________________ ક્રિયા વિના મોક્ષ નથી...! વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ ને ગુણાનુરાગ, આ ત્રણ આવી જાય પછી ક્રિયાની જરૂર શી? વિષયમાત્ર પર વિરાગ થાય, કષાય માત્ર ચાલ્યા જાય અને ગુણોની સાથે આત્મા અસ્થિમજ્જાવત બની જાય, પછી ક્રિયા કરવાપણું નહિ રહે. સિદ્ધરૂપ થયેલા આત્માને ક્રિયાની જરૂર નથી : કારણ કે-વિષયોનો સંગ નાશ પામી ગયો છે, કષાયો વિખુટા પડી ગયા છે અને આત્મા સ્વસ્વરૂપગત બની ગયો છે. વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણાનુરાગ, આ ત્રણ વસ્તુ સંપૂર્ણપણે મળ્યા પછી ધર્મ કરવો'—એમ કોઈ કહે તો કહેવાનું કે-એ ત્રણને મેળવવા માટે તો ધર્મ કરવાનો છે. આજની દુનિયા એમ કહે છે કે-ક્રિયાના અપ્રમત્તપણા વિના જો ધર્મ થાય તો ક્રિયામાં શું છે? પણ એને એમ પૂછો કે-વગર ક્રિયાએ વિષયવિરાગિપણું, નિષ્કગાયિપણું, અને ગુણાનુરાગિપણું છે, એમ કહેવડાવવું હોય તો ના પણ કોણ પાડે છે? સઘળા જ તૈયાર છે પણ એમ બને નહિ. જાણે વાતો ક જ મોક્ષ ન મળતો હોય ! કાંઈ ક્રિયાની જાણે જરૂર જ ન હોય ! એમ મોક્ષ વાતોથી જ મળતો હોય તો તો જોઈતું તું શું? પણ જરૂરી ક્રિયા વિના મોક્ષ મળે નહિ. કયી ક્રિયા? આજ્ઞા મુજબની! -પૂ.આ.દેવ.શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા