Book Title: Shastra Sandesh Mala Part 06
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

Previous | Next

Page 5
________________ સાચા યોગી...! आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरान्धमूकः / सदा चिदानन्दपदोपयोगी,लोकोत्तरंसाम्यमुपैति योगी // 1 // આત્માને શિવપદનો સ્વામી બનાવવો હોય તો લોકોત્તર સામ્ય (એટલે કોઈપણ સારાનરસા કર્મજન્ય પ્રસંગમાં રાગ-દ્વેષની હાજરીમાં પણ રાગ અને દ્વેષથી રહિત રહેવું તે.)ને પામ્યા વિના ચાલે તેવું નથી અને એવા સામ્યને પામવા માટે પુણ્યોદયથી મળેલા મન-વચન-કાયાના યોગના સ્વામી બની સાચા યોગી બનવું જોઈએ. એવા સાચા યોગી બનવા માટે પ્રથમ તો સદાય ચિદાનંન્દપદ એટલે મોક્ષના જ ઉપયોગવાળા બનવું જોઈએ. આ ઉપયોગને સદા માટે જીવંત રાખવા માટે સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ જે આત્માનું હિત કરનારી પ્રવૃત્તિમાં અતિજાગરૂક એટલે અતિશય અપ્રમાદી બનવું જોઈએ. એવા અપ્રમાદી બની રહેવા માટે આત્મહિતકર ઉપર જણાવેલી જે પ્રવૃત્તિ તેનાથી વિરૂદ્ધ જતી પ્રવૃત્તિ સાંભળવા માટે બહેરા બનવું જોઈએ, જોવા માટે અંધ બનવું જોઈએ અને બોલવા માટે મુંગા બનવું જોઈએ. આવી યોગી દશા તમો પામો એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. -પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 314