SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સોમપ્રભ ગણિ વિરચિત શ્રી સેજુજ ચેન્નપ્રવાડિ સં. મધુસૂદન ઢાંકી લક્ષ્મણ ભોજક સં. ૧૪૭ | ઈ. સં. ૧૪ર૧માં અમદાવાદના સુલતાન અહમદશાહનું ફરમાન લઈ સંઘવી ગુણરાજે કાઢેલ સંઘ પછી મોટા પ્રમાણમાં યાત્રિકો અને યાત્રાર્થે સંઘો શત્રુંજય તીર્થના દર્શનાર્થે નીકળ્યા હશે. તેનું એક પ્રમાણ તો પંદરમા સૈકામાં પ્રચુર માત્રામાં રચાયેલી મળતી પ્રસ્તુત તીર્થને અનુલક્ષિત ચૈત્યપરિપાટિઓ દ્વારા મળી રહે છે. બૃહદ્ ચૈત્યપરિપાટિઓ-તીર્થમાલાઓ બનાવનારમાંથી પણ ઘણા ખરા રાજયતીર્થ ગયા હોય તેમ લાગે છે, અને પ્રસ્તુત મહાતીર્થ પ્રતિ અત્યધિક ભાવ અને આદર બતાવતા, તેમ જ ત્યાં અવસ્થિત જિનભવનોનું અન્ય તીર્થસ્થાનોનાં મંદિરોને મુકાબલે કંઈક વિશેષ વિવરણ કરતા જણાયા છે. તીર્થરાજ સંબંધી અહીં પ્રસ્તુત કરેલી અને અદ્યાવધિ અપ્રકાશિત ચૈત્યપરિપાટ કેટલીક અન્ય તત્સમાન રચનાઓની જેમ અનામી કર્તાની નથી, તે વિષે અહીં આગળ ઉપર જોઈશું. દૂહા છંદમાં ર૯ કડીમાં વહેંચાઈ જતી આ ચૈત્યપરિપાટિ તેની વસ્તુની રજૂઆતમાં તેમ જ વિગતોમાં શત્રુંજય પરની અન્ય સમકાલીન કહી શકાય તેવી રચનાઓ સાથે સાદશ્ય ધરાવે છે. કૃતિમાં કાવ્યતત્ત્વનો પ્રાય: અભાવ તેમાં અન્યથા પ્રાપ્ત ઉપયોગી વિગતોને કારણે સરભર થઈ જાય છે. શત્રુંજય તીર્થના ઇતિહાસશોધનને નિસ્બત છે ત્યાં સુધી તો આ પરિપાટિથી એક વિશેષ સાક્ષ્ય અને સાધન સાંપડી રહે છે. કૃતિનો પાઠ બે હસ્તપ્રત ઉપરથી તૈયાર કર્યો છે. તેમાં પ્રથમ (૪) લા. દ. ભા. સં. વિ. માં મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહની છે : (નવો ક્રમાંક ૧૫૪૯). લિપિ પરથી પ્રતનો કાળ ૧૫મા શતકનો મધ્યભાગ હોવાનું નિર્ણત થાય છે. બીજી ગુટકાકાર (ઉ) પ્રત પણ પ્રકત સંગ્રહની છે; તેનો ક્રમાંક ૮૪૮૮ છે. તેમાં કહ્યા મુજબ તેના રચયિતા સોમપ્રભ ગણિ છે. પંડરીકશિખરીસ્તોત્રકાર તેમ જ કેટલાક અન્ય પરિપાટિકારોની જે અહીં રચયિતા તીર્થવર્ણન માટે નીચેથી ઉપર જતા, મરુદેવીની ટૂકથી પ્રારંભાતા, પ્રણાલિકાગત યાત્રામાર્ગને અનુસરવાને બદલે ઊલટો ક્રમ અપનાવે છે, અને પોતાનું કથન તીર્થનાયક શ્રીયુગાદિદેવના ભવનથી શરૂ કરે છે. આ પરિપાટિ સૌ કોઈને ગાવા માટે રચી હોવાનો આશય નમસુ (નામ)' લેઈસુ (લે)' ઇત્યાદિ પ્રયોગોથી સૂચિત થાય છે. શત્રુંજય ચડ્યા પછી (૧) કવિ-યાત્રી સૌ પ્રથમ રિસફેસર'(ઋષભદેવ)ના ‘સી(સિ)લમઉ (શિલામય) બિંબનું સ્નાન-વિલેપન-પૂજન-સ્તવન કરી, આદિ જિનેશ્વરને જોયાથી હૈયે હરખ માતો નથી ને લોચનમાંથી અમીરસ ઝરી પાપમળ જતો રહેતો હોવાનું કહે છે (૨-૩), કવિ તે પછી ઉમેરે છે કે જિનવર આગળ નાચીશું, (જિનવરના) ગુણ ગાઈશું, કુગતિનું દ્વાર રૂંધીશું, ને સ્વજીવનને સફળ કરીશું (૪). આદિજિનની પાસે રહેલ કોટાકોટિ મુનિઓ સાથે સિદ્ધગતિ પામેલ ‘ગણધર પુંડરીક’ની મૂર્તિની જોડલી’ને નમીને ભવ પાર ઊતરવાની આશા વ્યક્ત કરે છે (૫). મંડપમાં બેસાડેલ ‘રિસહજિણંદ' (ષભ જિનેન્દ્ર)ને જહારી, (ચક્રીશ્વર) ભરત પ્રસ્થાપિત “યુગાદિદેવને જોઈને ભવદુઃખ પાર પડે છે તેમ કહી (૬), આગળ કહેતા ત્યાં રહેલા – સિદ્ધ રમણી (મુકિતદેવાવાળા – ‘ઊભા' (ખાસન) અને 'બઈઠા' (પદ્માસન મુદ્રામાં સ્થિત સૌ જિનવર-બિંબોને નમે છે (૭). તે પછી દક્ષિણ બાજુની દેરીમાં ‘ચોવીસ જિન બિંબ,' “સાચોરીવીર' (૮), ત્રણ ભૂમિના આલયમાં સ્થિત “કોડાકોડિ જિણવર' (કોટાકોટિ જિન), તે પછી આવાગમન (ભવભ્રમણ) નિવારના પાંચ પાંડવ” (૯), તેની પાછળ રહેલ જગતનું પહેલું તીર્થ ‘અષ્ટાપદ' અને તેમાં રહેલ] ચોવીસ જિનને વંદના દે છે. (૧૦) ત્યાર બાદ “રાયણ’ હેઠળ રહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249316
Book TitleSettujja Chetta Pravadi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size319 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy