Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સોમપ્રભ ગણિ વિરચિત શ્રી સેજુજ ચેન્નપ્રવાડિ
સં. મધુસૂદન ઢાંકી લક્ષ્મણ ભોજક
સં. ૧૪૭ | ઈ. સં. ૧૪ર૧માં અમદાવાદના સુલતાન અહમદશાહનું ફરમાન લઈ સંઘવી ગુણરાજે કાઢેલ સંઘ પછી મોટા પ્રમાણમાં યાત્રિકો અને યાત્રાર્થે સંઘો શત્રુંજય તીર્થના દર્શનાર્થે નીકળ્યા હશે. તેનું એક પ્રમાણ તો પંદરમા સૈકામાં પ્રચુર માત્રામાં રચાયેલી મળતી પ્રસ્તુત તીર્થને અનુલક્ષિત ચૈત્યપરિપાટિઓ દ્વારા મળી રહે છે. બૃહદ્ ચૈત્યપરિપાટિઓ-તીર્થમાલાઓ બનાવનારમાંથી પણ ઘણા ખરા રાજયતીર્થ ગયા હોય તેમ લાગે છે, અને પ્રસ્તુત મહાતીર્થ પ્રતિ અત્યધિક ભાવ અને આદર બતાવતા, તેમ જ ત્યાં અવસ્થિત જિનભવનોનું અન્ય તીર્થસ્થાનોનાં મંદિરોને મુકાબલે કંઈક વિશેષ વિવરણ કરતા જણાયા છે. તીર્થરાજ સંબંધી અહીં પ્રસ્તુત કરેલી અને અદ્યાવધિ અપ્રકાશિત ચૈત્યપરિપાટ કેટલીક અન્ય તત્સમાન રચનાઓની જેમ અનામી કર્તાની નથી, તે વિષે અહીં આગળ ઉપર જોઈશું. દૂહા છંદમાં ર૯ કડીમાં વહેંચાઈ જતી આ ચૈત્યપરિપાટિ તેની વસ્તુની રજૂઆતમાં તેમ જ વિગતોમાં શત્રુંજય પરની અન્ય સમકાલીન કહી શકાય તેવી રચનાઓ સાથે સાદશ્ય ધરાવે છે. કૃતિમાં કાવ્યતત્ત્વનો પ્રાય: અભાવ તેમાં અન્યથા પ્રાપ્ત ઉપયોગી વિગતોને કારણે સરભર થઈ જાય છે. શત્રુંજય તીર્થના ઇતિહાસશોધનને નિસ્બત છે ત્યાં સુધી તો આ પરિપાટિથી એક વિશેષ સાક્ષ્ય અને સાધન સાંપડી રહે છે. કૃતિનો પાઠ બે હસ્તપ્રત ઉપરથી તૈયાર કર્યો છે. તેમાં પ્રથમ (૪) લા. દ. ભા. સં. વિ. માં મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહની છે : (નવો ક્રમાંક ૧૫૪૯). લિપિ પરથી પ્રતનો કાળ ૧૫મા શતકનો મધ્યભાગ હોવાનું નિર્ણત થાય છે. બીજી ગુટકાકાર (ઉ) પ્રત પણ પ્રકત સંગ્રહની છે; તેનો ક્રમાંક ૮૪૮૮ છે. તેમાં કહ્યા મુજબ તેના રચયિતા સોમપ્રભ ગણિ છે.
પંડરીકશિખરીસ્તોત્રકાર તેમ જ કેટલાક અન્ય પરિપાટિકારોની જે અહીં રચયિતા તીર્થવર્ણન માટે નીચેથી ઉપર જતા, મરુદેવીની ટૂકથી પ્રારંભાતા, પ્રણાલિકાગત યાત્રામાર્ગને અનુસરવાને બદલે ઊલટો ક્રમ અપનાવે છે, અને પોતાનું કથન તીર્થનાયક શ્રીયુગાદિદેવના ભવનથી શરૂ કરે છે. આ પરિપાટિ સૌ કોઈને ગાવા માટે રચી હોવાનો આશય નમસુ (નામ)' લેઈસુ (લે)' ઇત્યાદિ પ્રયોગોથી સૂચિત થાય છે.
