Book Title: Shankhpur Parshwanath Stotra
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 5
________________ Vol. 1996 તપાગચ્છીય નયવિમલગણિ વિરચિત... (ભાવાનુવાદ) ૧. મંગલ : કલ્યાણકારી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનવરને હું સ્તવું છું, કે જેમનું ચરણ-યુગલ નમેલા ઇન્દ્રોના મુકુટનાં મોતીઓની જ્યોતિથી ઝળહળે છે. ૨. હે પ્રભુ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવનું ! તમારા નામ રૂપી મેઘ આપનાં ચરણ-સેવક ભવ્યજીવોની કલ્યાણવલ્લીઓને પ્રફુલ્લિત કરે છે. ૩. કમઠનો ઉપસર્ગ : કમઠ દ્વારા વર્ષાવવામાં આવેલ જલ-પૂરથી પ્રભુનો ધ્યાનરૂપી અગ્નિ ઊલટું અત્યન્ત દીપી બની ઊઠ્યો, અને તે સમયે નાગરાજ ધરણેન્દ્ર પ્રભુના મસ્તક ઉપર ફણાચ્છત્ર ધારણ કર્યું. ૪. વિશ્વવ્યાપી મહિમા : દુર્ગાનરૂપી ઝંઝાવાતથી બીજાઓના પ્રભાવને લુપ્ત કરનાર કલ્પાંતકાલ સમાન કલિકાલમાં શંખેશ્વર પ્રભુનો મહિમા મલયગિરિના ચંદનની જેમ મઘમઘે છે. ૫. કામિતપૂરણ કલ્પતરુઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ, જાણે કે પૃથ્વી પર કલ્પવૃક્ષ અવતર્યું ન હોય! કારણ તેમનું નામ જ ભવ્યાત્માઓની પુણ્યકામનાઓ પૂર્ણ કરે છે. ૬. પ્રભુ-પ્રાપ્તિની મનોભાવના : શંખેશ્વરપુરમંડન શ્રી પાર્શ્વ પ્રભુ ! આજે તો મહાસિદ્ધિઓ અને દેવગણથી પ્રશંસાપ્રાપ્ત એવી પ્રસિદ્ધિઓ મારે હાથ ચઢી છે. પરમ રમા મારી સહચરી થઈ છે. સુખ મને ભેટી પડ્યું છે. કારણ કે પ્રભુ ! તમે મને મળ્યા છો !) ૭. નામ-મંત્રાલરનો પ્રભાવ : પ્રભુનું નામ મંત્ર-રૂપ છે. તે અજ્ઞાનનો નાશ કરે છે; કર્મરૂપી વૃક્ષને માટે મગર સમાન છે; લોકમાં જ્ઞાન-પ્રકાશ પ્રસરાવે છે; 'કામ'નો નાશ કરે છે, સુખની વાડી લીલીછમ રાખવા મેઘ સમાન છે. આ મંત્ર રૂપ નામ સ્મરણ કરતાં જ આનંદ આપનારું બને છે. ૮. પ્રભુ દર્શન-ફલ : હે પ્રભુ ! તારાં દર્શન રૂપી શંખનાદથી જીવન-વનમાંથી દુષ્ટકર્મ રૂપી ગાંડા હાથીઓ નાસી ગયા; ક્રૂર પશુ જેવા ક્રોધ-માન-પ્રમાદ વગેરે ભૂંડો ભાગી ગયાં; પાતકરૂપી વૃક્ષો ભાંગી ગયાં; આપત્તિરૂપી શિયાળો દૂર થઈ ગયા.. ૯-૧૨. મંત્રયુગ્મ અને તેનો પ્રભાવ: $ $ મર્દ શ્રી પણ પાસ વિસદર વસદર હું નમ: આદિ બે મંત્રો સાધ્યને સિદ્ધ કરનારાં છે, ગૈલોક્યસુખ આપનારા છે, ઘણા જ પ્રભાવશાળી છે. આ બન્ને મંત્રોનો જેઓ સતત જાપ કરે છે, ધ્યાન કરે છે, તેઓને સપ્તાંગ સામ્રાજ્ય લક્ષ્મી સંમુખ બને છે; ગંગા જેવો પવિત્ર શુભ યશ પ્રાપ્ત થાય છે; તેની સર્વ કામના પૂર્ણ થાય છે; તે સર્વગુણસંપન્ન બને છે. જે ભવ્યો પોતાના લલાટમાં, દક્ષિણભુજામાં, નાભિપ્રદેશમાં, અને કરકમળમાં શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું સ્થાપન કરી વારંવાર ધ્યાન કરે છે, તેઓ બે-ત્રણ ભવોમાં મુક્તિ પામે છે. ૧૩-૧૪. પ્રભુ-પૂજાનું ફળ : હે પ્રભુ તારા ચરણકમળમાં પૂજન માટે કેવડાનાં ફૂલ લેવા જતાં જેઓના હાથ અણિયાળા કાંટથી વીંધાયા કરે છે છતાં જેઓ સતત પૂજા કરે છે, તે ભવ્યોને “સ્વયંવરા'ની જેમ નરરાજ કે દેવરાજની લક્ષ્મી સ્થિર થઈને સેવે છે. હે પ્રભુ! તારું ધ્યાન મને આજે પ્રાપ્ત થયું છે તેથી આ જન્મનું શુભ ફળ મને મળ્યું છે; આ જીવન, અને આ પળ ધન્ય બની ગયાં છે : જન્મ ધારણ કરવાની આ ક્રિયા પણ કૃતકૃત્ય થઈ છે. ૧૫-૧૭. પ્રભુ ગુણનાં શ્રવણ-કીર્તન-ધ્યાન માટે ઝંખના : હે પ્રભુ ! મારા કર્મો તારા ગુણગણનાં શ્રવણ માટે સદા લોલુપ થયા છે ! મારાં નેત્રો હંમેશાં તારાં વદન-દર્શન માટે ઉત્સુક બન્યાં છે; મારું મસ્તક Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6