Page #1
--------------------------------------------------------------------------
________________
સર્વ મિત્ર ગૃહસ્થ–સંત
[૮] પંખી આકાશમાં ઊડે ત્યારે એની છાયા નીચે દેખાય છે. ઊડવાનું બંધ પડવું કે છાયા અદશ્ય થઈ કાળપટમાં આવતા માણસો વિષે પણ એમ જ છે. તેઓ મૃત્યુવશ થયા ને તેમની છાયા ગઈ. આ સામાન્ય નિયમને પણ અપવાદ છે. કેટલાક પુરુષો કાળપટમાં આવી અદશ્ય થાય છે, ત્યારબાદ પણ તેમની છાયા લેપાતી નથી. એટલું જ નહીં પણ ઉત્તરોત્તર તેમની છાયા વધારે ગાઢ અને સ્થિર પણ બનતી જાય છે. બુદ્ધ, મહાવીર, જીસસ આદિ પ્રાચીન પુરુષો આ કેટિના છે. આપણે હમણાં જ ગાંધીજીને પણ જોયા કે તેઓ એ જ કોટિના છે. શ્રી કિશોરલાલભાઈ નથી અવતારી કે નથી કોઈ આચાર્ય, છતાં તેમની કટિ પણ એ જ છે. તેમનું સૂક્ષ્મ પૃથક્કરણપ્રધાન તેમ જ દલીલવાળું વિવેકી લખાણ જેમ જેમ વધારે વંચાતું અને સમજાતું જશે, તેમ જ તેઓ કેવી અનોખી રીતે જીવન જીવી ગયા એની જાણ વધતી જશે તેમ તેમ તેમની છાયા વાચકોના હૃદયમાં વધારે ને વધારે પડવાની અને સ્થિર થવાની.
આપણા દેશમાં પહેલેથી બે પરંપરાઓ ચાલી આવે છે, જે પરસ્પરવિધી દેખાય છે. પહેલી પરંપરામાં એવું વિધાન છે કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા પછી તેમાં જ રહી સંતતિ, પરિવાર, શિખ્ય આદિને ધાર્મિક બનાવવા અને આત્મસંયત તેમ જ અહિંસક રહી આખી જીવનયાત્રા પૂરી કરવી. બીજી પરંપરા એવી છે કે, જે દિવસે વૈરાગ્ય આવે તે જ દિવસે પ્રત્રજ્યા સ્વીકારી ચાલી નીકળવું– ભલે તે વખતે ઉંમર સાવ નાની હોય. આવી છે પરંપરાઓ હોવા છતાં જૈન, બૌદ્ધ આદિ ભિક્ષુઓના વધતા જતા પ્રભાવને કારણે, બ્રાહ્મણપરંપરામાં પણ સંન્યાસમાર્ગનું પ્રાધાન્ય દિવસે દિવસે વધતું ગયું છે. તેથી સામાન્ય રીતે આખી પ્રજામાં એવું માનસ ઘડાયું છે કે, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસને મેળ નથી. આવા સંસ્કારને લીધે સમાજ તેમ જ ધર્મમાં અનેક ગાળાઓ દાખલ થયા છે, સંન્યાસને વાસ્તવિક અર્થ ભુલાવે છે અને તે વેશબદલામાં મનાય છે. એ જ રીતે ગૃહસ્થાશ્રમને ખરે અર્થ પણ વીસરાયો છે ને તે કેવળ અર્થ અને કામમાં
Page #2
--------------------------------------------------------------------------
________________
પછ જ સમા હોય એમ મનાયું છે. આવી અધૂરી સમજને લીધે લાંબા વખતથી પ્રજાજીવન અત્યંત વિસંવાદી બની ગયું છે, એમ છતાં સમયે સમયે આપણા દેશમાં એવા સમજદાર અને વ્યાપકદષ્ટિ ધરાવનાર પુરુષાથી પાકતા રહ્યા છે કે જેઓએ પિતાની જીવનકળાથી લેકેને સાચું માર્ગદર્શન આપ્યું છે. ગાંધીજી એવા અંતિમ મહાપુરુષ થઈ ગયા. તેમણે જે ગૃહસ્થસંન્યાસી કે ગૃહસ્થ–સંતને પદાર્થપાઠ પિતાના જીવનથી આ તેને પચાવનાર એક નાનકડું પણ સમર્થ મંડળ દેશમાં તૈયાર થયું. એ મંડળમાં શ્રી. કિશોરલાલ મશરૂવાળાનું સ્થાન મુખ્ય અને ઊંચું છે. તેઓ આખું જીવન રહ્યા તે ગૃહસ્થ, પણ સાથે સાથે એ જીવન સંન્યાસનું જ વિતાવ્યું. તેમણે ગૃહસ્થનાં યોગ્ય કર્તવ્યો પ્રત્યે ક્યારે પણ ઉપેક્ષા ન સેવી અને સંન્યાસના ખરા અર્થને જીવનમાં મૂર્ત કર્યો.
