Book Title: Shankhpur Parshwanath Stotra
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ તપાગચ્છીય નવિમલગણિ વિરચિત શ્રી શંખપુર-પાર્શ્વનાથ સ્તોત્ર અમૃતભાઈ પટેલ પ્રસ્તુત સ્તોત્રના રચયિતા ઈસ્વીસનના ૧૭મા શતકમાં થયેલા તપાગચ્છીય નવિમલગણિએ સ્વયં લખેલી એક પાનાની હસ્તપ્રત (લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ભેટ સૂચિ ક્રમાંક ૬૯૯૨) ઉ૫૨થી આ સ્તોત્રનું સંપાદન કર્યું છે. આની બીજી પ્રત મળી નથી. પંડિત નયવિમલણ (પછીથી આચાર્ય જ્ઞાનવિમલસૂરિ)થી ઉત્ત૨મધ્યકાલીન જૈન સાહિત્યના અભ્યાસીઓ પરિચિત છે. તેઓએ સંસ્કૃતભાષામાં પ્રશ્ન દ્વાત્રિંશિકા, પ્રશ્ન વ્યાકરણ પર વૃત્તિ, તથા ગૂર્જર ભાષામાં શ્રીપાલ ચરિત્ર, ચંદ્ર કેવલીરાસ, અને ઘણાં સ્તવનો, સજ્ઝાયો, ઢાળો વગેરે રચ્યાં છે. જિન પાર્શ્વનાથનાં સ્તોત્રો તો ઘણા વિદ્વાન્ મુનિવરોએ રચ્યાં છે, પરંતુ તે બધામાં અહીં પ્રસ્તુત કરેલી ૨૩ પદ્યો ધરાવતી કૃતિ સાહિત્યિક મૂલ્યો ધરાવતી શાંતરસ-પ્રધાન કૃતિ છે. ઉપા યશોવિજયની કૃતિઓ જેનાથી આરંભાય છે તે દ્ર શબ્દ આ સ્તોત્રના (તથા પ્રશ્નદ્વાત્રિંશિકાના) આરંભમાં ધ્યાન ખેંચે છે. શાર્દૂલવિક્રીડિત તથા સ્રગ્ધરા જેવા પ્રૌઢ છંદો ઉપર કવિનો અધિકાર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આઠમા પદ્યના પૂર્વાર્ધમાં સ્રગ્ધરા, અને ઉત્તરાર્ધમાં શાર્દૂલવિક્રીડિતનો પ્રયોગ થયો છે. તો ૧૦મા પદમાં-૧, ૪ પાદમાં શાર્દૂલવિક્રીડિત અને ૨, ૩ પાદમાં સ્રગ્ધરાનાં લક્ષણ ઘટે છે. ભાષાપ્રભુત્વ, ભાવભંગિમા ઉપમા, રૂપક, અનુપ્રાસ, યમકાદિ કાવ્યાલંકારો આ લધુ સ્તોત્રના આભૂષણરૂપ બન્યા છે. (જુઓ પદ્ય ૩, ૭, ૮, ૧૬, ૧૯, ૨૦). ઉપરાંત ૧૯મા પદ્યમાં પોતાના ગુરુ ‘ધીવિમલ'નું નામ ગૂંથી લીધું છે. ૯ અને ૧૦મા પદ્યમાં પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવક બે મંત્રોનો ઉપયોગ કર્યો છે. વિશિષ્ટ પ્રયોગ ‘સંસ્થાપયિત્વા ઉપસર્ગ હોય તો સંબંધક ભૂતકૃદંતમાં ધાતુ પછી ‘ય’ પ્રત્યય લાગે છે, પરંતુ અહીં ત્વા પ્રત્યય લગાવ્યો છે. આવી વિશિષ્ટ શૈલી જૈન સંસ્કૃત''——ના ભરપૂર પ્રયોગો પ્રબંધપંચશતી ઇત્યાદિ મધ્યકાલીન જૈન પ્રબંધ સાહિત્યમાં જોવા મળે છે. પશ્ચાત્કાલીન હોવા છતાં ઝળઝમક અને પ્રાસાનુપ્રાસના પ્રયોગથી સભર અને સરસ છન્દોલય ધરાવતી આ એક ઉત્તમ રસોજ્જ્વલ રચના છે. શંખપુર - પાર્શ્વનાથ સમ્બદ્ધ રચાયેલાં સ્તોત્રોમાં આ રચનાથી એક વધારો થાય છે. ટિપ્પણો : (૧) જૈન સ્તોત્ર સંદોહ ઇત્યાદિ સ્તુતિ-સ્તોત્રના ગ્રન્થો તેમ જ મુનિ જયન્તવિજય સંપાદિત શંખેશ્વર મહાતીર્થ જોઈ જતાં સાંપ્રત સ્તોત્ર અપ્રકાશિત હોવાનું જણાયું છે. (૨) સમય વિક્રમ સંવત ૧૬૯૪-૧૭૮૨. તેઓની દીક્ષા ૧૭૦૨માં, પંડિત પદવી ૧૭૨૭માં તથા આચાર્ય પદપ્રાપ્તિ ૧૭૪૮માં થયેલી, પ્રસ્તુત સ્તોત્રને અંતે ત્તિવિતા પં. નવમતfખના આવો ઉલ્લેખ છે. એટલે આ સ્તોત્રને વિક્રમ સં. ૧૭૨૭-૧૭૪૮ (ઈ. સ. ૧૬૭૧-૧૬૯૨)ના ગાળામાં મૂકી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6