________________
લેખક પરિચય
શ્રી નગીનદાસ જીવણલાલ શાહનો જન્મ સને ૧૯૩૧માં સાયલામાં (સુરેન્દ્રનગર જિ લે) થયા છે. તેમણે વટવા જૈન આશ્રમ, ચી. ન. છાત્રાલય અને મહાવીર જૈન વિદ્યાલય(અમદાવાદ માં રહી વટવા શાળા, ચી. ન. વિદ્યાવિહાર, ગુજરાત કોલેજ અને ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનમાં અભ્યાસ ક્યો છે. પંડિત શ્રી સુખલાલજીના માર્ગદર્શન નીચે તૈયાર કરેલ અને ગુજરાત યુનિવર્સિટીની પીએચ. ડી. પદવી માટે માન્ય થયેલા તેમના મહાનિબંધ Akalanka's Criticism of Dharmakirti's Philosophy : A study” પ્રકાશિત થયો છે. ગયા વર્ષે (૧૯૭૩માં) બોડે તેમનો પદર્શનનો પ્રથમ ભાગ સાંખ્ય-ગ—પ્રકાશિત કર્યો છે. ઉપરાંત, તેમણે પ્રખ્યાત નૈયાયિક જયંત ભટ્ટની ન્યાયમંજરી ઉપરની એકમાત્ર ટીકા ન્યાયમંજરીયંથિભંગ’નું સંશોધન-સંપાદન કર્યું છે. તેમણે બીજા સંપાદન કર્યા છે તેમ જ સંશોધન લેખો પણ લખ્યા છે. તેમણે જામનગરની ડી. કે. વી. કોલેજમાં થોડાં વર્ષ સંસ્કૃતના અ ધ્યાપક તરીકે કાર્ય કર્યું છે. સને ૧૯૬ થી તેઓ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)માં સંશોધન-સંપાદનનું કાર્ય કરે છે, અને હાલ તે સંસ્થાના તે ઉપનિયામક છે. તેમના રસનો વિષય ભારતીય દર્શન છે. પંડિત શ્રી સુખલાલજીએ તેમના આ રસને વિશેષ કેળવ્યો છે.