શત્રુંજય ચડ્યા પછી (૧) કવિ-યાત્રી સૌ પ્રથમ રિસફેસર'(ઋષભદેવ)ના ‘સી(સિ)લમઉ (શિલામય) બિંબનું સ્નાન-વિલેપન-પૂજન-સ્તવન કરી, આદિ જિનેશ્વરને જોયાથી હૈયે હરખ માતો નથી ને લોચનમાંથી અમીરસ ઝરી પાપમળ જતો રહેતો હોવાનું કહે છે (૨-૩), કવિ તે પછી ઉમેરે છે કે જિનવર આગળ નાચીશું, (જિનવરના) ગુણ ગાઈશું, કુગતિનું દ્વાર રૂંધીશું, ને સ્વજીવનને સફળ કરીશું (૪). આદિજિનની પાસે રહેલ કોટાકોટિ મુનિઓ સાથે સિદ્ધગતિ પામેલ ‘ગણધર પુંડરીક’ની મૂર્તિની જોડલી’ને નમીને ભવ પાર ઊતરવાની આશા વ્યક્ત કરે છે (૫). મંડપમાં બેસાડેલ ‘રિસહજિણંદ' (ષભ જિનેન્દ્ર)ને જહારી, (ચક્રીશ્વર) ભરત પ્રસ્થાપિત “યુગાદિદેવને જોઈને ભવદુઃખ પાર પડે છે તેમ કહી (૬), આગળ કહેતા ત્યાં રહેલા – સિદ્ધ રમણી (મુકિતદેવાવાળા – ‘ઊભા' (ખાસન) અને 'બઈઠા' (પદ્માસન મુદ્રામાં સ્થિત સૌ જિનવર-બિંબોને નમે છે (૭). તે પછી દક્ષિણ બાજુની દેરીમાં ‘ચોવીસ જિન બિંબ,' “સાચોરીવીર' (૮), ત્રણ ભૂમિના આલયમાં સ્થિત “કોડાકોડિ જિણવર' (કોટાકોટિ જિન), તે પછી આવાગમન (ભવભ્રમણ) નિવારના પાંચ પાંડવ” (૯), તેની પાછળ રહેલ જગતનું પહેલું તીર્થ ‘અષ્ટાપદ' અને તેમાં રહેલ] ચોવીસ જિનને વંદના દે છે. (૧૦) ત્યાર બાદ “રાયણ’ હેઠળ રહેલ
Page #2
--------------------------------------------------------------------------
________________
સં. મધુસૂદન ઢાંકી તથા લાગ ભોજક
Nirgrantha
આદિ જિનના ‘પાય' (પગલાં) અને દૂધ વર્ષાવતી રાયણના દૂધમાં કાયા ઝબોળી (૧૧), આગળ વધતાં ડાબી બાજુ રહેલ લેપમયી ‘જિન’ અને ‘જિન પગલાં' (૧૨), તે પછી ‘સમલિયા વિહાર' (ભૂગપુરાવતાર)માં વીસમા જિન મુનિસુવ્રતને નમી ત્યાં રહેલ સર્વ જિનબિંબોને પરિપાટિકાર વંદના દે છે (૧૩), ત્યાંથી “સીહદુવાર’ (સિંહદ્વાર, બલાણક) પાસે આવી જિનને (યુગાદિદેવ)ને ફરીથી પગેલગણ કરી (૧૪), હવે ‘ખરતરવસહી'માં આવે છે. પરિપાટિકાર એને દેવીએ નિર્માણ કરી હોય તેવી સુસાર-ચારુ (રચના) કહે છે (૧૫). વિશેષમાં કહે છે કે એને દેખતાં જનમન મોહી જાય અને અનિમેષ નેત્રે જાણે જોઈ જ રહીએ; (તેમાં થોડામાં (ઘણાં) તીરથ એમાં અવતર્યા છે, સમાવ્યાં