ગીતાના તાત્પર્ય વિષે અનેક પક્ષે પ્રવર્તે છે. કઈ જ્ઞાનમાં, તે કઈ -ભક્તિમાં, તે કઈ કર્મમાં ને કોઈ ધ્યાનમાં—એમ એનું તાત્પર્ય વર્ણવે છે. શ્રી કિશોરલાલભાઈના જીવનમાં આપણે એ બધાં તાત્પર્યોને સુમેળ પૂર્ણપણે જે છે. તેઓ એક ક્ષણ પણું આવશ્યક અને યોગ્ય કર્મ વિના રહ્યા હોય એવું કોઈએ જોયું, જાણ્યું નથી. એમના પ્રત્યેક કર્મમાં જ્ઞાન કેટલો હતો એ તે એમનાં લખાણ જ કહી દે છે. વિચાર અને તદનુસારી આચાર પ્રત્યે તેમની જે નિછા હતી અને જે એકાગ્રતા હતી તેને જે ભાગ્યે જ જોવામાં આવે છે. ગીતામંથન”માં તે તેમણે ગીતાનો અર્થ રજૂ કર્યો છે, પણ તેમનું પિતાનું સ્વતંત્ર જીવન-દર્શન તે “ગીતામંથન'ના ઉદ્દઘાતમાં જોવા મળે છે. તેમણે જે જે લખ્યું છે તે માત્ર લખવા ખાતર કે બીજાને ઉપદેશવા ખાતર નહીં, પણ જે પોતે જીવનમાં ઉતાર્યું. પચાવ્યું તે રજૂ કરવા ખાતર. આ બાબતમાં તેઓ ગાંધીજીના જીવનપથને પૂર્ણપણે અનુસર્યા છે. તેમણે એ રીતે અનાસક્ત કમ ગ જીવી બતાવ્યું છે.
કિરલાલભાઈએ કયા વિષય ઉપર નથી લખ્યું એ જ શોધવું પડે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, તાત્વિક, આધ્યાત્મિક આદિ અનેક વિષયે ઉપર તેમણે છૂટથી લખ્યું છે અને તેથી જ તેમનાં પુસ્તકેની સંખ્યા પણ ઠીક ઠીક કહી શકાય એવડી મોટી છે. તેઓ ગુજરાતી, હિંદી, મરાઠી અને અંગ્રેજી એ ચારે ભાષામાં છૂટથી લખતા અને ગાંધીજીના વરદ હસ્તે શરૂ થયેલ અને અનેક ભાષામાં પ્રસિદ્ધ થતાં
Page #3
--------------------------------------------------------------------------
________________
૫૮]
દર્શન અને ચિંતના હરિજન” પત્રનું તંત્રીપદ સંભાળતા. તેમની સામે પરસ્પરવિધી એવા અનેક વાદોના પ્રશ્નો આવે, અનેક પક્ષોના પ્રશ્નો ઉપસ્થિત થાય, દેશપરદેશને લગતા સવાલે ચર્ચવાના આવે, આર્થિક અને ઔદ્યોગિક પ્રશ્નો બાબત પણ માર્ગદર્શન આપવાનું પ્રાપ્ત થાય—આ બધાં કામને તેઓ પથારીવશ જેવા છતાં પૂર્ણપણે છેવટ સુધી ન્યાય આપી શકતા તેનું મુખ્ય કારણ તેમની સત્ય અને અહિંસાની સતત ઉપાસના હતી. ગમે તેવા મોટા મનાતા રાજપુરુષ કે સંન્યાસીને સુદ્ધાં સ્પષ્ટ સત્ય કહેવામાં તેઓ લેશ પણ સં કેચાતા નહીં, અને નિર્ભય કથન કરવા છતાં કેઈ દુભાય એવું વચન પણ ઉચ્ચારતા નહીં. જેમને જેમને એમનું કથન રુચતું નહીં તેઓ પણ એકસ્વરે તેમની તટસ્થતા અને માયાળુતાની મુક્તક કે પ્રશંસા જ કરતા.
