Book Title: Sarva Mitra Gruhastha Sant Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૫૮] દર્શન અને ચિંતના હરિજન” પત્રનું તંત્રીપદ સંભાળતા. તેમની સામે પરસ્પરવિધી એવા અનેક વાદોના પ્રશ્નો આવે, અનેક પક્ષોના પ્રશ્નો ઉપસ્થિત થાય, દેશપરદેશને લગતા સવાલે ચર્ચવાના આવે, આર્થિક અને ઔદ્યોગિક પ્રશ્નો બાબત પણ માર્ગદર્શન આપવાનું પ્રાપ્ત થાય—આ બધાં કામને તેઓ પથારીવશ જેવા છતાં પૂર્ણપણે છેવટ સુધી ન્યાય આપી શકતા તેનું મુખ્ય કારણ તેમની સત્ય અને અહિંસાની સતત ઉપાસના હતી. ગમે તેવા મોટા મનાતા રાજપુરુષ કે સંન્યાસીને સુદ્ધાં સ્પષ્ટ સત્ય કહેવામાં તેઓ લેશ પણ સં કેચાતા નહીં, અને નિર્ભય કથન કરવા છતાં કેઈ દુભાય એવું વચન પણ ઉચ્ચારતા નહીં. જેમને જેમને એમનું કથન રુચતું નહીં તેઓ પણ એકસ્વરે તેમની તટસ્થતા અને માયાળુતાની મુક્તક કે પ્રશંસા જ કરતા. બુદ્ધનું વિશ્લેષણ વિશ્વવિદિત છે. મહાવીરની અહિંસા પણ અજાણી નથી. શંકરાચાર્યને અદ્વૈત-પેગામ અપૂર્વ છે. વાચસ્પતિની સર્વ વૈદિક દર્શનેને સ્પર્શતી બુદ્ધિ ગવાય છે. એમ દરેક યુગે થયેલા છે તે પુરુષોનું ગૌરવ જેવું તેવું નથી. તેમ છતાં તે પુરુષોના વિચાર અને સિદ્ધાંત તેમના પિતાના સંપ્રદાયના કોચલામાં જ ગૂંગળાઈ કાંઈક અંશે વિકૃત પણ બન્યા. છે. અને બીજા સંપ્રદાયના લેકમાં તેની સારવત્તા જેવાની દષ્ટિ ભાગ્યે જ દેખાય છે. એ વિચાર અને સિદ્ધાંત સમયે સમયે બદલાતા માનવજીવનની સાથે મેળ બેસે અને તેને ઉપગી થઈ પડે, એ રીતે પુનઃસંસ્કરણ ન. પામે તે એ માત્ર ભૂતકાળની યશોગાથા જેવા જ બની જાય છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીની પિતાના માન્ય પુરુષના વિચાર અને સિદ્ધાંત પ્રત્યે એવી કાંઈક ગૂઢ શ્રદ્ધા હોય છે કે, તે એ શ્રદ્ધા-થિને લીધે તેનું પરીક્ષણ કે પુનઃસંસ્કરણ કરી નથી શકતો. કિશોરલાલભાઈમાં પણ ક્યારેક એવી જ સંપ્રદાય-ગ્રંથિ હતી. તેઓ પોતે જ એવા મતલબનું કહે છે કે, સ્વામિનારાયણ પરંપરાની પ્રણાલિ જ અને સહજાનંદ સ્વામીના વિચારે જ તેમને મન સર્વ કાંઈ હતું. પણ કોઈ ધન્ય ક્ષણે એમને ઐયિ-ભેદ છે, અને જન્મસિદ્ધ અન્તપ્રજ્ઞાની સેર વહેવા લાગી તેને પરિણામે અત્યાર સુધીના બધા જ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય વિચારો ને વ્યવહારને તેમણે ફરી તપાસ્યા, ચાળ્યા અને સત્ય તેમ જ અહિંસાની કસોટીએ કસ્યા. તેને લીધે તેમની. સામે એક એવું આચાર-વિચારનું વિશ્વ ખડું થયું, જે તેમણે અનેક લખાણોમાં અનેક રીતે વિશદ કર્યું છે. કોઈ પણ પંથ, ધર્મ, પરંપરા, તત્વજ્ઞાનને જરાય અન્યાય ન થાય એટલી આહંસક સમ કાળજી રાખવા છતાં પણ તેમણે પિતાને અનુભવાતું સત્ય કહેવામાં જરાય આંચકે ખાધ નથી. એક ભાઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4