Book Title: Sarva Mitra Gruhastha Sant Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ અમે [59 તેમને પૂછેલું કે, “તમે આટઆટલા બીમાર અને કઈ બીજે ઉકેલી ન શકે એટલા બધા ભિન્ન ભિન્ન વિષયેના, ભિન્ન ભિન્ન પ્રશ્નો કર્યો અભ્યાસ, ક્યા વાચન અને કયા બળને લીધે ઉકેલે છે?” આવી મતલબના પ્રશ્નને ઉત્તર તેમણે નમ્ર વાણીમાં એટલે જ આપ્યાનું યાદ છે કે, “મારું વાચન અતિ અલ્પ છે. પણ મારી પાસે એકમાત્ર કસોટી સત્ય અને અહિંસાની છે. એ કસોટીએ હું બધું વિચારું છું અને જે કાંઈ સૂઝે તે લખું છું.” એમના આખા જીવનની ચાવી જ આ છે. ગાંધીજીએ નવજીવન ઘડવાના વિચારો અને સિદ્ધાંતિ પૂર્ણ રૂપે મૂક્યા. કિશોરલાલભાઈએ પિતાનાં અનેક લખાણમાં એ પૂણીઓને કાંતી ભાપી ન શકાય એટલા સૂતરની ફાળકીઓ. પીરસી. કિશોરલાલભાઈ રૂઢ ગુરુ-શિષ્ય ભાવમાં ન માનતા. એટલે તેઓ, જેમ બીજાને પિતાના વિચારમાં મૂંડવાને જરાય આગ્રહ ન સેવતા, તેમ બીજાના વિચારમાં માત્ર શ્રદ્ધાથી મૂંડાવાની વૃત્તિ પણ ન સેવતા, તેથી જ, આપણે જોઈએ છીએ કે, તેમણે પોતાનાં ધાર્મિક, આધ્યાત્મિક વિવેચનવાળાં લખાણમાં પિતાને માન્ય હોય એવા મેટા મોટા પુરુષની પણ સાદરા સમીક્ષા કરી છે. તેઓ સાંપ્રદાયિક ગ્રંથિથી પર થયા ને તેમની સામે માનવજાતિના ભૂષણરૂપ બધા જ ધર્મપુરૂષ સમાન ભાગે ઉપસ્થિત થયા. એ જ વિરલ ક્ષણે તેમણે રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈસુ ખ્રિસ્ત, સહજાનંદ જેવા સાંપ્રદાયિક લેખાતા મહાન પુરુષોની જીવનકથા વિવેચક ભક્તને શોભે એવી પ્રતીતિકર રીતે લખી છે. કિશોરલાલભાઈના પરિચયથી મને જે ડો પણ દૃષ્ટિલાભ થયેલે તેને યાદ કરી મેં ૧૯૩૮ના મારા જીવલેણ ઓપરેશન વખતે કઈ હાર, વર્ધા એવા સમાચાર કહેવડાવ્યાનું યાદ છે કે, હું આ ઓપરેશનમાંથી બહાર નહિ આવું તે પણ તમારા દ્વારા થયેલ દષ્ટિ-લાભને મને ઊંડે સતિષ છે. ત્યારબાદ તેમનું એક કાર્ડ તરત જ આવ્યું, જેમાં લખેલું કે અત્યારે મારી તબિયત કાંઈક ઠીક છે. હું શુશ્રષામાં ડી પણ મદદ કરી શકતિ હેઉં તે મને તરત સૂચ. મેં આ મારી અંગત વાત એ સૂચવવા લખી છે કે, એમની કર્મપરાયણ શબષાવૃત્તિ એ સહજ કરુણામાંથી પ્રગટેલી. જેને ચિત્તમાં ગમાર્ગે કાંઈ પણ અસર કરી હોય છે તેના ચિતમાં મૈત્રી, કરુણ આદિ ભાવ સહેજે ફૂટી નીકળે છે. તેથી જ કિશોરલાલભાઈ સાચા અર્થમાં સર્વ-મિત્ર અને અજાતશત્રુ હતા. -બુદ્ધિપ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4