Book Title: Shabdadarsh Mahan Shabdakosh Part 02 Author(s): Girjashankar Mayashankar Mehta Publisher: Girjashankar Mayashankar Mehta View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ વિષ્ણુ” સિંહ” “વાર” “ઈન્દ્ર' વગેરે અર્થોને સૂચક છે અને તે તે ભિન્ન ભિન્ન અર્થ પરત્વે હરિ શબ્દનું મૂળ “ ધાતુ પણ ધાતુનામાથત્વનું એ ન્યાય પ્રમાણે અવશ્ય અનેક અર્થોનો સૂચક બને જ છે અને તેથી હરિ શબ્દને “વિષ્ણુ અર્થ લઈએ ત્યારે વ્યુત્પત્તિમાંજ તેના મૂળ “દૃ' ધાતુને અર્થ ભિન્ન સમજવો જોઈએ; તેમજ “સિંહ” અર્થ લઈએ ત્યારે પણ ભિન્ન સમજવો જોઈએ; જેમ-“હરિશબ્દનો “વિષ્ણુ” અર્થ આપતી વેળા ‘દત્ત ચિત્ત ના ર જિઃ જિs” આમ વ્યુત્પત્તિ દર્શાવાય તેજ ચેાગ્ય ગણાય; અને જ્યારે સિહ અર્થ લઈએ ત્યારે ‘તિ-નિતિ વાનવા તિઃિ સિદર એ રીતે વ્યુત્પત્તિ દશાવી હોય તો જ તે તે અર્થપરત્વે વ્યુત્પત્તિનું સાર્થકત્વ આવી શકે. આ રીતે ભિન્ન ભિન્ન અર્થવાળા શબ્દોની પ્રત્યેક અર્થપરત્વે ભિન્ન ભિન્મ વ્યુત્પત્તિ અપાય તેજ સર્વાશપૂર્ણતા થઈ શકે; બાકી સામાન્ય વ્યુત્પત્તિથી નભી શકે નહિ; વળી વ્યુત્પત્તિવાદ એ વૈયાકરણનો વ્યાકરણાનુસાર એક સ્વાતંત્ર્યવાદજ ગણાય. એક વૈયાકરણ એક શબ્દની વ્યુત્પત્તિ વ્યાકરણને અનુસરીને એક પ્રકારની કરે ત્યારે અન્ય વૈયાકરણ તેજ શબ્દની વ્યુત્પત્તિ વ્યાકરણને અનુસરીને જ કંઈક ભિન્ન સ્વરૂપમાં આપી શકે છે. જો કે મૂળ સ્વરૂપમાં તો બન્ને સરખાજ હોય છે છતાં સામાન્ય જનતા તેમાં કંઈક અપૂર્વ વિલક્ષણતા જોઈ શકે છે. આવાં આવાં અનેક કારણોને અનુસરી આ શબ્દકેન્દ્રમાં વ્યુત્પત્તિનિર્દેશને સ્થાન આપ્યું નથી. પરિશિષ્ટ અથવા પુરવણી. આ મહાન શબ્દકોશમાં અનેક શબ્દકોષોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હેમચંદ્રાચાર્યના અભિધાનચિંતામણિ શબ્દકોષના શબ્દ ખાસ ગોઠવી દીધા છે; ઉપરાંત હેમચંદ્રાચાર્યને શેષનામમાળા તથા અનેકાર્થસંગ્રહના શબ્દો પણ ખાસ લઈ લેવા જોઈએ, એવા અનેક મહાશયોના અભિપ્રાયને અનુસરી તે તે શબ્દપના શબ્દ, જેઓ આ શબ્દાદશ શબ્દકોષમાં નથી આવ્યા તે સર્વને સંગ્રડ પાછળ પરિશિષ્ટ તરીકે કર્યો છે. વળી વિશેષમાં હેમચન્દ્રાચાર્ય અભિધાન ચિન્તામણની સ્વપજ્ઞ ટીકામાં જે જે શબ્દો દર્શાવેલા છે તે સર્વને સમાવેશ તથા એક હસ્તલિખિત મળી આવેલ “શબ્દારત્નસમુચ્ચય” શબ્દકેપના પણ શબ્દો અતિ ઉપયોગી સમજી પરિશિષ્ટમાં આપી દીધેલ છે. આભાર પ્રદર્શન. આ મહાન શબ્દકોષ પ્રકટ થવા પામ્યું અને તેના પ્રકટન કાર્યમાં જે જે મહાશયે, જે જે માગે સહાયક થયા છે તે સર્વનો ખરા અંતઃકરણથી હું આભાર માનુ છું અને અમુક અમુક ખાસ વ્યક્તિઓ, કે જેઓએ ખરા અંતઃકરણથી આ કાર્યને આગળ વધતું કરી આપી સંપૂર્ણ દશાએ પહોંચાડયું છે તેઓને તો હું જાણું છું અને તે ઋણ અદા કરવા પ્રભુ મને શક્તિ આપે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 805