Book Title: Shastra Sandesh Mala Part 11
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala
View full book text
________________ શરણે કોનું ? ધર્મનું જ ...! પરમ ઉપકારી એવા ધર્મશાસ્ત્રકારોએ, ધર્મની ઉપાદેયતાને જણાવવાને માટે અને ભવ્ય જીવોને ધર્મ પ્રતિ આકર્ષવાને માટે, ધર્મનો મહિમા પણ ખૂબ ખૂબ ગાયો છે. ધર્મમાં જે તાકાત છે, તે તાકાત બીજા કોઈમાં પણ નથી, એનું જગતના જીવોને ધર્મશાસ્ત્રકાર મહાપુરૂષોએ ભાન કરાવ્યું છે. જે આત્મા ધર્મના શરણને ગ્રહણ કરે છે, તે આત્માએ કલ્યાણને વિષે નિશ્ચિત્ત થઈ જવા જેવું છે, એમ ધર્મશાસ્ત્રકાર મહાપુરૂષો ફરમાવે છે. આત્મા ધર્મનું શરણ પામ્યો એટલે સમજી લો કેએ કલ્યાણના આગારમાં પેઠો. જેમ જેમ આત્મા ધર્મને સમર્પિત થતો જાય છે, તેમ તેમ આત્મા દુઃખથી મૂકાતો જાય છે અને સુખને પામતો જાય છે. જ્ઞાનિઓ ફરમાવે છે કે-જ્યાં ધર્મ નહિ, ત્યાંસુખ નહિ; અને, જ્યાં ધર્મ, ત્યાં દુઃખનું નામનિશાન નહિ. પૂર્વના અધર્મના યોગે દુઃખના સંયોગો આવે એ બને, તે છતાં પણ ધર્મના શરણને પામેલો આત્મા એ સંયોગોથી મુંઝાય નહિ. ઉલટું, દુ:ખના સંયોગોને પણ ધર્મના શરણને પામેલો આત્મા, સુખના કારણ રૂપ બનાવી દે! માટે, જગતમાં જો કોઈ શરણ લેવા લાયક વસ્તુ હોય, તો તે એક ધર્મ જ છે: પણ બીજી કોઈપણ વસ્તુ શરણ લેવા લાયક નથી. -પૂ.આ.દેવ.શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354