Book Title: Sarva Mitra Gruhastha Sant
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પછ જ સમા હોય એમ મનાયું છે. આવી અધૂરી સમજને લીધે લાંબા વખતથી પ્રજાજીવન અત્યંત વિસંવાદી બની ગયું છે, એમ છતાં સમયે સમયે આપણા દેશમાં એવા સમજદાર અને વ્યાપકદષ્ટિ ધરાવનાર પુરુષાથી પાકતા રહ્યા છે કે જેઓએ પિતાની જીવનકળાથી લેકેને સાચું માર્ગદર્શન આપ્યું છે. ગાંધીજી એવા અંતિમ મહાપુરુષ થઈ ગયા. તેમણે જે ગૃહસ્થસંન્યાસી કે ગૃહસ્થ–સંતને પદાર્થપાઠ પિતાના જીવનથી આ તેને પચાવનાર એક નાનકડું પણ સમર્થ મંડળ દેશમાં તૈયાર થયું. એ મંડળમાં શ્રી. કિશોરલાલ મશરૂવાળાનું સ્થાન મુખ્ય અને ઊંચું છે. તેઓ આખું જીવન રહ્યા તે ગૃહસ્થ, પણ સાથે સાથે એ જીવન સંન્યાસનું જ વિતાવ્યું. તેમણે ગૃહસ્થનાં યોગ્ય કર્તવ્યો પ્રત્યે ક્યારે પણ ઉપેક્ષા ન સેવી અને સંન્યાસના ખરા અર્થને જીવનમાં મૂર્ત કર્યો. ગીતાના તાત્પર્ય વિષે અનેક પક્ષે પ્રવર્તે છે. કઈ જ્ઞાનમાં, તે કઈ -ભક્તિમાં, તે કઈ કર્મમાં ને કોઈ ધ્યાનમાં—એમ એનું તાત્પર્ય વર્ણવે છે. શ્રી કિશોરલાલભાઈના જીવનમાં આપણે એ બધાં તાત્પર્યોને સુમેળ પૂર્ણપણે જે છે. તેઓ એક ક્ષણ પણું આવશ્યક અને યોગ્ય કર્મ વિના રહ્યા હોય એવું કોઈએ જોયું, જાણ્યું નથી. એમના પ્રત્યેક કર્મમાં જ્ઞાન કેટલો હતો એ તે એમનાં લખાણ જ કહી દે છે. વિચાર અને તદનુસારી આચાર પ્રત્યે તેમની જે નિછા હતી અને જે એકાગ્રતા હતી તેને જે ભાગ્યે જ જોવામાં આવે છે. ગીતામંથન”માં તે તેમણે ગીતાનો અર્થ રજૂ કર્યો છે, પણ તેમનું પિતાનું સ્વતંત્ર જીવન-દર્શન તે “ગીતામંથન'ના ઉદ્દઘાતમાં જોવા મળે છે. તેમણે જે જે લખ્યું છે તે માત્ર લખવા ખાતર કે બીજાને ઉપદેશવા ખાતર નહીં, પણ જે પોતે જીવનમાં ઉતાર્યું. પચાવ્યું તે રજૂ કરવા ખાતર. આ બાબતમાં તેઓ ગાંધીજીના જીવનપથને પૂર્ણપણે અનુસર્યા છે. તેમણે એ રીતે અનાસક્ત કમ ગ જીવી બતાવ્યું છે. કિરલાલભાઈએ કયા વિષય ઉપર નથી લખ્યું એ જ શોધવું પડે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, તાત્વિક, આધ્યાત્મિક આદિ અનેક વિષયે ઉપર તેમણે છૂટથી લખ્યું છે અને તેથી જ તેમનાં પુસ્તકેની સંખ્યા પણ ઠીક ઠીક કહી શકાય એવડી મોટી છે. તેઓ ગુજરાતી, હિંદી, મરાઠી અને અંગ્રેજી એ ચારે ભાષામાં છૂટથી લખતા અને ગાંધીજીના વરદ હસ્તે શરૂ થયેલ અને અનેક ભાષામાં પ્રસિદ્ધ થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4