રાપ્ત થયું હતું તે જ લાખે અને કરે લેકે હેમાયા છે. આ રીતે આપણા આર્યાવર્તનો ઇતિહાસ, શાસ્ત્ર અને શસ્ત્ર અને દ્વારા વિશેષ કલુષિત થયે અને પિતાની પવિત્રતા અખંડિત રાખી ન શક્યો. એ જ સબબ છે કે આ દેશમાં લાખ નહિ પણ કરે શાસ્ત્રજીવી વર્ગની વ્યક્તિઓ હેવા છતાં અજ્ઞાન અને વિખવાદને પાર નથી; એટલું જ નહિ પણ ઊલટું, એ વર્ગે અજ્ઞાન અને વિખવાદ વધારવામાં કે પિલવામાં પણ નાનોસૂને ભાગ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
દર્શન અને ચિંતન નથી ભજવ્યો. શુદ્ર અને સ્ત્રીવર્ગને તો જ્ઞાનના અધિકારી ગણું તે વર્ગે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે, પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર કરવાને પેલા શાસ્ત્રજીવી વર્ગે પિતાનાથી શક્ય હોય તે કઈ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપક રીતે કરેલો નથી. શસ્ત્રજીવી વર્ગ પણ અંદરોઅંદરની અદેખાઈ ભોગવિલાસ અને કલેશને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પિતાના દેશને બચાવી ન શક્યો અને છેવટે પોતે પણ ગુલામ થયે. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ચેય રાખેલું તે ધ્યેયથી તેમની સંતતિ સ્તુત થતાં જ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલો બધે નબળા અને પેટભરું થઈ ગયું કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો : તે શત્રજીવી રાજા-મહારાજાઓની ખુશામત કરે અને મોટપ માને. શસ્ત્રજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને બદલે દાન-દક્ષિણ આપીને જ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આમ બન્ને વર્ગની બુદ્ધિ અને સત્તાના તેજમાં બીજા આશ્રિત લેકે ચગદાઈ ગયા અને છેવટે આ સમાજ નિર્બળ થઈ ગયે.
આપણે આજે પણ મોટેભાગે જોઈએ છીએ કે કોઈ ઉપનિષદ અને ગીતાપાઠી તે શાસ્ત્રો વાંચી પાછળથી હિસાબ મૂકે છે કે દક્ષિણમાં કેટલું ઉત્પન્ન થયું. સતાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણે તરફ હોય છે. અભ્યાસને બળે કે ઉચ્ચાર્યે જાય છે અને આંખ કે દક્ષિણે મૂકી અને કેણે ન મૂકી એ જેવા તરફ ફર્યા કરે છે. દુર્ગાસપ્તશતીનો પાઠ કરનાર મોટેભાગે દક્ષિણ આપનાર માટે કરે છે. ગાયત્રીના જપિ પણ દક્ષિણે દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણ મેળવવા શાસ્ત્રજીવી વર્ગની અને એક યજમાનને ત્યાંથી સીધું મેળવવા તે વર્ગની અંદરોઅંદર જે મારામારી થાય છે તેને રેટીના એક ટુકડા માટે લડતા બે ધાને સાથે સરખાવી શકાય. જમીનના એક નજીવા ટુકડા માટે બે શસ્ત્રજીવીઓ હવે એ જ રીતે કેટે લડે છે. વિશેષ શું? શાસ્ત્રજીવી વર્ગમાં જે સ્વાર્થ અને સંકુચિતપણને દોષ દાખલ થયે તેની અસર બૌદ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષુકવર્ગ ઉપર પણ થઈ. આ બે વર્ગમાં અંદશેઅંદર કુસંપ અને વિરોધ દાખલ થઈ ન અટકતાં તે તેના પેટભેદોમાં પણ દાખલ થયો. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષુને અને શ્વેતાંબર ભિક્ષુ દિગં:
બરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યો. ઉદારતાને બદલે બનેમાં સંકુચિતતા વિધવા અને પિપાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષ વર્ગમાં પણ શાસ્ત્રને નામે ખૂબ વિરોધ અને તડ જમ્યા અને આધ્યાત્મિક ગણાતાં તેમ જ આધ્યા
Page #4
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શું ફેર?
