________________
૧૮ ]
દર્શન અને ચિંતન નથી ભજવ્યો. શુદ્ર અને સ્ત્રીવર્ગને તો જ્ઞાનના અધિકારી ગણું તે વર્ગે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે, પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર કરવાને પેલા શાસ્ત્રજીવી વર્ગે પિતાનાથી શક્ય હોય તે કઈ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપક રીતે કરેલો નથી. શસ્ત્રજીવી વર્ગ પણ અંદરોઅંદરની અદેખાઈ ભોગવિલાસ અને કલેશને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પિતાના દેશને બચાવી ન શક્યો અને છેવટે પોતે પણ ગુલામ થયે. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ચેય રાખેલું તે ધ્યેયથી તેમની સંતતિ સ્તુત થતાં જ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલો બધે નબળા અને પેટભરું થઈ ગયું કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો : તે શત્રજીવી રાજા-મહારાજાઓની ખુશામત કરે અને મોટપ માને. શસ્ત્રજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને બદલે દાન-દક્ષિણ આપીને જ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આમ બન્ને વર્ગની બુદ્ધિ અને સત્તાના તેજમાં બીજા આશ્રિત લેકે ચગદાઈ ગયા અને છેવટે આ સમાજ નિર્બળ થઈ ગયે.
આપણે આજે પણ મોટેભાગે જોઈએ છીએ કે કોઈ ઉપનિષદ અને ગીતાપાઠી તે શાસ્ત્રો વાંચી પાછળથી હિસાબ મૂકે છે કે દક્ષિણમાં કેટલું ઉત્પન્ન થયું. સતાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણે તરફ હોય છે. અભ્યાસને બળે કે ઉચ્ચાર્યે જાય છે અને આંખ કે દક્ષિણે મૂકી અને કેણે ન મૂકી એ જેવા તરફ ફર્યા કરે છે. દુર્ગાસપ્તશતીનો પાઠ કરનાર મોટેભાગે દક્ષિણ આપનાર માટે કરે છે. ગાયત્રીના જપિ પણ દક્ષિણે દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણ મેળવવા શાસ્ત્રજીવી વર્ગની અને એક યજમાનને ત્યાંથી સીધું મેળવવા તે વર્ગની અંદરોઅંદર જે મારામારી થાય છે તેને રેટીના એક ટુકડા માટે લડતા બે ધાને સાથે સરખાવી શકાય. જમીનના એક નજીવા ટુકડા માટે બે શસ્ત્રજીવીઓ હવે એ જ રીતે કેટે લડે છે. વિશેષ શું? શાસ્ત્રજીવી વર્ગમાં જે સ્વાર્થ અને સંકુચિતપણને દોષ દાખલ થયે તેની અસર બૌદ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષુકવર્ગ ઉપર પણ થઈ. આ બે વર્ગમાં અંદશેઅંદર કુસંપ અને વિરોધ દાખલ થઈ ન અટકતાં તે તેના પેટભેદોમાં પણ દાખલ થયો. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષુને અને શ્વેતાંબર ભિક્ષુ દિગં:
બરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યો. ઉદારતાને બદલે બનેમાં સંકુચિતતા વિધવા અને પિપાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષ વર્ગમાં પણ શાસ્ત્રને નામે ખૂબ વિરોધ અને તડ જમ્યા અને આધ્યાત્મિક ગણાતાં તેમ જ આધ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org