છે (૧૬). આ નવનિર્મિત નિવેશના ગર્ભગૃહમાં આદિ જિનને કવિ-યાત્રી નમે છે. તે પછી (શિ) પરિવાર સાથે બેઠેલી જિનરત્નસૂરિ (ની મૂર્તિ) મંડપમાં છે તેવો ઉલ્લેખ કરે છે (૧૭), તે પછી ત્યાં ત્રેવીસમા જિન ‘સ્તંભનપુરાવતાર' (શ્રીપાર્ષ), ‘કલ્યાણત્રય' “સમેત નેમિજિન” (૧૮), 'બહોંતર દેવકુલી'માં જિનવર-દેવનાં બિંબ, ‘અષ્ટાપદ’ અને ‘સમેતશિખર તીર્થ' (૧૯), મઠદ્વારે ઓરડીમાં (વાસ્તવમાં ગોખલામાં) “ગુરુમૂર્તિ,’ ને મંડપમાં ‘ગોતમ ગણધર'ને નમે છે (૨૦), (ખરતરવસતિની બહાર આવ્યા બાદ એટલામાં) વિમલગિરિ પર (તેજપાળ મંત્રીએ) અવતારેલ રમ્ય નંદીશ્વર ચૈત્ય'ને વાંદી, કર્મ તૂટવાની વાત કવિ કહે છે (૨૧), તે પછી (મંત્રીશ્વર વસ્તુપાળ કારિત) “ઇન્દ્રમંડપ' ભણી પરિપાટિકાર વળે છે (૨૨), (ને પછી પાસે રહેલ) શ્યામલવર્ણ અને સલૂણ તનવાળા 'નેમિનાથ'ના ‘ગિરનારાવતાર’ મંદિરમાં જઈ, ત્યાં “સંબપૂજન' (સાંબ અને પ્રધુમ્ન)ને પૂજે છે (૨૩). પોળ (વાઘણપોળ પાસે ડાબી બાજુ ‘સ્તંભનનિવેશ' (સ્તંભનપુરાવતાર પાર્શ્વને નમસ્કારી, આગળ (અનુપમા સરોવરને કાંઠે રહેલી 'નમિ-વિનમિ સેવિત અષભે જિન'વાળા ‘સ્વર્ગારોહણ(ચૈત્ય)માં થઈ (૨૪), દક્ષિણ ધ્રૂગે રહેલ ‘મોલ્હાવસતિ'માં ચોવીસ જિનને નમે છે; તે પછી ‘ટોટરા વિહાર’માં પ્રથમ જિનને પ્રણમવા જઈ (૨૫), ત્યાંથી
છીપાવસહિ’માં ‘ષભજિન', ‘અભિનવ આદિજિન', અને “કપદીંયક્ષ'ના ભવનમાં, એમ બધે જિનબિંબોને નમે છે (૨૬). તે પછી સોળમાં ‘શાંતિ જિન'ને પ્રણામી, જગસ્વામિની ગજા રૂઢા ‘ભદેવીની પૂજા કરી (૨૭), (નીચે ઉતરતાં તળેટી સમી૫) પાજના મુખ પાસે રહેલ ‘નેમિ જિનેશ્વર', લલિતા સરોવરે ‘વીરજિન,’ અને પાલિતાણામાં ‘પાર્શ્વ જિન ને નમવાની વાત કરે છે (૨૮)'. આ પછી પરિપાટિકાર યાત્રાફલ વિષે સમાપ્તિ-યોગ્ય ઉદ્દગારો કાઢી વકતવ્ય પૂરું કરે છે (૨૯).
અન્ય પરિપાટિઓમાં જેની કેટલીક વાર નોંધ લેતા જોવાય છે તે ‘અદબદજી(અદ્ભુત આદિનાથ')ની મૂર્તિ, તેમજ આદીશ્વર મૂળ ટ્રક સ્થિત “વીસ વિહરમાન'ના મંદિરનો આમાં ઉલ્લેખ નથી; પણ એકંદરે તેમાં રહેલી કેટલીક નાની નાની વિગતો તીર્થમાં રહેલ પ્રાચીન મંદિરોના સ્થાનક્રમાદિ નિર્ણત કરવામાં મદદરૂપ નીવડે છે.
કૃતિની ભાષા પર અપભ્રંશનો સ્પર્શ છે. રચયિતા સોમપ્રભગણિ કોણ હતા તેનો પત્તો લાગ્યો નથી. બારમી-તેરમી શતાબ્દીમાં બૃહદ્, નાગેન્દ્ર, પૌર્ણમિક, અને તપાગચ્છના મળી ચારેક સોમપ્રભ નામધારી મુનિઓ-સૂરિઓ થઈ ગયા છે : પણ સાંપ્રત કૃતિના કર્તા એ તમામથી ભિન્ન એવા કોઈ ચૌદમી સદીના અંતભાગના કે પંદરમી સદીના પ્રારંભના ગણિવર જણાય છે. ચૌદમા શતકના પૂર્વાર્ધમાં બંધાયેલાં મંદિરોનો આમાં ઉલ્લેખ હોઈ રચના તે પછીની હોવાનું સુનિશ્ચિત છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
vol. 1.1995
શ્રી સોમપ્રભ ગણિ વિરચિત...
ટિપ્પણ:
૧. પ્રસ્તુત ફરમાન વિશે લાદ. ભા. સં. વિ. ની પત્ર ક્રમાંક ૧૪૯૯ (નગરશેઠ : ૬૩૩)માં પૃ. ૨૮૩ પર નીચેની નોંધ જોવા મળે છે -
श्रीसोमसुन्दरसूरिसोपदेशाद् विक्रमार्कत: अश्वाश्व वेद सितारों (१४७७) प्रमितेवत्सरे गते ॥४०॥ गुणराजो बहुसंघमाकार्यशुभवासरे शत्रुजये जिनानंतु उत्सुकोजनि भावतः ॥४१॥ अहमदसुरत्राणात् संप्राप्य फरमाणकं गुणराजो व्यधात्
ટુવાન થસ્થ મુવ: જરા ૨. ખરતરગચ્છીય જિનરત્નસૂરિ તેરમા શતકના ઉત્તરાર્ધમાં થયા છે. ૩. કદાચ આ બંનેના તીર્વાવતાર-પટ્ટ વિવક્ષિત હશે. ૪. આ સૌ પ્રસંગે વિશેષ ચર્ચા, પ્રથમ લેખક દ્વારા તૈયાર થઈ રહેલ શત્રુંજયગિરિનાં જિનમંદિરો (The Sacred Hills of Satrunjayagir)
ગ્રંથમાં કરવામાં આવી રહી છે, જે સન ૧૯૮ના પહેલાં પ્રકટ થઈ જવાનો સંભવ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
સં. મધુસૂદન ઢાંકી તથા સમાગ ભોજક
Nirgrantha
શ્રી સેતુજ ચેન્નપ્રવાડિ
(દુહા છંદ) સામિય રિસહ પસાઉ કરિ જિમ સેનુજિ ચડેવિ ચેપ્રવાડિહિ સવિ નમઉં તીરથ ભાઉ ધરેવિ. ૧ પહિલઉ સામિઉ સીલમઉ રિસહસ પણ મેસુ હવણુ વિલવણ પૂજ કરિ કર દુઈ જડી થુણે સુ. ૨ દીઠઈ આદિજિાણેસરહિં હિયડઈ હરિસુ ન માઈ લોયણ અભિયહરસુ ઝરઈ ભવ સય કલિમલુ જાઈ. ૩ જિણવર આગલિ રંગ ભરિ નાચિસુ ગુણ ગાએ રૂધિસુકાઈદુવાર સવિ નિય છવિય ફલુ સુ. ૪ જામલિ બઈઠઉ આદિ જિણ પુંડરીક ગણધારુ સીઘઉ કોડાકોડ સઉ લેસુ નમિ ભવ પારો(૨). ૫ અંડપિ બઈઠઉ લેપમઉ રિસહ નિણંદુ જુહારે ભરહિ જુગાદિહિ થાપિયઉ જઈસુ ભવદુહ પારે. ૬ અન્નવિ ગયા લહુ તહિં જિણવર બિંબ અપાર ઊભા બઈઠા સવિ નમઉ સિદ્ધરમણિ દાતાર. ૭ દેવહરી દાહિણ ગમઈ ચઉવીસ વિ જિળબિંબ સાચઉરઉ તહિં વીરજિાણું પૂજિસુ મેલ્હિ વિલંબ. ૮ તિહુ ભૂમિતિ જિણવર નમઉ કડાકોડિ મઝારિ સીધા પંડવ પંચ નમી આવાગમણ નિવારી. ૯ અાપદ તહિં (૫)ઠઈ અછાં જગિહિં જ પહિલઉ તીર્થે ચઉવીસ વિ જિનમવિ કરિ જંગું કરઉ સુકયત્યુ. ૧૦ રાઈણિ હેઠલિ આદિ જિણ પણમિસ ગરુયા પાય રાઈણિ દૂધિહિ પરિસિ કરિ પાવું પખાલઉં કાય. ૧૧ આવિષે ઉલિહિં લેપમયિ ડાવિઅ બાહ જિગંદ અણપરિવાડિહિં જિણ નમઉ આગલિ પય અરવિંદ. ૧૨ જિાણ મુસુિવઉ વીસમઉ નમિ સમલિયાવિહાર જે કઈ તીહાં અછઈ તે સવિ બિંબ જુહારે. ૧૩ સીહવારિહિં આવત હું પણિ પણમઉજિણ પાય ચેપ્રવાડિહિં કારણિહિં ભાગઉ (૫)ણભઈ તાય. ૧૪ દાયિણ પાસઈ આવતાહે ખરતરવસહી તુંગ જાણે દેવિહિ નિમ્નવિય સાયાર અઈ ચંગ. ૧૫
Page #5
--------------------------------------------------------------------------
________________ Vol. 1.1995 51 શ્રી સોમપ્રભ ગણિ વિરચિત... દેખિ જમણુ મોહિયએ લોયણ અણમિસ થાઈ તીરથ થોડામાંહિ સવિ અવયારિય નહિં ઠાઈ. 16 નવઉ નવેસિઉ આદિણિ નમઉ ગભારા માંહિ સપરિવારુ જિગરતનસૂરિ બઈઠઉ મંડપમાંહિ. 17 પૂજઉ જિગુ તેવીસમઉ સિરિ થંભાણાવયારુ કલાણાઈ નેમિજિણ સિરિ ગસારવયારુ. 18 દેવકુલી બાહનરિહિં વાંદઉં જિગવરદેવ : અકાવય-સમ્મય-મુહ કરઉ સુતીરથ સેવ. 19 મઢહ દુવારી જ ઉરડિય ગુરુ વંદઉ તહિ ઠાઈ ગોયમ અંડપિ જાઈ કરિ ગણહર નમીયાણું પાઈ. 20 નંદીસરવરિ આઠમઈ દીવિ જિ ચેઈય રમ તે અવયારિય વિમલગિરિ વાદિઉં તો ડિસુ કમ્મ. 21 નિય સુયરિય બલિ જહિ હુયએ માણસ ઈણિ ભવિ ઈદુ ઈદઅંડપિ તેણિ જાઈ કરિ પૂજિસુ જિણવર વિંદુ. 22 સામલવનુ સલૂણ તણુ સામિનેમિકુમારુ પૂજઉ સંબપજૂન સઉ દીઠ 1 કિ(ગિ)રિ ગિરનારો(૨). 23 પોલિ કન્ડઈ વામઉ ગમઈ સિરિ થંભાનિવેસુ સરગારોહણિ નમિ-વિનમિ સેવિઉ રિસહજિસુ. 24 જિણવર ચઉવીસવિ નમઉ મોલ્હાવસહી મઝારિ પણમી જઈ સિરિ પઢમ જિાણ ત૬ ટોટરા વિહારે. 25 છિપગવસહી વીરરિસહજિાનું અહિણવુ આઈ જિગેસ કવડિજકખ સુરવરભવણિ સવિ જિણબિંબ નમેસુ. 26 તુંગ ભવણિ સોલસમઉ સિરિ સંતિનાહુ પણવિ મદેવી ગયવરિ ચડિય જગામિણિ પૂએવિ. ર૭ નેમિજિગેસ પામુહિ લલિતાસરિ જિણવીરુ પાલિતાણઈ પાસ-જિાણ નકિવિ લહિસુ ભવતી રુ. 28 એહ જિ ચેરખવાડિનર પઢઈ ગુણઈ નિસુગંતિ સિરિ સનુંજય જાત્રફલ તે નિશ્ચઈ પાર્વત્તિ. 29 ઈતિ ચેત્તપ્રવાડિ : સમાપ્ત : (A) इति श्री शत्रुजय तीर्थ चेत्र प्रवाडि समाप्ता / / (તિ) િવ. સોમપ્રમાજિન શા માdi (B)