[ ૧૩૯૯ ત્મિક તરીકે પૂજાતાં શાસ્ત્રોને ઉપયોગ એક-બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરોધ સાથે કડવાશ વધારવામાં અને પિતપોતાની અંગત દુકાનો ચલાવવામાં થવા લાગે. આ રીતે શાસ્ત્ર શસ્ત્રનું સ્થાન લીધું, અને તે પણ ખરી રીતે તે શુદ્ધ શસ્ત્રનું નહિ પરંતુ ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથી જ આજે જે ક્લેશ-કંકાસનાં બીજ વધારે દેખાતાં હોય અગર વધારે વ્યાપક રીતે લેશ-કંકાસ ફેલાવાની શક્યતા દેખાતી હોય તે તે ત્યાગી કહેવાતા છતાં શાસ્ત્રજીવી વગ માં જ છે અને એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી છે,
આ તો બધી અત્યાર સુધીની ભૂતકાળની વાત થઈ, પણ હવે વર્તભાનમાં અને ભવિષ્યમાં શું કરવું એ એક પ્રશ્ન ઊભો થાય છે. શું શાસ્ત્ર. નિમિત્તે પ્રસરેલું વિષ કે શસ્ત્ર દ્વારા ફેલાયેલું વિષ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના નાશથી--વસથી દૂર થઈ શકે ? તે માટે બીજે રસ્તે છે? એ બન્નેના નાશથી. કદી કલેશ-વિષનો નાશ થઈ ન શકે. યુરોપમાં શસ્ત્ર ઘટાડવાની અને નષ્ટ. કરવાની વાતો ચાલે છે, પણ વૃત્તિ સુધાર્યા સિવાય એ શસ્ત્રોના નાશથી કદી શાન્તિ આવવાની નથી, આવી શકે નહિ. કોઈ કહે કે એક વેદને ઝંડે ફરકે તે કલેશ-કંકાસ અને ઝઘડા, જે પંથ નિમિતે થાય છે તે, ન થાય; કોઈ કુરાનભક્ત એ જ વાત કહે; પણ આપણે ભ્રમમાં ન રહેવું જોઈએ કે એક વેદના અનુયાયીઓ અને કુરાનને માનનારાઓ વચ્ચે પણ એટલી જ મારામારી છે. જ્યારે એક ઝંડાની નીચે બીજા વધારે આવશે ત્યારે પણ અત્યારે હશે તે કરતાં મારામારી વધશે. ત્યારે એ એક ક ઉપાય છે કે જેથી વેરનું ઝેર મટે? ઉપાય એક જ છે અને તે ઉદારતા તેમ જ જ્ઞાનશક્તિ વધારવી તે. જે આપણામાં ઉદારતા અને જ્ઞાનશક્તિ વધે તે આપણે ગમે તે શાસ્ત્રને માનતા હોઈશું છતાં બીજા સાથે કે અંદરોઅંદર અથડામ-- ણીનું કારણ આપોઆપ દૂર થશે. આજે પંથ કે સમાજ જે માગી રહ્યો છે તે તો શક્તિ અને એકસપી છે. આ તત્વ ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ સિવાય કદી સંભવી શકતું નથી. ભિન્ન ભિન્ન શાસ્ત્રને અનુસરનાર જુદા જુદા પશે અને વ માત્ર ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિને બળે જ હળીમળી એકસંપથી કરવાના કામ કરી શકે. આપણે ઘણુય એવા પુરુષો જોઈએ છીએ કે જેઓ એક શાસ્ત્રના અનુયાયી નથી છતાં એકદિલ થઈ સમાજ અને દેશનું કામ કરે છે, અને આપણે એવા પણુ ઘણુ માણસ જોઈએ છીએ કે જેઓ એક જ સંપ્રદાયનાં શાસ્ત્રોને સરખી રીતે માનવા છતાં એકબીજા સાથે હળીમળીને કામ કરવાની વાત તે બાજુએ રહી, પણ એકબીજાનું નામ પણ સહન કરી શકતા નથી. આ વસ્તુસ્થિતિ આપણને શું સૂચવે છે, તે હવે કહેવાની ભાગ્યે
Page #5
