Book Title: Shankhpur Parshwanath Stotra
Author(s): Amrut Patel
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249330/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છીય નવિમલગણિ વિરચિત શ્રી શંખપુર-પાર્શ્વનાથ સ્તોત્ર અમૃતભાઈ પટેલ પ્રસ્તુત સ્તોત્રના રચયિતા ઈસ્વીસનના ૧૭મા શતકમાં થયેલા તપાગચ્છીય નવિમલગણિએ સ્વયં લખેલી એક પાનાની હસ્તપ્રત (લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ભેટ સૂચિ ક્રમાંક ૬૯૯૨) ઉ૫૨થી આ સ્તોત્રનું સંપાદન કર્યું છે. આની બીજી પ્રત મળી નથી. પંડિત નયવિમલણ (પછીથી આચાર્ય જ્ઞાનવિમલસૂરિ)થી ઉત્ત૨મધ્યકાલીન જૈન સાહિત્યના અભ્યાસીઓ પરિચિત છે. તેઓએ સંસ્કૃતભાષામાં પ્રશ્ન દ્વાત્રિંશિકા, પ્રશ્ન વ્યાકરણ પર વૃત્તિ, તથા ગૂર્જર ભાષામાં શ્રીપાલ ચરિત્ર, ચંદ્ર કેવલીરાસ, અને ઘણાં સ્તવનો, સજ્ઝાયો, ઢાળો વગેરે રચ્યાં છે. જિન પાર્શ્વનાથનાં સ્તોત્રો તો ઘણા વિદ્વાન્ મુનિવરોએ રચ્યાં છે, પરંતુ તે બધામાં અહીં પ્રસ્તુત કરેલી ૨૩ પદ્યો ધરાવતી કૃતિ સાહિત્યિક મૂલ્યો ધરાવતી શાંતરસ-પ્રધાન કૃતિ છે. ઉપા યશોવિજયની કૃતિઓ જેનાથી આરંભાય છે તે દ્ર શબ્દ આ સ્તોત્રના (તથા પ્રશ્નદ્વાત્રિંશિકાના) આરંભમાં ધ્યાન ખેંચે છે. શાર્દૂલવિક્રીડિત તથા સ્રગ્ધરા જેવા પ્રૌઢ છંદો ઉપર કવિનો અધિકાર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આઠમા પદ્યના પૂર્વાર્ધમાં સ્રગ્ધરા, અને ઉત્તરાર્ધમાં શાર્દૂલવિક્રીડિતનો પ્રયોગ થયો છે. તો ૧૦મા પદમાં-૧, ૪ પાદમાં શાર્દૂલવિક્રીડિત અને ૨, ૩ પાદમાં સ્રગ્ધરાનાં લક્ષણ ઘટે છે. ભાષાપ્રભુત્વ, ભાવભંગિમા ઉપમા, રૂપક, અનુપ્રાસ, યમકાદિ કાવ્યાલંકારો આ લધુ સ્તોત્રના આભૂષણરૂપ બન્યા છે. (જુઓ પદ્ય ૩, ૭, ૮, ૧૬, ૧૯, ૨૦). ઉપરાંત ૧૯મા પદ્યમાં પોતાના ગુરુ ‘ધીવિમલ'નું નામ ગૂંથી લીધું છે. ૯ અને ૧૦મા પદ્યમાં પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવક બે મંત્રોનો ઉપયોગ કર્યો છે. વિશિષ્ટ પ્રયોગ ‘સંસ્થાપયિત્વા ઉપસર્ગ હોય તો સંબંધક ભૂતકૃદંતમાં ધાતુ પછી ‘ય’ પ્રત્યય લાગે છે, પરંતુ અહીં ત્વા પ્રત્યય લગાવ્યો છે. આવી વિશિષ્ટ શૈલી જૈન સંસ્કૃત''——ના ભરપૂર પ્રયોગો પ્રબંધપંચશતી ઇત્યાદિ મધ્યકાલીન જૈન પ્રબંધ સાહિત્યમાં જોવા મળે છે. પશ્ચાત્કાલીન હોવા છતાં ઝળઝમક અને પ્રાસાનુપ્રાસના પ્રયોગથી સભર અને સરસ છન્દોલય ધરાવતી આ એક ઉત્તમ રસોજ્જ્વલ રચના છે. શંખપુર - પાર્શ્વનાથ સમ્બદ્ધ રચાયેલાં સ્તોત્રોમાં આ રચનાથી એક વધારો થાય છે. ટિપ્પણો : (૧) જૈન સ્તોત્ર સંદોહ ઇત્યાદિ સ્તુતિ-સ્તોત્રના ગ્રન્થો તેમ જ મુનિ જયન્તવિજય સંપાદિત શંખેશ્વર મહાતીર્થ જોઈ જતાં સાંપ્રત સ્તોત્ર અપ્રકાશિત હોવાનું જણાયું છે. (૨) સમય વિક્રમ સંવત ૧૬૯૪-૧૭૮૨. તેઓની દીક્ષા ૧૭૦૨માં, પંડિત પદવી ૧૭૨૭માં તથા આચાર્ય પદપ્રાપ્તિ ૧૭૪૮માં થયેલી, પ્રસ્તુત સ્તોત્રને અંતે ત્તિવિતા પં. નવમતfખના આવો ઉલ્લેખ છે. એટલે આ સ્તોત્રને વિક્રમ સં. ૧૭૨૭-૧૭૪૮ (ઈ. સ. ૧૬૭૧-૧૬૯૨)ના ગાળામાં મૂકી શકાય. Page #2 -------------------------------------------------------------------------- ________________ ३४ અમૃતભાઈ પટેલ शार्दूलविक्रीडितम् ऐंद्रश्रेणिनतावतंसनिकरभ्राजिष्णुमुक्ताफल- । ज्योतिज्वलसदालवाललहरीलीलायितं पावितम् ॥ यपादाद्भुतपारिजातयुगलं भाति प्रभाभ्राजितं ॥ श्रीशंखेश्वरपार्श्वनाथजिनपं श्रेयस्करं संस्तुवे ॥१॥ यन्नामाभिनवप्रभूतसुमहो-धाराधरासारतः । कल्याणावलीवल्लरी कलयति प्रस्फूर्ज्जतां सान्द्रताम् ॥ भव्यानां भवदीयपादयुगलोपास्तिप्रसत्तिजुषाम् । श्रीशंखेश्वरपार्श्वनाथजिनपं श्रेयस्करं संस्तुवे ॥२॥ यद्ध्यानोत्कटचित्रभानुरनिशं नीरोत्करै दिद्युते । मुक्त दुष्टशठेन तेन कमठेनाऽनिष्टकृत्कर्मणा ॥ स्पष्टं जुष्टफणीफणामणिगणाऽऽश्लिष्टक्रमांभोरुहं । तं शंखेश्वरपार्श्वनाथजिनपं श्रेयस्करं संस्तुवे ॥३॥ दुर्यवनाधिकवातकंपितपरप्रौढप्रभावे महत् । यस्मिन् कालकरालिते कलियुगे कल्पान्तकालोपमे ॥ ज्रागच्चारुयशोभिराममलयोद्भुताभितः सौरभं । तं शंखेश्वरपार्श्वनाथजिनपं श्रेयस्करं संस्तुवे ॥४॥ श्रीमद्ध्यानविधानतानमनसां भव्यात्मनां भाविनां । यन्नामापि पिपर्ति पुण्यजनितान् कामान् मनोऽभीष्टकान् ॥ विश्वाशापरिपूरणाय किमिमं विश्वागतं स्वस्तरं । तं शंखेश्वरपार्श्वनाथजिनपं श्रेयस्करं संस्तुवे ॥५॥ श्रीमत्काप्यविलोकना मम करे स्फूर्जन्महासिद्धयः । संप्राप्ता सदामधीशविनुत ! प्राज्यप्रतिष्ठाः पुनः ॥ संजाता परमा-रमा सहचरी सौख्यं सदाऽऽलिंगितम् । श्रीमच्छंखपुरावतंस ! जिनप ! प्रौढ प्रभावाद्भुत ! ॥६॥ क्षीणाऽज्ञानभरो नतामरनरश्रेणिप्रयुक्तादरः । ध्वस्ताशेषदरस्तमोभरहरः कर्मदुमे मुद्गरः ॥ लोकोद्योतकरः स्मरज्वरहरः सौख्य-दु-धाराधरो 1 दद्याद् भूरितरप्रमोदनिवहं त्वन्नाममंत्राक्षरः ॥७॥ स्वग्धरा नष्टं दुष्टोग्रकर्माष्टककरटिगणै र्निर्गतं क्रोधमानप्रोद्यत्पञ्चप्रमादादिकचटुलतरक्षत्किरैः क्रूररूपैः ॥ Nirgrantha Page #3 -------------------------------------------------------------------------- ________________ Vol. II. 1996 તપાગચ્છીય નવિમલગણિ વિરચિત... शार्दूलविक्रीडितम् भग्नं पातकजातशाखिनिवहैरापच्छिवाभिर्गतम् । दृष्टेऽस्मिन् भवदीय-दर्शनमहानादे दयायुक् प्रभो ॥८ ॥ चकारादिमसिद्धसाध्यमहिमा ऐंकार ह्रींकारयुक् । मायाबीजसमन्वितो विसहर स्फुलिंगनाऽऽश्लेषितः ॥ अर्हं श्रीनमिऊणपासकलितस्त्रैलोक्यसौख्याकरो भूयाश्च्छ्रीधरणेन्द्रसेवितपदः पार्श्वप्रभुर्भूतये ॥९॥ [शार्दूल] कारप्रथितावदाततरयुक् कारसाराश्रित: पद्मावत्यै नमो + म्लस्यु हन हन ] दहता रक्ष रक्षेति युक्तः ॥ क्लीं श्रीं क्लीं ह्यौं+++ प्रतियति समयं सस्वधामंत्रबीजम्,प्रोद्यद्धामप्रतापान्वितविशदतरस्फारवीर्यप्रचारः ॥१०॥ स्त्रग्धरा ये जानन्ति जपन्ति संततमभिध्यायंति मंत्रद्विकम् । तेषां साम्राज्यलक्ष्मीः, कृतकलनिलया जायते संमुखीना ॥ सप्ताङ्गा गाङ्गनीराकृतिविशदयशोराशिरुज्जृम्भतेऽस्मिन् । लोके संपूर्णकामोऽमितगुणनिकरस्थैर्यमालंबते ते ॥११॥ कृत्वाऽलीके च वामेतरभुजयुगले नाभिदेशे सुवत्से । शस्ते हस्तद्वये वा अभिमतफलदं मूर्ध्नि संस्थापयित्वा ॥ पार्श्वं शंखेश्वराख्यं सुरतरुकरणि ये जयंतीति शश्वत् । ते भव्या यांति सिद्धि तनुतरदुरिताः द्वि- त्रिकैः सद्भवैश्च ॥१२॥ शार्दूलविक्रीडितम् पार्श्व ! त्वत्पदपद्मपूजनकृते सत्केतकीनां वने । तीक्ष्णैस्कटकंटकैश्च सततं विध्यंति येषां कराः ॥ तेषां चारु-पतिवरेव भविनां चत्रित्वशक्रश्रियः । स्वैरं स्थैर्यतया चलत्वरहिता भव्यान् भजन्ते प्रभो ॥१३॥ आकल्पं जनुषो मयाऽद्य सुतरां जातं प्रशस्योदितः । श्लाघ्यं जीवितमद्य हृद्य सफलं श्रेयानयं स क्षणः ॥ जाताकृत्य कृतार्थिनी बहुफला सा धारिका कारिका । सौख्यस्यैव यदीश ! शर्मकृदिदं त्वद्ध्यानमध्यापितं ॥ १४ ॥ लोला त्वद्भुति-लोलुपे तव गुणग्रामाय ते मे श्रुती । नित्यं त्वद्वदनावलोकनजुषी स्वामिन् पुनश्चक्षुषी ॥ शीर्षं त्वत्पदमंडनं तव विभो ! ध्यानैकतानं मनो । जातं तन्मम सर्वमेव शुभकृदात्माप्ययं त्वन्मयः ॥१५॥ * ૩૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ ३६ Nirgrantha અમૃતભાઈ પટેલ शष्यत्वद्गुणचक्रवालजलधेः पारं न यामि प्रभो । आत्मीयोत्कटदुष्टदुष्कृततते ! यामि पारं तथा ॥ तस्माद्देव ! तथा विधेहि भगवन् ! प्राप्नोमि पारं तयोः । सम्यक्त्वेन विधाय भव्यकरुणां कारुण्यपात्रे मयि ॥१६॥ श्रीखंडागुरुधूपवासनिवहैः कर्पूरपूरैस्तथा । काश्मीरदवसांदचान्द्रविहितैः सदवंदनैश्चांदनैः ॥ स्वामिस्त्वद्-पदयामलं गतमलं येऽर्चति चर्चाचणाः । लोके लोकिततत्त्वयुक्तहृदया स्तेऽप्यर्चनीयाः सदा ॥१७॥ विष्णुस्त्वं भुवनेऽसि भूपतिरसि श्रेयस्करः शंकरो । धाता सत्वमहाव्रती शतधृतिः कालारिस्पस्तथा ॥ ऋद्ध्या सिद्धियुतः कृतांतजनको गौरीगुरुस्त्वं सदा । जैने जैनपरैश्च भक्तिभरितैस्त्वं गीयसेऽस्यां भुवि ॥१८॥ दुर्ध्यानदुमखंडखंडनखटादुर्दम्यदंतावलः । श्रीधीराविमलप्रबोधकमलप्रीतिप्रदानोज्ज्वलः ॥ सध्यानप्रबलप्रतापबहुलज्वालावलीधूमलध्वस्ताशेषमलः खलीकृतमल: सिद्ध्यङ्गनाकामलः ॥१९॥ मूनि स्फारफणीन्द्रजालजटिलोऽक्षुद्रक्षमाकंदलः । सम्यग्ज्ञानजलप्रवाहपयसाप्रक्षालितक्ष्मातलः ॥ धैर्यस्वर्गनगः सुसाधितकलादौर्गत्यवारार्गलः । दत्ताभीष्टफलः पुनाति भुवनं पाश्वा घनश्यामलः ॥२०॥ त्वं मातापितरौ त्वमेव सुगुरुस्त्वं जीवनं त्वं सखा । त्वं त्राता भवसिंधुमज्जनभयात् तत्त्वं त्वमेवानिशम् ॥ त्वं विद्याः सकलास्त्वमेव परमाधारस्त्वमेवेहितं । ज्ञात्वेति प्रभुतां दिशेति भगवन् सर्वार्थसिद्धिप्रदाम् ॥२१॥ श्रीशंखेश्वरतीर्थभूषणमणे ! श्रीयुक्तपार्श्वप्रभो । भक्त्यैवं नय पूर्वता विमलयुक् नाम्ना मया संस्तुतः ॥ भूयास्त्वं भवभीतिभेदभिदुराकारोपमानः सदा । गीर्वाणदुमसंनिभो मम सदा सर्वेष्टसंपत्तये ॥२२॥ उपजाति स्तोत्रं पवित्रं पठति प्रभाते । पार्श्वप्रभो ? मतिमान्नितांतम् ॥ त्रिसंध्यमेतत् खलु तस्य सर्वाः । , विद्याः मुखाब्जे विलसंति हृद्याः ॥२३॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ Vol. 1996 તપાગચ્છીય નયવિમલગણિ વિરચિત... (ભાવાનુવાદ) ૧. મંગલ : કલ્યાણકારી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનવરને હું સ્તવું છું, કે જેમનું ચરણ-યુગલ નમેલા ઇન્દ્રોના મુકુટનાં મોતીઓની જ્યોતિથી ઝળહળે છે. ૨. હે પ્રભુ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવનું ! તમારા નામ રૂપી મેઘ આપનાં ચરણ-સેવક ભવ્યજીવોની કલ્યાણવલ્લીઓને પ્રફુલ્લિત કરે છે. ૩. કમઠનો ઉપસર્ગ : કમઠ દ્વારા વર્ષાવવામાં આવેલ જલ-પૂરથી પ્રભુનો ધ્યાનરૂપી અગ્નિ ઊલટું અત્યન્ત દીપી બની ઊઠ્યો, અને તે સમયે નાગરાજ ધરણેન્દ્ર પ્રભુના મસ્તક ઉપર ફણાચ્છત્ર ધારણ કર્યું. ૪. વિશ્વવ્યાપી મહિમા : દુર્ગાનરૂપી ઝંઝાવાતથી બીજાઓના પ્રભાવને લુપ્ત કરનાર કલ્પાંતકાલ સમાન કલિકાલમાં શંખેશ્વર પ્રભુનો મહિમા મલયગિરિના ચંદનની જેમ મઘમઘે છે. ૫. કામિતપૂરણ કલ્પતરુઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ, જાણે કે પૃથ્વી પર કલ્પવૃક્ષ અવતર્યું ન હોય! કારણ તેમનું નામ જ ભવ્યાત્માઓની પુણ્યકામનાઓ પૂર્ણ કરે છે. ૬. પ્રભુ-પ્રાપ્તિની મનોભાવના : શંખેશ્વરપુરમંડન શ્રી પાર્શ્વ પ્રભુ ! આજે તો મહાસિદ્ધિઓ અને દેવગણથી પ્રશંસાપ્રાપ્ત એવી પ્રસિદ્ધિઓ મારે હાથ ચઢી છે. પરમ રમા મારી સહચરી થઈ છે. સુખ મને ભેટી પડ્યું છે. કારણ કે પ્રભુ ! તમે મને મળ્યા છો !) ૭. નામ-મંત્રાલરનો પ્રભાવ : પ્રભુનું નામ મંત્ર-રૂપ છે. તે અજ્ઞાનનો નાશ કરે છે; કર્મરૂપી વૃક્ષને માટે મગર સમાન છે; લોકમાં જ્ઞાન-પ્રકાશ પ્રસરાવે છે; 'કામ'નો નાશ કરે છે, સુખની વાડી લીલીછમ રાખવા મેઘ સમાન છે. આ મંત્ર રૂપ નામ સ્મરણ કરતાં જ આનંદ આપનારું બને છે. ૮. પ્રભુ દર્શન-ફલ : હે પ્રભુ ! તારાં દર્શન રૂપી શંખનાદથી જીવન-વનમાંથી દુષ્ટકર્મ રૂપી ગાંડા હાથીઓ નાસી ગયા; ક્રૂર પશુ જેવા ક્રોધ-માન-પ્રમાદ વગેરે ભૂંડો ભાગી ગયાં; પાતકરૂપી વૃક્ષો ભાંગી ગયાં; આપત્તિરૂપી શિયાળો દૂર થઈ ગયા.. ૯-૧૨. મંત્રયુગ્મ અને તેનો પ્રભાવ: $ $ મર્દ શ્રી પણ પાસ વિસદર વસદર હું નમ: આદિ બે મંત્રો સાધ્યને સિદ્ધ કરનારાં છે, ગૈલોક્યસુખ આપનારા છે, ઘણા જ પ્રભાવશાળી છે. આ બન્ને મંત્રોનો જેઓ સતત જાપ કરે છે, ધ્યાન કરે છે, તેઓને સપ્તાંગ સામ્રાજ્ય લક્ષ્મી સંમુખ બને છે; ગંગા જેવો પવિત્ર શુભ યશ પ્રાપ્ત થાય છે; તેની સર્વ કામના પૂર્ણ થાય છે; તે સર્વગુણસંપન્ન બને છે. જે ભવ્યો પોતાના લલાટમાં, દક્ષિણભુજામાં, નાભિપ્રદેશમાં, અને કરકમળમાં શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું સ્થાપન કરી વારંવાર ધ્યાન કરે છે, તેઓ બે-ત્રણ ભવોમાં મુક્તિ પામે છે. ૧૩-૧૪. પ્રભુ-પૂજાનું ફળ : હે પ્રભુ તારા ચરણકમળમાં પૂજન માટે કેવડાનાં ફૂલ લેવા જતાં જેઓના હાથ અણિયાળા કાંટથી વીંધાયા કરે છે છતાં જેઓ સતત પૂજા કરે છે, તે ભવ્યોને “સ્વયંવરા'ની જેમ નરરાજ કે દેવરાજની લક્ષ્મી સ્થિર થઈને સેવે છે. હે પ્રભુ! તારું ધ્યાન મને આજે પ્રાપ્ત થયું છે તેથી આ જન્મનું શુભ ફળ મને મળ્યું છે; આ જીવન, અને આ પળ ધન્ય બની ગયાં છે : જન્મ ધારણ કરવાની આ ક્રિયા પણ કૃતકૃત્ય થઈ છે. ૧૫-૧૭. પ્રભુ ગુણનાં શ્રવણ-કીર્તન-ધ્યાન માટે ઝંખના : હે પ્રભુ ! મારા કર્મો તારા ગુણગણનાં શ્રવણ માટે સદા લોલુપ થયા છે ! મારાં નેત્રો હંમેશાં તારાં વદન-દર્શન માટે ઉત્સુક બન્યાં છે; મારું મસ્તક Page #6 -------------------------------------------------------------------------- ________________ 38 અમૃતભાઈ પટેલ Nirgrantha તારાં ચરણોનું ભૂષણ બન્યું છે, અને મન તારા ધ્યાનમાં એકતાન બન્યું છે. આંખ-કાન-મસ્તક અને મન - આમ મારાં બધાં જ અંગો કલ્યાણકારી બન્યાં છે. અરે ! આ મારો આત્મા પણ તુજમય બની ગયો છે. આમ છતાં હે પ્રભુ ! તારા પ્રશસ્ત ગુણ-ગણો અને મારાં દુષ્ટ આચરણોનો હું પાર પામી શકતો નથી. આથી હે પ્રભુ ! કરુણાપાત્ર એવા મારા વિશે કરુણા કરીને સમ્યગ્દર્શન આપવા એવું કંઈક કરો જેથી હું એ બન્નેને પાર કરી જાઉં : કારણ કે (સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી) તારી પૂજામાં કુશલ ભવ્યો વિવિધ શ્રેષ્ઠ ચંદનધૂપ, કપૂર, કેસર, સુખડ વડે તારાં ચરણોને પૂજે છે અને લોકને વિષે પૂજનીય બની જાય છે. 18. (સર્વસેવ્ય હે જિનવર !) હે જિનવર ! જૈન અજૈન બધા તને માને છે, પૂજે છે. (જુઓ) તું પૃથ્વીપતિ વિષ્ણુ છે, કલ્યાણકારી શંકર છે. સત્ત્વરૂપ મહાવ્રતી બ્રહ્મા છે, તું વિધાતા છે, તું કાલશત્રુ (યમ) છે, ઉઝ છે, ઋદ્ધિ સિદ્ધિયુક્ત છે, તું યમપિતા છે, ગૌરી-ગુર છે.* 19-20. (ભુવનપાવન પ્રભુ પાર્શ્વદેવ !) હે પાર્થપ્રભુ ! તું દુર્ગાનરૂપી વૃક્ષછેદનમાં અગ્નિરૂપ છો. તું શ્રી ધીરવિમલ (અથવા શ્રી શ્રી ધીર અને વિમલ) એવા જ્ઞાનરૂપી કમલ માથે ઉજ્જવલ (સૂર્ય) છો, તું સધ્યાનરૂપી પ્રબલ પ્રતાપથી સમગ્ર કર્મમળનો ધ્વંસ કરે છે, સિદ્ધિ તારી કામના કરે છે. તારા મસ્તકે ફણીન્દુ (ધરણેન્દ્ર નાગરાજની નાગફણો)રૂપી જટા છે. તું મહતી “ક્ષમા'ને અંકુરિત કરે છે. તું સમ્યજ્ઞાનરૂપી જલથી. પૃથ્વીતલને પ્રક્ષાલિત કરે છે. તું પૈર્યમાં દેવ-પર્વત સમાન છે. તું દુર્ગતિના દ્વારમાં આગળા સમાન છે. આવા હે ઘનશ્યામક અભીષ્ટફળદાતા પાર્વપ્રભુ ! તું ભુવનને પાવન કરે છે. 21. તું જ સર્વસ્વ છો : હે ભગવાન, તું માતા છો. તું જ પિતા, તું જ ગુરુ છો; તું જીવન છો; તું મિત્ર છો; તું ભાવસાગરતારક છો, તું તત્ત્વરૂપ છો. તું જ વિદ્યા છો; તું જ પરમાધાર છો, તું જ મને ઇચ્છિત છો. આમ જાણી હે પ્રભુ, મને સર્વાર્થની સિદ્ધિ કરનારી પ્રભુતા આપો. 22-23. ઉપસંહાર રૂપે અંતિમ મંગલ : આમ શંખેશ્વર પુરભૂષણ પાર્થપ્રભુ ! ભક્તિપૂર્વક નયવિમલ નામધારી મારા વડે સ્તુતિ કરાઈ. તું ભવભીતિ ભંજક અને સર્વ ઇષ્ટ સંપત્તિ આપનાર કરનાર કલ્પતર સમાન થાઓ. આ પવિત્ર સ્તોત્રને જે ત્રણ સંધ્યાએ ભણે છે તેના મુખમાં સર્વ હૃઘ વિધાઓ વિકસે છે. * સરખાવો : ભક્તામર સ્તોત્ર : તામવ્યય (પદ 29) બુદ્ધત્વમેવ (25)