________________ પ્રકાશકીય ............. ! પૂર્વના પૂર્વાચાર્ય - પુણ્યાત્માઓએ પદ્યમાં પ્રરૂપેલા 400 થી વધારે પ્રકરણોના 70,000 હજાર શ્લોક પ્રમાણ સાહિત્ય આજે એક નવા સ્વરૂપે આવી રહ્યું છે. ઉપલબ્ધ ગ્રંથોનું ઉપકારક ઉપયોગી બનનાર આ એકઅપૂર્વ-અનોખું-અનેરું-અદ્ભૂત પ્રકાશનમાં અમો નિમિત્ત બનેલ છીએ તેનો અમોને હર્ષ છે. છેલ્લા ત્રણ વર્ષથી પૂ.પંન્યાસશ્રી બોધિરત્નવિજયજી મ.સા.ના શિષ્ય રત્ન પૂ.પંન્યાસશ્રી તપોરત્નવિજયજી મ.સા.ના સંપૂર્ણ માર્ગદર્શન મુજબ પૂ.મુ.શ્રી વિનયરક્ષિતવિજયજી મ.સાહેબે આ સંકલના તૈયાર કરી આપેલ છે. શાસ્ત્રસંદેશમાલા દ્વારા પ્રકાશિત થયેલ આ ૨૦પુસ્તકોમાં પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.ઉપા.શ્રી યશોવિજયજી મ.સા. દ્વારા રચાયેલ પદ્ય સાહિત્યના સાત પુસ્તકો છે બાકીના તેર પુસ્તકોમાં અલગ-અલગ કર્તાઓની કૃત્તિઓનો વિષયવાર સમાવેશ કરવામાં આવેલ છે. . શાસ્ત્રસંદેશમાલાના આ પ્રકાશનમાં શુદ્ધિનો વિશેષ ખ્યાલ રાખવામાં આવેલ છે. દરેક પુસ્તકમાં આગળ જણાવેલ પૂજયશ્રીઓએ તે પુસ્તકનું પ્રમાર્જન કરી આપેલ છે. તેમાં પૂ.પં.શ્રી બોધિરત્નવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.મુ.શ્રી હિતરક્ષિતવિજયજી મ.સા., પૂ.આ.શ્રી યોગતિલકસૂરીશ્વરજી