--------------------------------------------------------------------------
________________ -140 ] દર્શન અને ચિંતન જ જરૂર છે. જ્યાં સુધી મનમાં મેલ હશે, એકબીજા પ્રત્યે આદર અગર તટસ્થતા નહિ હોય અને લેશ પણ અદેખાઈ હશે, ત્યાં સુધી ભગવાનની સાક્ષીએ એક શાસ્ત્રને માનવામાં અને અનુસરવાનાં વ્રત લેવા છતાં કદી એકતા નહિ સધાવાની, શાનિત નહિ જ સ્થપાવાની. એ વસ્તુ જે ધ્યાનમાં ન ઊતરે તો કહેવું જોઈએ કે તે માણસ ઇતિહાસ અને માનસશાસ્ત્રને સમજી નથી શકતો. આપણે સમાજ અને દેશ કલેશના વમળમાં સંડોવાયે છે. તે આપણી પાસે વધારે નહિ તે એટલી આશા રાખે જ છે કે હવે ક્લેશ ન પિોષીએ. જે આપણે ઉદારતા અને જ્ઞાનવૃત્તિ કેળવીએ તે જ સમાજ અને દેશની માગણીને આપણે વફાદાર રહી શકીએ. જૈન તત્ત્વજ્ઞાનમાં અનેકાંત અને આચારમાં અહિંસા મૂકવામાં આવેલ છે, અને તેને ઉદ્દેશ માત્ર એ જ છે કે તમે જૈન તરીકે અંદરોઅંદર અને બીજા સમાજો સાથે ઉદારતાથી અને પ્રેમથી વર્તો. જ્યાં ભેદ અને વિરોધ હોય ત્યાં જ ઉદારતા અને પ્રેમનું કામ પડે છે અને ત્યાં જ તે અંતઃકરણમાં છે કે નહિ અને છે તે કેટલા પ્રમાણમાં છે એની પરીક્ષા થાય છે. એટલે આપણે જેનપણને જે સમજતા હોઈએ તો સીધી રીતે સમજી શકીએ કે ઉદારતા અને પ્રેમત્તિ દ્વારા જ આપણે ધર્મની રક્ષા કરી શકીએ, બીજી કોઈ રીતે નહિ જ. શાસ્ત્રની ઉત્પત્તિ અને તેના ઉપગને ઉદેશ એ જ છે. જો એ ઉદેશ એનાથી ન સાધીએ તે એ રક્ષણને બદલે ઝેરી શત્રની પેટ ભક્ષણ કરવાનું કામ કરશે અને શામ પિતાનું ગૌરવ નષ્ટ કરી શસ્ત્ર સાબિત થશે. ઉદારતા બે જાતની : એક તે વિધી અગર ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થપણું કેળવવાની અને બીજી આદર્શ મહાન બનાવવાની. જ્યારે આદર્શ તદ્દન સાંકડો હોય, અંગત કે પંથ પૂરતો મર્યાદિત હેય, ત્યારે માણસનું મન સ્વભાવે જ વિશાળ તત્વનું બનેલું હોવાથી એ સાંકડા આદર્શ માં ગભરાય છે અને ઝેરવેરની બહાર આવવા બારીઓ શોધે છે. એ મનની સામે જે વિશાળ આદર્શ રાખવામાં આવે તો તેને જોઈતું ક્ષેત્ર મળી જાય છે અને તેની શક્તિ કલેશ-કંકાસ વાતે ફાજલ રહેતી જ નથી. એટલે ધર્મપ્રેમી થવા ઇચછનાર દરેકની એ ફરજ છે કે તે પિતાને આદર્શ વિશાળ ઘડે અને તે માટે મનને તૈયાર કરે. બીજી બાજુ જ્ઞાનવૃદ્ધિ એટલે શું? માણસજાતમાં જ્ઞાનની ભૂખ સ્વભાવે જ હોય છે. એ ભૂખ તેણે જુદા જુદા પંથેનાં, ધર્મોનાં અને બીજી અનેક શાખાઓનાં શાસ્ત્રોને સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરીને જ શમાવવી. જે સહાનુભૂતિ હોય તે જ બીજી બાજુને બરાબર સમજી શકાય. આ રીતે આપણામાં આજે ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ પ્રગટાવવાની ભાવના આપણે પેદા કરીએ. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1932.