Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 7
________________ પ્રાસ્તાવિક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દર્શન' પર ગ્રંથ લખવા મને નિમંત્રણ આપ્યું. તેને લીધે મને ભારતીય દર્શનના વિશેષ અધ્યયનની તક મળી. તે બદલ હું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો હાર્દિક આભાર માનું છું. “પદર્શન” ગ્રંથના ખંડવાર પ્રકાશનનો પ્રસ્તાવ મંજૂર રાખવા બદલ તેમ જ પ્રકાશનનું કાર્ય ઝડપથી પૂરું થાય તેવી વ્યવસ્થા કરી આપવા બદલ ગ્રંથ નિર્માણ બોર્ડના માજી અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ પટેલનો હું ખરેખર ઋણી છું. તેમના અનુગામી અધ્યક્ષ શ્રી સેડિલે પણ આ પ્રકાશનને ઝડપી બનાવવામાં પિતાનો ગ્ય ફાળે આપેલ છે અને ગ્રંથ વિશે ઊંડે રસ દાખવેલ છે, તે બદલ હું તેમનો અન્તઃકરણપૂર્વક આભાર માનું છું; તેમના કાર્યકાળમાં આ ગ્રંથ પ્રકાશિત થાય છે. વળી, ગ્રંથ નિર્માણ બોર્ડના સૌ કાર્યકરોએ ઊલટભેર આપેલા સહકારને હું વીસરી શકે નહિ. પ્રદર્શન પરનાં (૧) સાંખ્યોગ (૨) ન્યાયશેષિક અને (૩) મીમાંસાવેદાન્ત એ ત્રણ પુસ્તકોમાંનું , આ દ્વિતીય પુસ્તક છે. સાંખ્ય-ચોગવિષયક પ્રથમ પુસ્તક ગયા વર્ષે પ્રકાશિત થઈ ગયું છે. આ દિતીય પુસ્તકના લેખનમાં પણ પ્રધાન દષ્ટિકોણ ન્યાય-વૈશેષિક દર્શનના સિદ્ધાન્તોને મૂળ સંસ્કૃત ગ્રંથને આધારે વિશદ રીતે રજૂ કરવાનો રહ્યો છે. અનેક વર્ષોના ભારતીય દર્શનોના અધ્યયનના તેમ જ છેલ્લા બે વર્ષના ન્યાયમૈશેષિક દર્શનના નિરન્તર અભ્યાસના ફળરૂપે આ પુસ્તક પ્રગટ થાય છે. તેમાં ન્યાય-વૈશેષિક દર્શનની સમસ્યાઓનું સાંગોપાંગ નિરૂપણ તો છે જ પરંતુ સાથે સાથે તે સમસ્યાઓને ઐતિહાસિક અને દાર્શનિક દષ્ટિએ મૂલવવાનાં નવાં દિશાસૂચનો પણ છે. આ પુસ્તક કેવળ પાઠ્યપુસ્તક જ નથી પરંતુ અભ્યાસગ્રંથ પણ છે. છતાંય, અંતે તો ગ્રંથની ગુણવત્તાની બાબતમાં વિદ્વાન અને સહૃદય વાચકે જ પ્રમાણ છે. પરિતોષાત્ વિદુષો ને સાધુ મળે प्रयोगविज्ञानम् । વિદ્વાનોએ મારું સાંખ્ય-ગવિષયક પ્રથમ પુસ્તકને જે આવકાર આપે છે તેનાથી મને આ અત્યન્ત કઠિન દ્વિતીય પુસ્તક લખવાને બળ મળ્યું છે. ખાસ કરીને લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના અધ્યક્ષ શ્રી દલસુખભાઈ માલવણિયાએ મારા આ અધ્યયનકાર્યમાં રસ લઈને મારો ઉત્સાહ અનેક ગણો

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 628