________________
આશ્રિતગણહિલૈકલક્ષી પરમ પૂજ્ય આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્યરત્ન પરમવેયાવચ્ચી મુનિરાજ શ્રી જયેશ વિજયજી મ.સા.ની
જીવન ઝાંખી
ગરવા ગુજરાતના બેમિશાલ બનાસકાંઠામાં પ્રખ્યાત પાંથાવાડા નગરે. શ્રેષ્ઠિવર્ય શ્રી જેતમલજીના ગૃહે શુભદિવસે ને શુભચોઘડીયે એક પુત્ર રત્નનો જન્મ થયો અને તે બાળકનું નામ હતું કેશરીમલ. સંસારના નિયમાનુસાર યૌવનવયને પામેલાં તે કેશરીમલને એક ધર્મીકન્યા સાથે માતા-પિતાએ લગ્ન કરાવ્યું, તે કન્યાનું નામ હતું નાનુબેન.
કેશરીમલ અને તેમના અાઁગીની નાનુબેન બંન્નેના લગ્નજીવનનો પ્રારંભ અને તેના ફળરૂપે થયેલ એક પુત્રીનો જન્મ. ત્યારબાદ વ્યવસાયાર્થે નજીકનું શહેર નવાડીસામાં કરેલ વસવાટ. ત્યાં પણ નાનુબેનની ધર્મભાવનાઓની થયેલ વૃદ્ધિ અને કેશરીમલભાઈ તો વ્યસનોના સેવન દ્વારા સંસારમાં કરેલ આગેકૂચ. આમ બંન્ને પતિ-પત્નીની દિશા વિરૂદ્ધ હોવાં છતાં તેમાં નાનુબેનનો થયેલ વિજય.
‘“સત્યમેવ જયતે’’ એ સનાતન સત્ય અનુસાર કાંઈક ધર્મ તરફ વળેલાં કેશરીમલભાઈ. દેરાસર-ઉપાશ્રય જવું, સામાયિક-પ્રતિક્રમણ કરવું... વગેરે કરવા છતાં મન ન ચોટે. પણ કો'ક એવી શુભપળે કેશરીમલભાઈના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું અને તે ભાવવાં લાગ્યા દીક્ષાના ભાવ.
વિ.સં. ૨૦૩૪ના શુભ વર્ષે, વૈશાખ સુદ ૧૪ના શુભ દિવસે પાંથાવાડા નગરના શુભ સ્થળે આ.શ્રી. વિજય રત્નશેખર સૂરિ મ.સા., પં. શ્રી સોહનવિજયજી ગણી., મુ. શ્રી જિનચંદ્ર વિજયજી મ.સા. આદિ ગુરૂભગવંતોની શુભનિશ્રાએ કેશરીમલભાઈ અને નાનુબેન બંન્ને પુણ્યાત્માઓએ સ્વીકારી ભાગવતી પ્રવ્રજ્યા.
કેશરીમલભાઈ બન્યાં મુનિરાજ શ્રી જિનચન્દ્ર વિજયજી મ.સા. ના પ્રથમશિષ્ય મુનિ શ્રી જયેશવિજયજી મ.સા. અને નાનુબેન બન્યાં સા. શ્રી ગુણલતાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. શ્રી. ગિરિરત્નાશ્રીજી મ.સા.
સજ્ઝાય સરિતા