બુદ્ધનું વિશ્લેષણ વિશ્વવિદિત છે. મહાવીરની અહિંસા પણ અજાણી નથી. શંકરાચાર્યને અદ્વૈત-પેગામ અપૂર્વ છે. વાચસ્પતિની સર્વ વૈદિક દર્શનેને સ્પર્શતી બુદ્ધિ ગવાય છે. એમ દરેક યુગે થયેલા છે તે પુરુષોનું ગૌરવ જેવું તેવું નથી. તેમ છતાં તે પુરુષોના વિચાર અને સિદ્ધાંત તેમના પિતાના સંપ્રદાયના કોચલામાં જ ગૂંગળાઈ કાંઈક અંશે વિકૃત પણ બન્યા. છે. અને બીજા સંપ્રદાયના લેકમાં તેની સારવત્તા જેવાની દષ્ટિ ભાગ્યે જ દેખાય છે. એ વિચાર અને સિદ્ધાંત સમયે સમયે બદલાતા માનવજીવનની સાથે મેળ બેસે અને તેને ઉપગી થઈ પડે, એ રીતે પુનઃસંસ્કરણ ન. પામે તે એ માત્ર ભૂતકાળની યશોગાથા જેવા જ બની જાય છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીની પિતાના માન્ય પુરુષના વિચાર અને સિદ્ધાંત પ્રત્યે એવી કાંઈક ગૂઢ શ્રદ્ધા હોય છે કે, તે એ શ્રદ્ધા-થિને લીધે તેનું પરીક્ષણ કે પુનઃસંસ્કરણ કરી નથી શકતો. કિશોરલાલભાઈમાં પણ ક્યારેક એવી જ સંપ્રદાય-ગ્રંથિ હતી. તેઓ પોતે જ એવા મતલબનું કહે છે કે, સ્વામિનારાયણ પરંપરાની પ્રણાલિ જ અને સહજાનંદ સ્વામીના વિચારે જ તેમને મન સર્વ કાંઈ હતું. પણ કોઈ ધન્ય ક્ષણે એમને ઐયિ-ભેદ છે, અને જન્મસિદ્ધ અન્તપ્રજ્ઞાની સેર વહેવા લાગી તેને પરિણામે અત્યાર સુધીના બધા જ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય વિચારો ને વ્યવહારને તેમણે ફરી તપાસ્યા, ચાળ્યા અને સત્ય તેમ જ અહિંસાની કસોટીએ કસ્યા. તેને લીધે તેમની. સામે એક એવું આચાર-વિચારનું વિશ્વ ખડું થયું, જે તેમણે અનેક લખાણોમાં અનેક રીતે વિશદ કર્યું છે. કોઈ પણ પંથ, ધર્મ, પરંપરા, તત્વજ્ઞાનને જરાય અન્યાય ન થાય એટલી આહંસક સમ કાળજી રાખવા છતાં પણ તેમણે પિતાને અનુભવાતું સત્ય કહેવામાં જરાય આંચકે ખાધ નથી. એક ભાઈએ
Page #4
--------------------------------------------------------------------------
