Book Title: Settujja Chetta Pravadi
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 2
________________ સં. મધુસૂદન ઢાંકી તથા લાગ ભોજક Nirgrantha આદિ જિનના ‘પાય' (પગલાં) અને દૂધ વર્ષાવતી રાયણના દૂધમાં કાયા ઝબોળી (૧૧), આગળ વધતાં ડાબી બાજુ રહેલ લેપમયી ‘જિન’ અને ‘જિન પગલાં' (૧૨), તે પછી ‘સમલિયા વિહાર' (ભૂગપુરાવતાર)માં વીસમા જિન મુનિસુવ્રતને નમી ત્યાં રહેલ સર્વ જિનબિંબોને પરિપાટિકાર વંદના દે છે (૧૩), ત્યાંથી “સીહદુવાર’ (સિંહદ્વાર, બલાણક) પાસે આવી જિનને (યુગાદિદેવ)ને ફરીથી પગેલગણ કરી (૧૪), હવે ‘ખરતરવસહી'માં આવે છે. પરિપાટિકાર એને દેવીએ નિર્માણ કરી હોય તેવી સુસાર-ચારુ (રચના) કહે છે (૧૫). વિશેષમાં કહે છે કે એને દેખતાં જનમન મોહી જાય અને અનિમેષ નેત્રે જાણે જોઈ જ રહીએ; (તેમાં થોડામાં (ઘણાં) તીરથ એમાં અવતર્યા છે, સમાવ્યાં છે (૧૬). આ નવનિર્મિત નિવેશના ગર્ભગૃહમાં આદિ જિનને કવિ-યાત્રી નમે છે. તે પછી (શિ) પરિવાર સાથે બેઠેલી જિનરત્નસૂરિ (ની મૂર્તિ) મંડપમાં છે તેવો ઉલ્લેખ કરે છે (૧૭), તે પછી ત્યાં ત્રેવીસમા જિન ‘સ્તંભનપુરાવતાર' (શ્રીપાર્ષ), ‘કલ્યાણત્રય' “સમેત નેમિજિન” (૧૮), 'બહોંતર દેવકુલી'માં જિનવર-દેવનાં બિંબ, ‘અષ્ટાપદ’ અને ‘સમેતશિખર તીર્થ' (૧૯), મઠદ્વારે ઓરડીમાં (વાસ્તવમાં ગોખલામાં) “ગુરુમૂર્તિ,’ ને મંડપમાં ‘ગોતમ ગણધર'ને નમે છે (૨૦), (ખરતરવસતિની બહાર આવ્યા બાદ એટલામાં) વિમલગિરિ પર (તેજપાળ મંત્રીએ) અવતારેલ રમ્ય નંદીશ્વર ચૈત્ય'ને વાંદી, કર્મ તૂટવાની વાત કવિ કહે છે (૨૧), તે પછી (મંત્રીશ્વર વસ્તુપાળ કારિત) “ઇન્દ્રમંડપ' ભણી પરિપાટિકાર વળે છે (૨૨), (ને પછી પાસે રહેલ) શ્યામલવર્ણ અને સલૂણ તનવાળા 'નેમિનાથ'ના ‘ગિરનારાવતાર’ મંદિરમાં જઈ, ત્યાં “સંબપૂજન' (સાંબ અને પ્રધુમ્ન)ને પૂજે છે (૨૩). પોળ (વાઘણપોળ પાસે ડાબી બાજુ ‘સ્તંભનનિવેશ' (સ્તંભનપુરાવતાર પાર્શ્વને નમસ્કારી, આગળ (અનુપમા સરોવરને કાંઠે રહેલી 'નમિ-વિનમિ સેવિત અષભે જિન'વાળા ‘સ્વર્ગારોહણ(ચૈત્ય)માં થઈ (૨૪), દક્ષિણ ધ્રૂગે રહેલ ‘મોલ્હાવસતિ'માં ચોવીસ જિનને નમે છે; તે પછી ‘ટોટરા વિહાર’માં પ્રથમ જિનને પ્રણમવા જઈ (૨૫), ત્યાંથી છીપાવસહિ’માં ‘ષભજિન', ‘અભિનવ આદિજિન', અને “કપદીંયક્ષ'ના ભવનમાં, એમ બધે જિનબિંબોને નમે છે (૨૬). તે પછી સોળમાં ‘શાંતિ જિન'ને પ્રણામી, જગસ્વામિની ગજા રૂઢા ‘ભદેવીની પૂજા કરી (૨૭), (નીચે ઉતરતાં તળેટી સમી૫) પાજના મુખ પાસે રહેલ ‘નેમિ જિનેશ્વર', લલિતા સરોવરે ‘વીરજિન,’ અને પાલિતાણામાં ‘પાર્શ્વ જિન ને નમવાની વાત કરે છે (૨૮)'. આ પછી પરિપાટિકાર યાત્રાફલ વિષે સમાપ્તિ-યોગ્ય ઉદ્દગારો કાઢી વકતવ્ય પૂરું કરે છે (૨૯). અન્ય પરિપાટિઓમાં જેની કેટલીક વાર નોંધ લેતા જોવાય છે તે ‘અદબદજી(અદ્ભુત આદિનાથ')ની મૂર્તિ, તેમજ આદીશ્વર મૂળ ટ્રક સ્થિત “વીસ વિહરમાન'ના મંદિરનો આમાં ઉલ્લેખ નથી; પણ એકંદરે તેમાં રહેલી કેટલીક નાની નાની વિગતો તીર્થમાં રહેલ પ્રાચીન મંદિરોના સ્થાનક્રમાદિ નિર્ણત કરવામાં મદદરૂપ નીવડે છે. કૃતિની ભાષા પર અપભ્રંશનો સ્પર્શ છે. રચયિતા સોમપ્રભગણિ કોણ હતા તેનો પત્તો લાગ્યો નથી. બારમી-તેરમી શતાબ્દીમાં બૃહદ્, નાગેન્દ્ર, પૌર્ણમિક, અને તપાગચ્છના મળી ચારેક સોમપ્રભ નામધારી મુનિઓ-સૂરિઓ થઈ ગયા છે : પણ સાંપ્રત કૃતિના કર્તા એ તમામથી ભિન્ન એવા કોઈ ચૌદમી સદીના અંતભાગના કે પંદરમી સદીના પ્રારંભના ગણિવર જણાય છે. ચૌદમા શતકના પૂર્વાર્ધમાં બંધાયેલાં મંદિરોનો આમાં ઉલ્લેખ હોઈ રચના તે પછીની હોવાનું સુનિશ્ચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5