Book Title: Shankhpur Parshwanath Stotra Author(s): Amrut Patel Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 6
________________ 38 અમૃતભાઈ પટેલ Nirgrantha તારાં ચરણોનું ભૂષણ બન્યું છે, અને મન તારા ધ્યાનમાં એકતાન બન્યું છે. આંખ-કાન-મસ્તક અને મન - આમ મારાં બધાં જ અંગો કલ્યાણકારી બન્યાં છે. અરે ! આ મારો આત્મા પણ તુજમય બની ગયો છે. આમ છતાં હે પ્રભુ ! તારા પ્રશસ્ત ગુણ-ગણો અને મારાં દુષ્ટ આચરણોનો હું પાર પામી શકતો નથી. આથી હે પ્રભુ ! કરુણાપાત્ર એવા મારા વિશે કરુણા કરીને સમ્યગ્દર્શન આપવા એવું કંઈક કરો જેથી હું એ બન્નેને પાર કરી જાઉં : કારણ કે (સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી) તારી પૂજામાં કુશલ ભવ્યો વિવિધ શ્રેષ્ઠ ચંદનધૂપ, કપૂર, કેસર, સુખડ વડે તારાં ચરણોને પૂજે છે અને લોકને વિષે પૂજનીય બની જાય છે. 18. (સર્વસેવ્ય હે જિનવર !) હે જિનવર ! જૈન અજૈન બધા તને માને છે, પૂજે છે. (જુઓ) તું પૃથ્વીપતિ વિષ્ણુ છે, કલ્યાણકારી શંકર છે. સત્ત્વરૂપ મહાવ્રતી બ્રહ્મા છે, તું વિધાતા છે, તું કાલશત્રુ (યમ) છે, ઉઝ છે, ઋદ્ધિ સિદ્ધિયુક્ત છે, તું યમપિતા છે, ગૌરી-ગુર છે.* 19-20. (ભુવનપાવન પ્રભુ પાર્શ્વદેવ !) હે પાર્થપ્રભુ ! તું દુર્ગાનરૂપી વૃક્ષછેદનમાં અગ્નિરૂપ છો. તું શ્રી ધીરવિમલ (અથવા શ્રી શ્રી ધીર અને વિમલ) એવા જ્ઞાનરૂપી કમલ માથે ઉજ્જવલ (સૂર્ય) છો, તું સધ્યાનરૂપી પ્રબલ પ્રતાપથી સમગ્ર કર્મમળનો ધ્વંસ કરે છે, સિદ્ધિ તારી કામના કરે છે. તારા મસ્તકે ફણીન્દુ (ધરણેન્દ્ર નાગરાજની નાગફણો)રૂપી જટા છે. તું મહતી “ક્ષમા'ને અંકુરિત કરે છે. તું સમ્યજ્ઞાનરૂપી જલથી. પૃથ્વીતલને પ્રક્ષાલિત કરે છે. તું પૈર્યમાં દેવ-પર્વત સમાન છે. તું દુર્ગતિના દ્વારમાં આગળા સમાન છે. આવા હે ઘનશ્યામક અભીષ્ટફળદાતા પાર્વપ્રભુ ! તું ભુવનને પાવન કરે છે. 21. તું જ સર્વસ્વ છો : હે ભગવાન, તું માતા છો. તું જ પિતા, તું જ ગુરુ છો; તું જીવન છો; તું મિત્ર છો; તું ભાવસાગરતારક છો, તું તત્ત્વરૂપ છો. તું જ વિદ્યા છો; તું જ પરમાધાર છો, તું જ મને ઇચ્છિત છો. આમ જાણી હે પ્રભુ, મને સર્વાર્થની સિદ્ધિ કરનારી પ્રભુતા આપો. 22-23. ઉપસંહાર રૂપે અંતિમ મંગલ : આમ શંખેશ્વર પુરભૂષણ પાર્થપ્રભુ ! ભક્તિપૂર્વક નયવિમલ નામધારી મારા વડે સ્તુતિ કરાઈ. તું ભવભીતિ ભંજક અને સર્વ ઇષ્ટ સંપત્તિ આપનાર કરનાર કલ્પતર સમાન થાઓ. આ પવિત્ર સ્તોત્રને જે ત્રણ સંધ્યાએ ભણે છે તેના મુખમાં સર્વ હૃઘ વિધાઓ વિકસે છે. * સરખાવો : ભક્તામર સ્તોત્ર : તામવ્યય (પદ 29) બુદ્ધત્વમેવ (25) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6