________________ અમે [59 તેમને પૂછેલું કે, “તમે આટઆટલા બીમાર અને કઈ બીજે ઉકેલી ન શકે એટલા બધા ભિન્ન ભિન્ન વિષયેના, ભિન્ન ભિન્ન પ્રશ્નો કર્યો અભ્યાસ, ક્યા વાચન અને કયા બળને લીધે ઉકેલે છે?” આવી મતલબના પ્રશ્નને ઉત્તર તેમણે નમ્ર વાણીમાં એટલે જ આપ્યાનું યાદ છે કે, “મારું વાચન અતિ અલ્પ છે. પણ મારી પાસે એકમાત્ર કસોટી સત્ય અને અહિંસાની છે. એ કસોટીએ હું બધું વિચારું છું અને જે કાંઈ સૂઝે તે લખું છું.” એમના આખા જીવનની ચાવી જ આ છે. ગાંધીજીએ નવજીવન ઘડવાના વિચારો અને સિદ્ધાંતિ પૂર્ણ રૂપે મૂક્યા. કિશોરલાલભાઈએ પિતાનાં અનેક લખાણમાં એ પૂણીઓને કાંતી ભાપી ન શકાય એટલા સૂતરની ફાળકીઓ. પીરસી. કિશોરલાલભાઈ રૂઢ ગુરુ-શિષ્ય ભાવમાં ન માનતા. એટલે તેઓ, જેમ બીજાને પિતાના વિચારમાં મૂંડવાને જરાય આગ્રહ ન સેવતા, તેમ બીજાના વિચારમાં માત્ર શ્રદ્ધાથી મૂંડાવાની વૃત્તિ પણ ન સેવતા, તેથી જ, આપણે જોઈએ છીએ કે, તેમણે પોતાનાં ધાર્મિક, આધ્યાત્મિક વિવેચનવાળાં લખાણમાં પિતાને માન્ય હોય એવા મેટા મોટા પુરુષની પણ સાદરા સમીક્ષા કરી છે. તેઓ સાંપ્રદાયિક ગ્રંથિથી પર થયા ને તેમની સામે માનવજાતિના ભૂષણરૂપ બધા જ ધર્મપુરૂષ સમાન ભાગે ઉપસ્થિત થયા. એ જ વિરલ ક્ષણે તેમણે રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈસુ ખ્રિસ્ત, સહજાનંદ જેવા સાંપ્રદાયિક લેખાતા મહાન પુરુષોની જીવનકથા વિવેચક ભક્તને શોભે એવી પ્રતીતિકર રીતે લખી છે. કિશોરલાલભાઈના પરિચયથી મને જે ડો પણ દૃષ્ટિલાભ થયેલે તેને યાદ કરી મેં ૧૯૩૮ના મારા જીવલેણ ઓપરેશન વખતે કઈ હાર, વર્ધા એવા સમાચાર કહેવડાવ્યાનું યાદ છે કે, હું આ ઓપરેશનમાંથી બહાર નહિ આવું તે પણ તમારા દ્વારા થયેલ દષ્ટિ-લાભને મને ઊંડે સતિષ છે. ત્યારબાદ તેમનું એક કાર્ડ તરત જ આવ્યું, જેમાં લખેલું કે અત્યારે મારી તબિયત કાંઈક ઠીક છે. હું શુશ્રષામાં ડી પણ મદદ કરી શકતિ હેઉં તે મને તરત સૂચ. મેં આ મારી અંગત વાત એ સૂચવવા લખી છે કે, એમની કર્મપરાયણ શબષાવૃત્તિ એ સહજ કરુણામાંથી પ્રગટેલી. જેને ચિત્તમાં ગમાર્ગે કાંઈ પણ અસર કરી હોય છે તેના ચિતમાં મૈત્રી, કરુણ આદિ ભાવ સહેજે ફૂટી નીકળે છે. તેથી જ કિશોરલાલભાઈ સાચા અર્થમાં સર્વ-મિત્ર અને અજાતશત્રુ હતા. -બુદ્ધિપ્રકાશ